Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ જગત ૨૮૧ છો અને તે જે તમે બરાબર મન, વાણી અને ક્રિયાથી સિદ્ધ કરેલ હોય છે તે તેના જ આ બધા પડઘા છે; માટે અમુકથી મને અમુક પ્રાપ્ત થાય છે એમ માનતા નહિ. તમે જગત પ્રતિ પ્રેમ, શુદ્ધ બુદ્ધિ, દયાભાવ, સમતાભાવ, તમારી વાણી, વર્તન અને વિચાર પ્રસાર, તમને તેજ પાછું મળે તેમ છે. જો કે આ કરવું પ્રથમ તે સહજ કઠીન લાગશે પણ અભ્યાસ થતાં સરળ થઈ જશે. જેમકે પહેલી ચોપડી ભણનારને બી. એ. ને અભ્યાસ ઘણો જ કઠીન લાગે છે પણ ઈન્ટરમીડીએટ ભણનારને તે એટલો બધો કઠીન ન લાગે, તેમજ પ્રથમ શરૂઆત તે અધીક કઠીન ભાસશે પણ ધીમે ધીમે તમારો રસ્તે સરળ અને સુગમ બની જશે. નાનું ટાંકણું પથ્થરને ફોડવા સમર્થ છે તેમજ તમારી થોડી થોડી ક્રિયા પણ વિકટતા રૂપ પથ્થરને ફેડવા સમર્થ થશે. આમ છે માટે નિત્ય થોડી થોડી ક્રિયા કરી વિકટતા રૂપે પથ્થરને ફાડી નાખજે. નિરસાહી ન થતાં તમે પ્રાણી પદાર્થ માત્રનું શુભજ તો. તમે તમારા વર્તન, વિચાર અને વાણીમાં સર્વનું શુભ જુઓ. સર્વત્ર પ્રેમભાવ જ રાખો. આમ કરશે એટલે તમે જેને ઈચ્છક છે કે પદાર્થ ધીમે ધીમે તમને પ્રાપ્ત થશે અને તમે અનંત સુખ-નિરાબાધ સુખની પ્રાપ્તિ કરી રાકશો. આરસીની અંદર જેમ આપણે પિતાને જ આકૃતિ તેને સન્મુખ ધરતાં પડે છે તેમજ જગત પણ આરસી જેવું છે, તેમાં આપણું પ્રત્યેક વિચાર, પ્રત્યેક ક્રિયા તેમજ પ્રત્યેક બોલેલા શબદની આકૃતિ પડે છે પણ આપણે તેને ન જાણતા હોવાથી આપણી જ વિચાર, વાણી તેમજ ક્રિયાની આકૃતિ આપણે બીજાની કહીએ છીએ. એક અમ મામડીઓ પિતાની છબીને ઓળખી શકતો નથી અને અંતે બીજા કોઇની છે એમ માને છે તેમજ આપણું પણું અજ્ઞાન દશાને લઇને તેવું જ માનીએ છીએ. આપણે જે મુખ ઉપર મેશ ચોપડી આરસીમાં જોઈએ છીએ તે આપણું મુખ્ય મેઘવાળું દેખાય છે તેમજ આપણે જે ક્રોધ, ઈર્ષા, અસૂયા વગેરેને ધારણ કરીએ છીએ તે આપણને તેવું જ માલમ પડે છે. જો તમે પ્રસન્નતાથી જગત તરફ જુઓ છો તો સામી પ્રસન્નતાની આકૃતિ માલમ પડે છે. તેમજ તે આરસીમાં બે દુઃખ, ભય, શેક વગેરે વિકારોથી જુએ છે તે સામી તેવીજ આકૃતિ જણાય છે. તમે તે વખતે એમ નથી જાણતા કે આ તો મારા પોતાના વિચાર, ક્રિયા અને વાણુની આકૃતિ છે પણ ઉલટી તેને દોષ અન્યને આપે છે. તમે જે અખંડ આનંદમાં રહે છે તે તમે ભયની આકૃતિ જોઈ શકતા નથી પણ સર્વત્ર આનંદની વૃત્તિને જ નિહાળે છે. આરસી સન્મુખ ગુલાબનું પુષ્પ ધર્યા પછી તેમાં કાંઈ થોરની આકૃતિ જણાય તેમ નથી પણ ગુલાબજ જણાશે અને પર ધર્યા પછી તેમાંથી ગુલાબ જોવાની આશા રાખવી એ શું યોગ્ય ગણાશે? આ પ્રકારે જ જે તમે આનંદને તમારી વિચાર, વાણું અને કૃતિમાં સેવતા નથી તો પછી આનંદ સર્વત્ર જોવાની ઈચ્છા રાખવી પણ યોગ્ય નથી અર્થાત જોઈ શકતા નથી. તમને જે ભય, શેક, દુઃખ, દીનતા, કલેશ આદિ જેવું ન ગમતું હોય તે પછી તમારી વાણ, વિચાર અને કૃતિમાં તેને દેશવ આપો; સર્વત્ર ઉદાર વૃત્તિવાળા થાઓ. અમુક દરિદ્રી છે, અમુક પણ છે એવો કોઈને માટે પણ વિચાર ન કરો. કેવળ વિચારથી જ દરિદ્રતા અગર કૃપશુતાની છબી તમારી આગળ ન ર એટલું જ નહિ પણ વાણી અને કૃતિથી પણ ન ર. તમે જે અન્યને દરિદ્રી જોશો તે તમારી આકૃતિ જગતરૂપ આરસીમાં પણ તેવી જ જણાશે. તમે કોઈને પણ માનતા નહિ. સર્વ ઉપર સમાનભાવ, ત્રિીભાવ રાખો. તમારી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36