Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
બુદ્ધિપ્રભા
કવિત (મનહર), વામા તારાં વિક્રમ, દિસે નવકમજ, કવિ એક કહે છે તે ખોટું કેમ માનવું; મુનિજન સર્વ તણું ચિત્ત કાપી નાંખનાર, નવી કરવા જેવું હથિયાર કારમું. કમલિની કામિની તે ધર્યું ચિત્ત ચોરનારું, ભાનને ભુલાવનાર ભક્તિને ભુલાવતું; નિર્મળ જ્ઞાનરૂપ ચંદ્ર ગ્રહનાર રાહુ, અલકનું યુથ મુક્તિ માર્ગને મુકાવતું.
ઉપેંદ્રવજા અલંકૃતાકૃતલ ભાર સ્ત્રીને, અલંકૃતાકૃતલ ભાર માને; વિલેકીને જે જન રાજકાતા, ભવાટવીમાં ભૂલથી ભમાતા.
ગીત. અષ્ટમી ચંદ્ર સમાન, ભાલચંદ્રને જોઈ જનો રાચે;
અલીક અલિકજ જે છે, તેને પ્રીત કઈક જન જાગે. શાને સમજે શાણા, સજજો તેમાં સુખ રહ્યું સઘળું; રાચો જોઈ જા, અવળી દિશામાં સુઝે બધું અવળું.
समयने ओळखो.
તેક, બદલાય સમે ન રહે સર, જળ ત્યાં સ્થળને બનતાં નિરખો; નવરંગ સમે કંઈ દાખવતે, ગત વસ્તુ ફરી કદી ના મળતું. વિણ વખ્ત પછી નહિ કાંઈ બને, સમજી સમયે કરજે શુભને; ઉપકાર કરે સુ ઉદાર થજો, ધન લેક હિતારથ વાવરજે. તક સાધી લીયે સમયે ન ચુકે, સમય યુતિ હાનિ વડી ગણ; ધનની મનની તનની જનની, કંઇ સાય કરે જગને જરૂરી.
ઉપજાતિ. ન ઓળખે સ્થિત સમક્ષ હાથી, જતાં જતાં સંશય થીજ હાથી પદે નિહાળ્યા નકી એજ હાથી, ન હાથ આવે ફરી “વખત હાથી.
દાહરા.
તરસ્યા ચાતક બાપને, પાણી પાવું મેઘ; નહિ તે હરી જાશે તને, ક્ષણમાં વાયુવેગ. ચાતક માં તું ક્યાં પછી, મળે ન ગઈ પળ મેઘ; તન, મન ધન લે પાવરી પહેચે જ્યાં તક છેક બહુ જળભરી ખારી નદી, લાબ ન કરતી કઈ; મીઠા જળનું નાનકું નાળું છે સુખદાઈ. મરણ ન મૂકે કાઈને, ચિંતવને મનમાંય; ટાણું નહિ મળશે ફરી, નાણું મળશે ભાઈ,
૧ વેણી-શણગારેલો ચોટલો. ૨ નવી કરત. ૩ કુંતલમાંથી કહાડી નાખો એટલે કુંતજાર સદ્ધ થશે. કહેવાનો મતલબ કે કુંતલભાર (અંબેડે) એ કુતભાર (અંકુશ-એક ભેદક શસ) છે. ૪ અલીક એટલે -મિસ્યા અને અલિક એટલે કપાલ, કહેવાનો મતલબ કે કપાળને આઠમના ચંદ્ર જેવું રૂપાળું માન છે પણ તે મિથ્યા ભ્રમ છે,
૫ વખત, વાર. વખત એટલે સમય રૂપી હાથી. ૬ ટાણું એટલે સમય,

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36