Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ શ્રાનાના અવસાન પછી. ૨૮૮ તે કંચન જેવું બની રહે છે. સર્વ આડા અવળા ગેટલા શંકા સમાધાનથી નીકળી જાય ને તેથી આપણે અનેક ભિન્ન ભિન્ન વિચારોમાં ગોથાં ખાતાં અટકીએ છીએ અને તેથી મનને શાંતી મળે છે. जाडयं धियोहरति सिंचति वाचि सत्यं । मानोन्नतिं दिशति पापमपाकरोति ॥ चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति । सत्संगतिः कथय किन्न करोति पुंसाम् ।। સત્સંગથી માણસ જે ધારે તે કરી શકે છે તે ખરેખર સત્સંગી માસુ સસંગરૂપ કલ્પતરૂથી વાંછિત વસ્તુઓ મેળવી શકે છે. संतप्तायसि संस्थितस्य पयसो नामापि नश्रूयते । मुक्ताकारतया तदेव नलिनीपत्र स्थितं राजते ।। स्वात्यां सागर शुक्ति मध्य पतितं तन्मौक्तिकं जायते । प्रायेणाधम मध्यमोत्तम गुणाः संसर्गतो जायते ॥ અવા? શો સત્યસંગનો પ્રભાવ, ખરેખર તે પ્રભાવ અવર્ણનીય છે. લોઢાને પારસ મણિને સ્પર્શ થવાથી તે સેનું બને છે, પાણીનો એક છાંટો સ્વાતિ નક્ષત્રમાં છીપના મુખમાં પડે તો તેનું મહાઈ ભાકિસ્તક બને છે, કમલપત્ર ઉપર રહેલું પાણીનું બીંદુ મોતીના જેવી શોભા આપે છે. તે પ્રસંગને જ પ્રભાવ છે ખરે સતસંગ તે મોક્ષને ખુલ્લો માર્ગ છે. અહી? તે મહાત્માની તેજસ્વી શાંત અને ગંભીર મૂર્તિ હજુ પણ મારી આગળ ખડી થાય છે. તે મુનિ મહારાજ બુદ્ધિને સાગરજ હતા, તે “દીવ્ય દર્શન” ની સ્મૃતિથી વારંવાર હદયમાં આનંદ રસને છંટકાવ થાય છે. भ्राताना अवसान पछी. (લેખક –મહેતા મગનલાલ માધવજી જૈન બોર્ડીંગ અમદાવાદ) જાતિ, હતી જ્યાં પુષ્પની વાડી, ખીલેલી સુરભિને દેતા, ગઈ કરમાઈ તે વાડી, સુકું જંગલ જણાવે છે; કરે કોકિલ ટહુકાઓ, હૃદય રફુરણા થતી'તી જ્યાં, પોતે મહાલતા દીઠા, જોઈ છાતી ચીરાયે છે. વહેતી પ્રેમની ધારા, ઝરંતી સ્નેહ ગુફાથી, સુકાઈ પલ્કમાં તે તે, શીલાઓ ત્યાં જાય છે; ખરેખર પ્રેમની સરીતા, અહોની જે વહન કરતી, જતાં સુકાઈ, વારિ૧ વીણ, બુરી હાલત થઇ તેની અરે નીર્ભાગી નું સરીતા, કરમની કટલી નારી, નથી જ્યાં પ્રેમ પિલાતે, વૃથા છવી કરે તું શું? ૧ પ્રેમ રૂપી વારિ.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36