________________
૨૮૪
બુદ્ધિપ્રભા.
તમને દીવસમાં જે જે પ્રસંગે પ્રાપ્ત થતા હોય તેમાં દુઃખ માનતા હો તો તેમાં જગતને દોષ ન માનતા પણ તે તમારા અાનાથીજ છે એમ માનજે. દુખાદિને સ્વર તે તમારી આંગળી જ જગત રૂપ વીણુમથી બહાર કાઢે છે માટે સાવધ થઈ તે સ્વર કાઢવામાં તમારી આંગળી ન વપરાય તે બાબત સાવધાન રહે. જે પ્રસંગ આવ્યો હોય તેને અનુકળ સુર વગાડો તે તમને મધુરતા જણાશે દુ:ખ પ્રાપ્ત થતાં તમારાથી કયા પ્રસં. ગમાં ખોટો સુર વાગી ગયા છે તે શોધી કાઢવા પ્રયાસ કરો. શે અને સુધારે આમ કરતાં જ દુઃખાદીના સંભવ ઓછા થઈ જશે. મનુષ્ય માત્રમાં આ શકિત રહેલ છે મધુરતા મેળવવાની ખાતર અનુકુળ સુર વગાડ એજ તેને ખીલવવાનો અનુકળ માર્ગ છે. પ્રસં. ગને અનુકુળ વર્તવું. દુઃખનું મુળ શોધવું. તેને ટાળવા પ્રયત્ન કરો એટલે કે કયે વખતે ખોટો સુર વાગે છે તે સમજવું. પ્રસંગ આવી મળે તેનાથી વિરોધી વર્તન રાખવાથી તમને સુખ પ્રાપ્ત થશે નહિ. જ્યારે તમે તેને અનુકુળ વર્તન રાખશો ત્યારે જ તમને સુખાભાસ જાણવો. તે પ્રસંગના હેતુના અથવા સ્વરૂપના ગર્ભમાગને પ્રાપ્ત થવું અર્થાત તેનું જ્ઞાન મેળવવું અને પછી એવા પ્રયત્ન આદરે કે વિરોધી પ્રસંગે તમને મળે નહિ. આવેલ પ્રસંગને દુઃખરૂપ માનવો એ ખોટું છે. દુઃખની બુદ્ધિ વધે છે અને વિચાર પણ સારા થઈ રાતા નથી અને તેથી આગળ સુખ પ્રાપ્ત થતું નથી તેમ તે વખતે પણ દુઃખજ લાગે છે. જગતમાં જે પ્રસંગ તમને આવી મળ્યો તેને ઉપર ઉપરથી જોઈ રખ કે દુ:ખને નવ ન કરે. દુઃખને આપનાર પ્રસંગને પણ જે તેને ઉંડાણમાં ઉતરી નિહાળશે તે કદાચ સુખને અર્પનાર માલમ પડશે અને સુખને અર્પનાર અધીક સુખ અર્પનાર માલમ પડશે. ઘણા પ્રસંગે એવા હોય છે કે જેમાં પ્રતીકૂલ થવાથી હાની થવાની હોય છે પણ મનુષ્ય પ્રતીકૂલ પક્ષનેજ સ્વિકારી લે છે એવે પ્રસંગે અનુકૂળ વૃત્તિ કરતાં જ સુખ ઉપજે છે. દાખલા તરીકે પ્રસંગે એક દિવસ વાદળ ચઢી આવ્યું. બે ચાર મિત્રો મળવા આવ્યા. તેઓ કહેવા લાગ્યા કે આજનો દિવસ ઉદાસી જણાય છે. કામ કરવામાં કાંઈ ઉત્સાહ જણાતો નથી. અન્ય મનુષ્ય કહ્યું, હા ભાઈ! સૂર્ય નારાયણ પ્રકાશીત નથી તેથી જ તેમજ જણાય છે; મને પણ તેવો જ વિચાર આવ્યો હતે. તેમના ગયા પછી વળી એક બીજો મિત્ર આવ્યો ને કહે આજનો દિવસ કે શાંત જણાય છે, બધું કેવું રમ્ય લાગે છે. મેં કહ્યું: હા ભાઈ! આજ શનિ ઘણું ભાસે છે. આવે સમયે બહાર કરવામાં રમશુંયતા લાગે. સૂર્યને તાપ તપ નથી; શીતળ પવનની લહેરી વહી રહી છે. પક્ષીઓ કોલ કરતાં આકાશમાં ઉડી રહ્યાં છે, પશુઓ આનંદમાં ઘાસચારો ચરી રહ્યા છે, સર્વત્ર શીલતાજ પ્રસરી રહી છે. કે આનંદજનક દિવસ ! હવે જે ઉપરના પ્રસંગના પહેલા મનુષ્યને બીજાને જે ઉત્તર દીધે તે દી હેત તે પ્રતિકુળ બાસત ને મન ઉંચા થાત, અર્થાત વિરોધી ભાસ થાત; અને બીજાને પહેલાના ઉત્તર કલાથી પણ તેમજ થાત. આ પ્રકારે આવા અનેક મુદ્ર પ્રસંગોને પણ અનુકૂળ વર્તવાથીજ લાભ હોય છે તમારે “સ” સુર વગાડવાના છે અને તેને બદલે “સ” ઉપર આંગળી ફેરવે તે સુનો અવાજ કઈ લાગશે અને આનંદ લાગશે નહિ પણ જ્યારે “સા” ઉપર આંગળી ફરશે ત્યારે જ મધુરતા, આનંદતા લાગશે. તેમજ વગાડવામાં પણ ઉત્સાહ લાગશે. આજ પ્રકારે જગતરૂપ વીણાના સુરેમાં પણ સમજી લે કે કલેશનું ચિંતવન ન કરતાં આનંદનું ચિંતવન કરશે તો તમને આનંદજ ભાસશે.