Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ પેથાપુરમાં આચાર્ય પદવી અને તે નિમિતે થએલો મહોત્સવ. ૩૦૧ શુભ માંગલિક ક્રિયા પુરી થયા બાદ યોગનિક શ્રીમદ્ બુદ્ધિસાગરજીને શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યની પદવી આપવામાં આવી હતી. શરૂઆતમાં શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડના પ્રખ્યાત વિદ્રાન શાસ્ત્રી બદ્રીનાથે જણાવ્યું જે શ્રીમદ્ બુદ્ધિસાગરજીની સાથે મારે પરિચય થયેલ છે તેથી હું કહેવાની રજા લઉં છું કે તેઓ વિધાનું છે તેમજ તેમનામાં આચાર્ય પદવીને લાયક પ્રશસ્ય ગુણો રહેલા છે. મને તેમના જ્ઞાન તથા ગુણ માટે મોટું માને છે. તેઓ લાયક હોવાથી તેમને જે લાયક પદ મળ્યું છે તે જોઈ મને ઘણે આનંદ થાય છે. જૈનસંઘે તેમની વિદ્વત્તાની તેમના શુદ્ધ ચરિત્રની તથા તેમની શાસનની સેવાની કદરદાની કરી તેમને જે આચાર્ય પદવીનું બિરૂદ આપ્યું છે તે તેમણે યોગ્ય જ કર્યું છે. મહારાજશ્રીને આચાર્ય પદવીના માંગલિક પ્રસંગમાં પેથાપુરના સંઘે જે અગ્ર ભાગ લીધેલ છે તેમજ ગામ ગામના સંધને તેમજ વિદ્વાનોને આમંત્રણ કરી બોલાવ્યા છે. આવી રીતની તેમની પતાના ગુરૂશ્રી પ્રત્યે ગુરૂભક્તિ જોઈ હું આનંદ પામું છું. આવા માંગલિક પ્રસંગે હાજરી આપવાને હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું. ત્યાર બાદ શાસ્ત્રી રામકૃષ્ણજી હાંએ આચાર્ય શબ્દનો અર્થ કરી તે ગુણેને બુદ્ધિસાગરજી લાયક છે તેમજ તેઓ વિધાન છે તેમ જણાવ્યું હતું. પેથાપુરમાં સંઘે આરંભેલા આ માંગલિક કાર્યને હું દરેક રીતે અનુમોદન આપું છું. ત્યાર બાદ શાસ્ત્રી ગીરજાશંકર લક્ષ્મીશંકરે પર્મ સંબંધી વિવેચન કરતાં જણાવ્યું હતું કે અહિંસા એ જૈન ધર્મનું બિરૂદ છે અને જીવ દયાને માટે દુનિયાના દરેકે દરેક ધર્મ પુષ્ટિ આપે છે. અંધ માણસને જેમ લાકડી ખાડામાં પડતાં બચાવે છે તેમજ ધર્મ એ પણ મનુષ્યને દુર્ગતિમાં પડતાં બચાવે છે. આ ધર્મના મુખ્ય પ્રવર્તક આચાર્ય કહેવાય છે. ધર્મ વિવેકથી સાધી શકાય છે. સારાસારનું ભાન થયા વિના સત્ અસત્ ઓળખ વિના ધર્મ પાળી શકાતો નથી માટે ધર્મ પાળવામાં વિવેક કરવાની પ્રથમ જરૂર છે. વિવેક કર્યા વિના કોઈ પણ પ્રકારે કઈ પણ વસ્તુની કે વ્યક્તિની ઉન્નતિ થઈ શકતી નથી. લાયકમાં જ્યારે લાયક વસ્તુ ભળે છે ત્યારે જ તે વિશેષ શબાને આપે છે. મનુષ્યને વિવેક બુદ્ધિનું ભાન કરાવનાર તેમજ ઐહિક તેમજ પારમાર્થિક ઉન્નતિના કારણભૂત બુદ્ધિ-જ્ઞાન છે તેમજ બુદ્ધિનાજ્ઞાનના આ (મુનિ, સાગર છે. તેમની સાથેના મારા બાળપણુના અનુભવથી હું કહેવાની રજા લઉં છું કે તેઓની શુદ્ધ ચિત્ત કૃતિ નિર્મળ ચારિત્ર તેમના જ્ઞાનની સાથે વિશેષ શોભા યુકત છે. તેમને સાસ્ત્ર વિશારદ જૈનાચાર્યની પદવી આપવામાં આવી છે તે જોઈ મને ઘણે હર્ષ થાય છે અને આશા રાખું છું કે મુનિશ્રી પિતાને મળેલા મહત પદનું સાર્થક કરી ઘણું જૈન બંધુઓને તેમજ અન્ય જનોને આ સંસાર સાગરમાંથી ડુબતા તારશે ને ધર્મ પમાડી ઉદ્ધાર કરશે. ત્યારપછી રા. ર. ઝવેરી જીવણચંદ ધરમચંદ ઉદેચંદે જણાવ્યું કે મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ઉપર સાગરના સંધાડાને બધો ભાર મુકાયેલ છે, તેમજ તેઓ આપણું જેન કોમમાં ઘણા વિદ્વાન મુનિ મહારાજ છે. તેમનું શુદ્ધ નિર્મળ ચારિત્ર ઘણું જ પ્રશસ્ય છે. તેઓ બાળ બ્રહ્મચારી છે. તેમજ તેમણે થોડા વખતમાંજ લગભગ ૩૫ ગ્રંથો સ્વકલમથી લખી બહાર પાડેલ છે. આવા જ્ઞાન-ગુણ યુકત અને શાસનના ઉતમાં રક્ત

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36