Book Title: Buddhiprabha 1964 07 SrNo 56
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 6
________________ [ તા. ૧૦-૬-૧૯૬૪ બુદ્ધિપ્રભા સંપાદકીય. ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક પ્રસંગે અમેએ ઈનામી હરીફાઈની જાહેરાત કરી હતી. જૈન તેમજ જૈનેતર ભાઈબહેનોને જૈનધર્મ તરફ અભિમુખ કરવાનો અમારો એ ના પ્રયોગ હતો. આજે જ્યારે તેના પરીણામની જાહેરાત કરીએ છીએ ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે એ પ્રયોગને અમે પૂરેપૂરો ને યશસ્વી રીતે સફળ બનાવી શકયા નથી. આ પ્રયોગ માટે અમને લેખક મિત્રાનો જે સાથ ને સહકાર, ઉત્સાહ ને ઉમંગ મળવો જોઈએ તે મળ્યો નથી. લગભગ બસે જેટલા વ્યકિતગત પત્રો લખીને અમેએ લેખક મિત્રોનો સંપર્ક સાધ્યો હતે. “જૈન સમાજના લેકપ્રિય એવા “સુઘાષા” ને “કલ્યાણ સામયિકોમાં આ અંગેની જાહેર ખબર આપી હતી. તેમજ દહેરાસરઉપર પણ બબબેવાર પેમ્પલેટ લગાડયાં હતાં. જેઓને રૂબરૂ મળી શકાયું તેઓને રૂબરૂ મળીને પણ આ હરિફાઈમાં ભાગ લેવા આગ્રહ કર્યો હતો. પરંતુ હજારોની સંખ્યા ધરાવતા આપણા જૈન સમાજમાંથી માત્ર બાર જ હરિફએ આ હરીફાઈમાં ભાગ લીધો છે. આ અનુભવ માત્ર અમને જ થાય છે એવું નથી. ભૂતકાળમાં બીજાઓને પણ આવા જ અનુભવ થયાનું અમને જાણવા મળ્યું છે. સમાજની આ સાહિત્ય ઉદાસીનતા તેમજ મા શારદા પ્રત્યેને વૈરાગ્ય એ ખરેખર દુઃખદ છે. આજ સુધી આપણે સમાજ જે ટકયો છે તે આપણા સાહિત્યને આભારી છે. જૈનેતર લેકે આપણું ધન વૈભવ ને બાદશાહી મહેત્સામાંથી પ્રેરણા નથી લેતા. એ પ્રેરણું તે તેમને આપણું સાહિત્ય જ પાય છે. ગાંધીજીની રાજકીય અહિંસા લે કે નહેરુની પંચશીલની નીતિ લે તે એના મૂળ આપણું આગમસૂત્રમાં જોવા મળશે, આપણું તીર્થકરોના જીવનમાંથી તે જડશે. પૃ. વિનેબાજીએ “સર્વોદય’ શબ્દના સંદર્ભમાં એક જગાએ કીધું છે કે–આ મૂળ શબ્દ જૈન મહર્ષિઓને છે.” આમ જગત પાર ન ધર્મ તરફ જાણે અજાણે મૂકતું જાય છે ત્યારે આપણે જે આપણા.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64