Book Title: Buddhiprabha 1964 07 SrNo 56
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 19
________________ સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી રચિત કાવ્ય સંગ્રહોમાંથી સંકલિત કરેલ કાવ્યનું રસ દશન કરાવી જતી કાવ્ય કટાર ઉદાસ અને મલાન વદને એ બેઠી છે. એની આંખમાં પી. શોકનાં અષાઢી વાદળે ગગડી રહ્યાં છે, ને ધીમે ધીમે, તૂટેલી માળાથી એક પછી એક મોતી સરે તેમ આંસુ સરી રહ્યા છે. ટપુ , ટપ કઈ પાતાના ઉજાગરા હશે ! આંખ લાલ ઘૂમે છે. માં સૂજેલું છે. હેડ બગીન ને મૌન છે. બારશાખ પર એ બેઠી છે, ઘડીએ ઘડીએ એ દૂર-સુદ્દર નજર નાંખે છે. પણ હાય! એની આંખો જેને જોવા માંગે છે. એ દેખાતો નથી. અને આંસુ દદળે જાય છે !! એના જીવને ચિન નથી. એની આંખને આરામ નથી કારણું– એનો પ્રીતમ હવે એને ભૂલી બજારોમાં ભટકવા લાગ્યો છે. બસ એને એ જ ડંખ્યા કરે છે. એ કહે છે. કોઈ! મારા પ્રીતમને લાવી દો. એના વિના મારા પ્રાણ તરફડે છે. અને કઈ એના પ્રીતમને લઈને પાછું ફરે છે. પ્રીતમને જોતાં જ એની જિંદગી હરખાઈ ઊઠે છે. ઘેરાયેલાં શોકનાં વાદળ વીખરાઈ જાય છે. એનાં રોમેરોમ ઝણઝણી ઊઠે છે. હૈયું આનંદનું ગીત ગાઈ ઊઠે છે. પ્રીતમ-પ્રેયસી-પ્રેમ-અને પતનની મુલાયમ લાગણીઓના સંઘર્ષને આધ્યાત્મિક કપનાના ઉદ્યનમાં વણી લેતું આ સોરઠી રાગનું ભજન સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની ઉસ્તાદ કલમનો પરિચય આપી જાય છે. ક

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64