________________
[[દ્ધિપ્રમ||
કાર્યાલય : વર્ષ ૪ થું સળંગ અંક ૪૮ ઓકટોબ૨ ૧૯૬૩C/o ધનેશ એન્ડ કાં. કિંમત રૂા. | દોત્સવી અંક ૧૯૨૧ પિકેટ કેસોને
- મુંબઈ ૨. . વિશ્વ જ્યોતિધરાવે છે વર્ધમાન એ તે રાજદરબારી કુલ હતું. સિદ્ધાર્થ રાજવીનું એ બીજુ સંતાન હતું. મા ત્રિશલાનું એ લાડલું ગુલાબ હતું.
- નાની વયે સંસાર માંડે. યુવાન વયે સંસારને સલામ ભરી ઘેર તપશ્ચર્યા કરી વન વન એ ભમ્યો. ગામડે ગામડું ખૂદયા. જે સિદ્ધિ માટે એણે યાતનાઓ સિલી, ઉપસર્ગો સહ્માં, અવહેલના વધાવી એ કેવળજ્ઞાન એણે મેળવ્યું.
પહેલું પ્રવચન (Spccch) કર્યું નિષ્ફળ ગયું. ન કોઈએ દીક્ષા લીધી. ન કોઈએ વ્રત લીધું છતાંય એ નિરાશ ન થયો. પિતાનું જીવનકાર્ય એણે ચાલું જ રાખ્યું.
અંતે ધણુ ભકતે થયા. શિષ્યો થયા. સંધની સ્થાપના કરી, હિંસાને વિરોધ કર્યો. જીવમાત્રની એકતાની સ્થાપના કરી. અનેકાંતવાદની નવી ફિલસુફી સમજાવી.
એ જનમ્યો, જી ને જગતને અમર ભેટ ધરતે ગોઃ —છો ને જીવવા દે
અહિંસાના અમરગાયક, સત્યના મહાન સંશોધક, માનવતાના મહાન પૂજારી, સકલ છવ જગતની એકતાના પ્રથમ ઉદ્ઘોષક, સ્ત્રી સ્વાતંત્ર્યના પહેલા ને એક માત્ર જયઘોષક.
પરમ પ્રભુ ભગવાન મહાવીરને શત કોટી કોટી વંદન.