________________
એકસન કે સારા મા ચારા
અમદાવાદ પૂજ્યપાદ અધ્યાત્મ જ્ઞાન દીવાકાર યોગનિષ્ઠ, સાહિત્ય સમ્રાટ સંત, યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની ૩૯ મી પુણ્ય તિથિ પ્રસંગે અત્રે ઝવેરીવાડ આંબલી પળના ઉપાશ્રયે ભવ્ય એ સમારેલું ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગને બાદશાહી બનાવવા માટે શંખેશ્વર તરફથી ખાસ આ પ્રસંગ માટે જ વિહાર કરીને મુનિરાજ શ્રી દુલભસાગરજી મ. સા. અત્રે પધાર્યા હતાં. તેમની શુભ પ્રેરણાથી જ આ પ્રસંગ ભારે ધામધૂમ ને ઉલ્લાસથી ઉજવાશે હતો. આ પ્રસંગનું સારૂંય આયેાજન અત્રના જાણીતા કાપડના વેપારી શ્રી લાલભાઈ ડાહ્યાભાઈ નરેડાવાળાએ કર્યું હતું. આ સારેય પ્રસંગ વધુ યાદગાર બન્યું તેનો જશ તેમની ખંત અને કાર્ય કુશળતાને તેમજ આંબલીપોળ વગેરેના નવે પોળના યુવાન કાર્યકરને ફાળે જાય છે.
આ પ્રસંગ સાથે આંબલીપોળના ઉપાશ્રયમાં ગુરુદેવ અને સયાજીરાવ ગાયકવાડના મોટા ફોટાની અનાવરણ વિધિ કરવામાં આવી હતી. આ વિધિ ગુજરાત રાજ્યના શિક્ષણ ખાતાના પ્રધાન શ્રી ઈન્દુમતિબેન શેઠે કરી હતી.
તે ઉપરાંત ગુરુદેવના અપ્રતિમ ગ્રંથ કર્મયોગનું અપણ પણ કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયર શ્રી નરોત્તમદાસ કે ઝવેરીએ, આ પ્રસંગના મુખ્ય અતિથિઓ શ્રી વિજયકુમાર ત્રિવેદી ( અનાજ અને પુરવઠા ખાતાના પ્રધાન), શ્રી ઉત્સવભાઈ પરીખ (ખેતીવાડી ખાતાના પ્રધાન), શ્રી ઈન્દુમતીબેન શેઠ (શિક્ષણ ખાતાના પ્રધાન) આ મગ અપશુ કર્યો હતો. રાજ્ય પ્રધાને ઉપરાંત વરસેડાના ઠાકોર સાહેબ શ્રી જોરાવરસિંહજી તેમના પુત્રો સાથે પધાર્યા હતા. અને ખંભાતથી પંડિત શ્રી છબીલહાસ કેસરીચંદ સંઘવી પણ પધાર્યા હતાં. મુખ્ય અતિથિઓમાં કે, પદ્માબેન ફડીયા પી. એચ. ડી. એ પણ આ પ્રસંગે હાજરી આપી હતી, | મુખ્ય અતિથિઓએ ઘણી જ સચોટતા અને સંક્ષિપ્તમાં શ્રીમજીને ભાવભરી અંજલિ આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત થયેલ પૂજય મુનિ ભગવોમાં શ્રી યશોવિજયજી મ. સા. તેમજ મુનિરાજ શ્રી દુલભસાગરજી મ. સા. પણ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતાં.
સભા, પૂજા તેમજ ભાવનામાં સંગીત ધૂન માઘ મંડળવાળા શ્રી શાંતિલાલ મોતીલાલ પટેલ, શ્રી કનુભાઈ પાદરાકર તેમજ ગણેશભાઈ પરમારે સંભાળી હતી. તે
આ સારો પ્રસંગ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ દ્ધિસાગરસૂરિજી મ. સા. ની નિશ્રામાં ઉજવાયો હતે.