Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ દિવ્ય દર્શન. રહ તેટક. જનમે જગમાં જન ધ ઘણા, મરતાં પણ માનવીઓ ન મણી; જીવવું જનમી કંઈ સાર્થ કરો, દુખીઆં જનનાં કંઈ દુ:ખ હરે. જીવ માગ ચહે સુખ શાંતિ સદા, તમને અમને સુખ શાંતિ મુદા સમજી સુખ દે જગના જીવને, ધગતા ઉરને તપતા તનને. दिव्य दर्शन. (લેખક–મહેતા મગનલાલ માધવજી જૈન બેડીંગ–અમદાવાદ) વખત સાયંકાળને હતા. સૂર્યદેવ જાણે પોતાની લાંબી સફથી શ્રમીત થયા હોય અને પોતાનું તેજસ્વી દિવ્ય સ્વરૂપ ભૂતળવાસીઓને ન દર્શાવવાનું ધારતા હોય તેમ પોતે ઝટપટ અદશ્ય થવાની ત્વરાથી અસ્તાચળ તરફ પ્રયાણ કરતા હતા. સુંદર ગોર આસમાની રંગને આકાશમાં રક્તપટ જામી ગયો હતે, તે અસ્ત થતાં સૂર્યના સુવર્ણમય પીત તેજના વર્ણથી મિશ્રીત હતું, અને તે લોચનને અતીવ આનંદ આપતા હતા. નાનાવિધ પક્ષીઓ એકબીજા સાથે મધુર સ્વરથી સંવાદ ચલાવી પિતાની આનંદની ઉર્મિઓને બહાર કાઢનાં વિરામ પામતાં હતાં. બગીચામાં વિવિધ સુવાસિત પુષ્પ વિકસિત થઈ તેઓને શોભાયમાન કરતાં હતાં. સુમનની મિષ્ટ સુવાસમાં આસક્ત થએલી મધમાખીઓ ત્વરાથી જેટલો પરાગ લઈ શકાય તેટલે લઈ પિતાના મધપૂડા તરફ જમણું કરવાના વિચારમાં હતી. સરો વરવાસી કમળ પિતાને બીડાઈ જવાને વખત પાસે આવી લાગેલો હોવાથી મનમાં વ્યતિત થતાં હતાં અને જેમ કે એક સંસારી જીવ આ અસાર સંસાર કે જે અગણિત દુઃખોથી ભરપુર છે તેમાં થોડુંક સુખ જોઈ અજ્ઞાનતાથી ધર્મસાધન ન કરતાં આ કંટક રૂપી પુત્ર પરિવારને વિષે લુબ્ધ થાય છે અને ક્ષણક સુખમાં રમી આખરે વિમાસણ કરે છે, તેમ તે કમળાની અંદર રહેલા ભ્રમરાઓ પિતાનું મૃત્યુ સમીપ આવ્યા છતાં સુવાસને આધીન બની તેમાં પરાગ લેવામાં તથા ધ્રાણેન્દ્રિયને તપ્ત કરવામાં જ્ઞાનને એક બાજુએ સડી આનંદ માણતા હતા. શીત સમીર અનેક સુરબિ પુષ્પોની સુવાસને સાથે ઘસડી શરીરને સ્પર્શ કરત મંદમંદ વાતો હતો. અહા ! શી કુદરતની લીલા. ખરેખર કુદરતની લીલા અકળત છે. સંધ્યાના આ દિવ્ય સમયે હું મારા આવાસની સમીપમાં આવેલા એક ઉદ્યાનમાં એક કોચને અઢેલી બેડે હતું. આ સંસાર શું? મારે આ દુનિઆની રંગભૂમિ ઉપર આવી શું શું પાઠ ભજવવાના છે. આત્મા શી ચીજ છે વિગેરે વિગેરે. ગહન વિથ ઉપર વિચાર કરવાની અંદર હું તલ્લીન બન્યો હતે. હું દીર્ધ નિઃશ્વાસ નાખતા હો અને મારા ઉરસાગરની અંદર અનેક તરંગે ઉછળી રહ્યાં હતાં, આસપાસની સ્થિતિનું મને કંઈ ભાન નહતું. એટલામાં હું બેભાન થયા. થોડીવારમાં મુચ્છિત થઇ કોચ ઉપર ઢળી પડ્યા. મુછિત અવસ્થામાં-એકદમ વિદ્યુત તુલ્ય પ્રકાશને ચમકારો થયો. પ્રકાશ થતાં જ કોઈ પગલાને કર્ણપ્રિય અવાજ મારે કાને પડે તેટલામાં તે સામેથી એક મુનિ મહારાજ આવતા જણાયા. તેમણે એક સુંદર ચક્ષુપ્રિમ અને પીળા રંગથી રંગિત ભપકાદાર વસ્ત્ર પરિધાન

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36