________________
.
૨૮૧
દિગ્ય પિતૃભક્તિ. दिव्य पितृभक्ति !
(પાદરાકર.) મનુષ્ય માત્રને, આ અખિલ વિશ્વમાં, સદા સર્વદા-દરેક સ્થિતિમાં જે કોઈ પણ વધારેમાં વધારે પૂજ્ય–વંધ-પીપકારી હોય તે તે માતા-પિતાજ છે અને એ તે સર્વ માન્ય વાર્તા છે અને પ્રાચીન અને અર્વાચીન જમાનાએ ક્યારનીએ સ્વિકારેલી સત્ય બીના છે કે, આપણને જન્મ આપી-પાળીપાધી-વિધાદાન દઈ–આટલી સારી સ્થિતિએ લાવવાના ઉપકારના બદલામાં તેમના પર ગમે તેટલા પ્રત્યુપકાર કરીએ-અરે કહે કે આપણું ચામડાના જેડા શીવડાવી તેમને પહેરાવીએ, તો પણ તેમના ઉપકારનો બદલો વાળવો મુશ્કેલ જ છે.
માબાપને પિતાને ખભે કાવડમાં બેસાડી ભારતવર્ષના સમગ્ર તીમાં ફેરવી-પિત ભક્તિનું અપૂર્વ દષ્ટાંત શિખવનાર પિતૃભક્તિ શ્રવણ–પિતાના ફકત એકજ વચનને ખાનઅપૂર્વ વૈભવ વિલાસને સૈભાગ્ય સમૃદ્ધિ યુક્ત રાજ્યને લાત મારી-વન વન રખડનાર રામચંદ્રજી ! પિતાને માછી કન્યાને પરણવાના માર્ગને મોકળો કરી-સુખી કરી તેમને સંતોષ આપવાની ખાતર આ જન્મ કુંવારા રહી રાજ્યપાટને રામ રામ કરનાર-ભીષ્મ આદિ ભારતવર્ષની વિભૂતિઓનું સ્મરણ કરાવનાર અશક પુત્ર કુણુલનું અતિ ઉત્કટ-પિતભકિતનું, હદય દ્રાવક જીવન ચરિત્ર આજરોજ વાંચક સન્મુખ સાદર કરવા ઈચ્છા રાખી છે,
ઇ. સ. પૂર્વ ૨૩૨–૨૭૨ ના અરસામાં મહારાજા અશોક નામના માતા પરોપકારીવિશ્વવિખ્યાત-જ્ઞાનસંપન્ન–સાવજોમ રાજા આ ભારતવર્ષને અલંકૃત કરી રહ્યા હતા. બહિ. સંતર સંદર્યતા સંયુક્ત-પતિવ્રતા રાણી અસંધિમિત્રા તેમના અંત:પુરને વિભૂષિત કરતી હતી. આવા સર્વ ગુણસંપન-વિશુદ્ધ પ્રેમભાવના ભર્યા દંપતીની સંતતી કી આદર્શ હોય તેને વિચાર વિવેકી વાંચકે તમે જ કરે. રાજપુત્ર કુણાલ-રાજા અશોકને એકને એકનેત્રમણી-કુલદિપક પુત્ર હતું. તે અતિશય સુંદર-ગુણવાન–શૂરવીર અને વિનયી હતું. રાજાનો તેમજ પ્રજાજનોને તેના પર અતિશય ચાહ અને પ્રેમ હતો. અને એ ભવિષ્યનો રાજા મહારાજા અશોક કરતાં પણ વિશેષ ન્યાયી-દયાળુ અને પરોપકારી થશે એમ સર્વને લાગતું હતું. સાર્વભૌમ અશોક રાજા જેવા પ્રતાપી પિતાના પુત્રના સુખ-સમૃદ્ધિ-સાહ્યબી અને આનંદમાં શી ખામી હેય વારૂ? પણ ના! વાંચક! એ એવા વિચારોમાં દોરાતા. “નથી સાહ્યબી સદાય કોઇની ટકી ટકી.” એ સૂત્રાનુસાર રાજકુમાર કુણાલને પણ બન્યું. રાજકમારપર હમેશાં અમિ વર્ષાવી તેની માયાળુ માવડી-રાજ્યનું સૌભાગ્ય-ને રાજાનું પરમ ધનતે રાણી આ નશ્વર જગતને ત્યાગ કરી ગયાં. સંસારમાં બાળકોને જે કઈ પણ સુખ હોય તો તે માયાળુ માવડજ મિષ્ટ સુખ છે. “મા-તે-મા.' ભલે ગાંડી ઘેલી પણ મા
માના રેટીઆમાં બાલક સમાય-પણ બાપના રાજ્યમાં ન સમાય ” એ સુર જગપ્રસિદ્ધજ છે. માતા પુત્રને નિઃસ્વાર્થ પ્રેમથી ચાહ્ય છે ને તેના સુખ દુઃખ વખતે ખરા નિર્મળ હૃદયથી તેને આશ્વાસન આપે છે. અરે ! માના તે શા ગુણ ગાઇએ. બાળક માટે ગાંડી ઘેલી ફરતી માવડી, બાલક માટે પથ્થર તેટલા દેવ ગણ પૂજની માવડી, બાળક માટે અડધી અડધી અધીરી થતી માવડી તારાં તે શાં યશોગાન ગાઇએ-બસ તને તે નમી પડાય છે.