Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ २८४ બુદ્ધિપ્રભા. વિયોગ કરાવી રાજ્યમાં અનેક જાતિના કલહ કરાવ્યા છે. ધિક્કાર છે સાવકી માતાઓ હમને ધિક્કાર છે તમારા પ્રપંચ કુશળ ચારિત્રને તથા પી સ્વભાવને ! જ્યારે સ્ત્રી સાવકી માતાના રૂપમાં બદલાઈ જાય છે ત્યારે તે માનુષી ભરી પીશાચી બની જાય છે. અમે કહીશું કે ધિકાર છે તેવી માતાઓને. સાવકી બાતાઓ! તમે અનેક પ્રપંચે કરીને અનેક સુકુમાર ૯ોમાં અગ્નિની ધગધતી લોકલાકાઓ ખોસી દીધી છે! રાજા નવી રાણીની સુંદરતામાં લુબ્ધ હતો છતાં તે સાવકી માતાના પ્રપંચોને જાણી ગયો હતો, પણ તે કંઇ પણ બોલી શકો નહતો. તેણે કલેશનું મોટું કાળું કરવાના ઈરાદે જ આ માર્ગ સ્વિકાર્યો હતો. રાજપુત્ર પણ જાણું ગ કે પિતા મહારાપર ગુસ્સે નથી પણ સાવકી માતા પિતાને વાત કઈ વખતે કરશે-કરાવશે તે અગમ્ય છે, એમ જાણીનેજ પ્રીય પિતાએ પોતાને તેનાથી દૂર કહેવાની ગોઠવણ કરી હશે એવું રાજપુત્રને જણાયું. ખરેખર ! ભક્તિ તે આનું જ નામ ! અવળાને સવળે અર્થ લેવાય છે. એ પિતૃ ભકત રાજકુમાર પિતાની સુંદર સુકમાર પત્નીને લઇને તક્ષશિલા તરફ ચાલી નીકળ્યો. નવી રાણી તિક્ષ્યરક્ષિતાએ રાજપુત્રને રાજાથી દૂર કાઢયો તેનું કારણ નરાળું જ હતું. તે સાવકી માતા હતી તેથી રાજપુત્ર પર તેને ગુસ્સો તો હતો જ પણ તેથી જ તે અટકી બેસવા ધારતી નહતી. હવે તેણે રાજપુત્રનું બીલકુલ કાટલું કાઢવા ધાર્યું, ને તેનો રસ્તો ગ્રહણ કર્યો. કુમાર કુણાલ તક્ષશિલા ગયા બાદ રાણેએ છ માસ સ્વસ્થતાથી કાઢી નાંખ્યા ને પછી પોતાની શેત્રજની રમત શરૂ કરી. તેણે હવે એક પત્ર તૈયાર કર્યો ને તે તક્ષશિલાના એક બીજા સ્થાનિક અમલદારને મોકલવા ગોઠવણુ કરી. રાજા હમેશાં જેવી રીતે કાગ તૈયાર કરતો તેવી રીતે જ રાણીએ આ પત્ર બીડી લાખની રસીલ કરી તૈયાર કર્યો હતો કારણ રાજાના ચિરપરિચયથી રાણી રાજાની દીનચર્યા કે કૃતથી અજ્ઞાન રહેતી નહિ. હવે માત્ર રાજાના આગલા બે દાંતની મહાર કરાવવાનું બાકી હતું તે પણ રાણેએ ઘણાજ પ્રપંચથી કરાવી લીધું. એક દીવસ રાજાના ભાણમાં કેફી પદાર્થ નાંખી તેને બેભાન કરી નાંખી પેલા લાખના સીલપર રાજાના બે દાંત દાબી દીધા. તે આ રીતે લાખના સીલપર મોર બરાબર થઈ રહી. રાણીનું કામ બરાબર પાર ઉતર્યું. તે ફતેહ પામી. તેને દાવ છતી. તેણે જેમ રાજ પોતાના કુમારપર આજ્ઞાપત્ર મોકલે તેવીજ રીતે આ દુએ તે પત્ર રાજપુત્ર કુણાલપર રાળના ખાસ નોકર સાથે રવાના કરી દીધો, વાંચક! આ પત્રમાં શું લખાયું હતું? કંઈ કલ્પના આવે છે? અરેરે ! તેમાં બિચારા નિરપરાધી કુણાલના સંર્વનાશના વર્તમાન હતા તે આગળપર વાંચકને સાદર કરીશું. પત્ર લઈ જનાર નેકરે તે પત્ર સુરક્ષિતપણે તક્ષશિલા જઈ કુણાલના હાથ નીચેના અધિકારીને આ. અધિકારીએ પગપર પિતાનું શીરનામું વાંચમું ને અજબ થઈ રહ્યા. કારણ અધાપિ તેના સરનામાનો પત્ર આવ્યાજ નહ. સર્વ પત્રો રાજકુમાર કુણાલના સરનામાનાજ આવતા ને આજે આમ કેમ? હશે! પત્ર કેડી જોવામાં હરક્ત નથી એમ વિચારી અધિકારીએ ધડકતે દી તે પત્ર ફેડ, ને વાંચ્યા પણ રે હાય ! તે પત્ર વાંચતાંજ તેના હૃદયને વિજળીના જેવો સખ્ત આંચક લાગે. એવે તે શો મજકુર સમાયેલ હતો. તે પત્ર નીચે મુજબ હતા.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36