Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ મનુષ્ય. ૨૮૮ મનુષ્ય. ( લેખક–એક સ્ત્રી. ) પ્રત્યેક મનુષ્ય રત્નની ખાણ છે. પ્રત્યેક મનુષ્ય સંપત્તિને મોટામાં મોટો ભાગ છે. રત્નની ખાણમાં જેમ ઘણુ રને છે અને બેઇમાં ઓછાં છે તેમજ મનુષ્યની બાબતમાં પણ છે. જે પ્રત્યેક મનુષ્ય પિતાની રત્નની ખાણને ખેલી તેને યથાર્થ ઉપયોગ કરે તે જગત સ્વર્ગ સમાન આનંદનીય બની રહે. લોકિક ખાણને બેદી તેમાંથી રત્નને કાઢતાં પરિશ્રમ પડે છે પણ જ્યારે તે પરિશ્રમને સહન કરી ખાણુને દવામાં આવે છે ત્યારે જ રન રંગ પડે છે, માટે પરીશ્રમ કરે છે તેને જ તે મહા મૂલ્યવાન ખજાનો સાંપડે છે. પ્રત્યેક મનુષ્યની બાબતમાં પણું આમ હોવાથી પ્રત્યેકે પોતે જ પ્રયત્ન કરી શોધી કાઢવાનું છે. જ્યાં સુધી મનુષ્ય પોતે જ પોતાની ખાણ ખોદી તેની અંદર રહેલ અમૂલ્ય ખાને શોધી કાઢવા પ્રયત્ન કરતો નથી ત્યાં સુધી તેમાં રહેલ અમૂલ્ય ભંડાર તેને પ્રાપ્ત થતો નથી. અન્ય મનુષ્ય બીજા મનુષ્યનો ખજાનો શેધી કાઢવા અસમર્થ છે. મનુષ્ય પતિજ તે શોધી કાઢવા સમર્થ છે તેમજ તેને ઉપભોગ પણ તેજ ભોગવી શકે છે અન્યને તેને ઉપભોગ પણ આપી શકે તેમ નથી, તેમ તેને સંગ્રહ કરવા તેજ અધિકારી છે. તમે એક નદિ વહેતી જોઈ ઉત્તમ વિચારને પ્રગટાવો પણ તેથી નદિને કાંઈ લાભ થઈ શકે તેમ નથી. મનુષ્ય માત્રની ફરજ છે કે પ્રત્યેક મનુષ્ય પોતાના રત્નને પોતે જ ખોદી કાઢવા જ્યાં સુધી અમૂલ્ય રને હાથ ન આવે ત્યાં સુધી ખાણને બાદ ખેદ કરે. તમારે વિચાર વડે, ચોગ વડે તે રતનેને બહાર કાઢવાનાં છે. ઉપર ઉપરના કચરાને સાફ કરી નાખવાની પણ ફરજ તમારે માથેજ છે. મનુષ્ય પોતાની ખાણને બરાબર ઓળખતા નથી તેથી જ તેઓ દુઃખી હોય છે. ઘણા મનુષ્યોને ખાણ ખેતાં આવડતી નથી તેથી ઉપરના કચરાને જોઈને જ નાસીપાસ થઈ જાય છે. વસ્તુત: તે કરે છે માટે તેને દૂર ફેંકી દેવાનો છે. અંદર ઉંડા ઉતરે. તરતજ રત્નો તમને જડશે. પ્રત્યેક તેમ કરવાનું સામર્થ્યવાન છે પણ તેને ખોદવાને પ્રત્યેકને માર્ગ જુદો જુદો હોય છે. અમૂલ્ય રત્ન મેળવવાને અધિક સમય તેમજ અધિક વિઘ નડે છે પરંતુ હીંમતવાન દૃઢતાથી તે ખાણ ખોદતાં થાકતું નથી, આળસી જતો નથી, અસંતોષને સેવ નથી, ગમે તેટલાં વિદો આવે પણ તેને મારી હઠાવે છે, ઉત્સાહને સેવે છે, તે મેળવવા અધીક તેમ વેગવાળી વૃત્તિથી ઉત્સુક હોય છે. આગ્રહ ને ઉત્સાહથી જ કાર્યની સિદ્ધિ થાય છે. ધૈર્યને ધારણ કરવાથી કામ પાર પડે છે માટે મહેનતથી ડગે નહિ. આવો ખજાને તમારા હાથમાં છતાં તમારે શું દરિદ્ર રહેવું છે? સુદ ધન મેળવવા માટે મનુષ્ય કેટલા પ્રયત્નને સેવે છે! તે આ તે અમૂલ્ય ખજાને મેળવવાને છે તો પછી તેને માટે કેટલા અપરિમિત પરીશ્રમની અગત્ય છે તે વાંચકને સહજ સમજાઈ જશે. અધર્મ અને અન્યાય માર્ગની પ્રકૃતિથી આ ખજાને મળી શકતો નથી પણ ધર્મ અને ન્યાય માર્ગની પ્રકૃતિથી આ ખજાને મળે છે અને લાભો ઉપજાવે છે; પણ મનુષ્યએ સારા બોટાના અંદરના ભાગમાં રહેલ તત્વને સમજવું જોઈએ. જેઓ આ પ્રયત્ન કરતા નથી તેઓ કાર્યમાં વધતા નથી. સારામાંજ શુદ્ધ તત્વ હોય છે એટલું જ નહિ પણ ખોટામાંથી પણ ઘણીક વખતે શુદ્ધ તત્વ દ્રષ્ટિએ પડી આવે છે. માટે શોધક બુદ્ધિ રાખવી એ મનુષ્યની ફરજ છે. આ ખાણુને પ્રાપ્ત કરવા માટે નિરંતર પરી

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36