Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૩૦૨ બુદ્ધિપ્રભા. જૈનમુનિશ્રીને જૈનાચાર્યની પદવી આપવામાં આવી છે તે દુધમાં સાકર ભળ્યા બરોબરજ થયું છે. આ બાબત કેટલાક સ્થળોના સંઘોનું આકર્ષણ થયેલું હતું પરંતુ જ્યાં ભાવી બલિષ્ટ હોય ત્યાં જ વસ્તુ બને છે. છેવટ પેથાપુરને શ્રીસંધ મહારાજશ્રીને આચાર્ય પદવી આપવાને ભાગ્યશાળી થયો છે તે જોઇ મને ઘણે આનંદ થાય છે. તેમના દિક્ષા પર્યાયને આજે લગભગ પંદર વર્ષ થયેલાં છે તેમની કોમ પ્રત્યે બજાવેલી સેવાથી અત્યારે સકળ જેનોમ ભાગ્યેજ અજાણ હશે. કેળવણીના વિષય ઉપર તેઓશ્રીએ ઘણું જ અજવાળું પાડયું છે અને તે નિમિત્તે અહોનિશ પ્રયત્ન કરે છે. જેમની ઉન્નતિના વિચારમાં જ તેમનું મન સદા રોકાયેલું જોવામાં આવે છે. જેથી વડોદરાની સાહિત્ય પરિષદના પ્રમુખ સાક્ષર શીરોમણી શ્રીયુત રણછોડલાલે તથા સાક્ષર શ્રીયુત કેશવલાલ હર્ષદરાવ ઇવ વિગેરે જૈનેતર વિધાનેએ પણ તેઓશ્રીના ગ્રંથોનું અવલોકન કરી તેમજ તેમની સાથેની વાતચીતના પરિચયથી મુનિશ્રીની વિદ્વતા અને ચરિત્ર માટે ઘણા ઉચ્ચ અભિપ્રાયો પ્રદર્શીત કર્યા છે. ખુદ વડોદરાના મહારાજા શ્રીમંત સરકાર ગાયકવાડે પણ તેમની વિદ્વતાથી તેમજ ચારિત્રથી આકર્ષાઈ તેમની પાસે પોતાના લક્ષ્મીવિલાસ પેલેસમાં વિદ્વાને સન્મુખ ધર્મ વિષે ભાષણ કરાવ્યું હતું અને તેથી ઘણો સંતોષ જાહેર કર્યો હતો. જે જે સ્થળે તેઓશ્રી વિહારો કરે છે ત્યાં પબ્લીક ભાષણો આપી કોઈ ધર્મને બાધ આવે નહિ અને જૈનધર્મની મહત્વતા વધે એવી રીતે ઉપદેશ આપી હજારે જનને જ્ઞાન રંજન કરે છે.' ત્યારબાદ પેથાપુર નિવાસી વૈદ્ય ચંદુલાલ મગનલાલે જણાવ્યું જે આજે પુજ્ય મુનિમહારાજ શ્રી બુદ્ધિસાગરજીને જે શાસ્ત્ર વિસારદ જેનાચાર્યની પદવી આપવામાં આવી છે તે જોઈ મને ઘણે આનંદ થાય છે. સાગરને સાગર કહે એ કઈ અતિશયોક્તિ નથી તેમજ બુદ્ધિના નિધાન બુદ્ધિસાગરજી હોય તે સ્વાભાવિક છે. તેમની વિદ્વતા, તેમની વન્નવસક્તિ, કાવ્યરેલી, પરમાર્થ પરાયણતા, શાસનસેવા, વૈરાગ્યદશા, સરળતા, નમ્રતા, ચારિત્ર્ય, નિર્મળતા વિગેરે ધણજ પ્રશક્ય છે. તેમજ તે આદર્શની પેઠે ખુલ્લાં છે તેથી આવી રીતની મહાન શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યની જે પદવી મુનિશ્રીને આપવામાં આવી છે તે કનકમાં કુન્દનિજ જડાયું છે. રાંકને હાથ રત્નની પડે અમારા ગામને પણ હું મોટું ભાગ્યશાળી ગણું છું કે આવું મહત્વતા ભરેલું અને માંગલિક કાર્ય અમારા શ્રી સંઘને હાથ આવ્યું છે. આજે જે જે સદ્ગહસ્થોએ બવારામથી પધારી અમારા ગામને જે શોભાવ્યું છે અને આ રૂડા ને માંગલિક પ્રસંગમાં ભાગ લીધે છે તેને માટે અત્રે પધારેલા સર્વે સ ભ્યોને હું મારા ગામના સંધ તરફથી અંતઃકરણપૂર્વક આભાર માનું છું. બહારગામથી પધારેલા સર્વે સદ્ગૃહસ્થોને વિનંતિ કરું છું કે આપ સાહેબની જે કંઈ સેવા બજાવવામાં અમારા સંધની ઓછાસ થઈ હોય તે માફ કરશે. અમારા ગામના પ્રમાણમાં અમારાથી જે કંઈ બની થયું છે તે કરવાને અમે ચુક્યા નથી. હું શ્રી શાસન દેવતાના પરમ પસાય આવા હજારે માંગલિક કાર્યો અમારા શ્રી સંધથી થાઓ અને વીર શાસનનો સદા જય થાઓ એવું ઈછી વરમું છું. ત્યારબાદ શાસ્ત્ર વિશારદ આચાર્ય યોગનિક મુનિ બુદ્ધિસાગરજી મહારાજે સમયાનુસાર અને પાંડીય ભરેલું વ્યાખ્યાન કર્યું હતું. જે હાલમાં અમે મુનિઓ દરેક રીતે પૂર્વાચાર્યોના પગની જ્ઞાન ગુણમાં રજ સમાન છીએ-સાપ ગયા છે ને લીસોટા રહ્યા છે. આવું કહી તે

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36