Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૨૮૬ બુદ્ધિપ્રભા. જે કોઈ પણ ખરે પિતભા પુત્ર હોય તે તે કુણા જ હોવું જોઈએ. પિતાની આજ્ઞા તે ઇશ્વરની આજ્ઞા સમજીને તેણે તેનું પાલન કર્યું છે. દિલગીરીનો એક શબ્દ, દુ:ખને એક સુસ્કાર કે ફોધનો એક હરફ પણ ઉચ્ચાર્યા વિના-હસતાં હસતાં એવી કાર પિતૃ આજ્ઞાનું પરિપાલન કરવામાં તેણે એક પળ પણ વિલંબ લગાયો નથી. ધન્ય છે એ કિટ પિતભક્ત રાજકુમારને. અરે! કોઈ ગરીબી કે સંકટમાં ઉછરેલ પુત્ર-પિત આજ્ઞા પાળે તો તેને ઓછું લાગે પણ જે વિલાસ વૈભવમાંજ છિર્યો છે, જેની દેહલતા માખણ જેવી મૃદુ છે, જેને છીંક આવતાં સેંકડે દાસદાસીઓ ખમા ખમા કરતી હાજર થઈ જાય છે, જે ભાવીને રાજા છે. એવા સુકુમાર રાજકુમારને અત્યંત દુઃખ દરીયામાં-પિતૃભકિતની ખાતર યાહેમ કરતાં વિલંબ ન લાગ્ય! એમને ધન્ય છે. વળી ધન્ય છે તેની પતિવ્રતા પત્નીને! તેણીએ પણ પિતાના પતિને પિત આજ્ઞા પાલન કરતાં રોકો નહિ. પણ ધીરજ રાખી શાંતિથી તેની સાથે અરયમાં ચાલી નીકળી. અહા ! દેવી ! તને પણ ખરેખર ધન્ય છે ! પતિની ઇચ્છાને માન આપી પોતે પણ અરયનાં ઘેર દુઃખ સહન કરવા કટિબદ્ધ થઈ. આજની સ્ત્રીઓ ! અમે તમને કુણાલની પનિની આ વખતની સ્થિતિ વૈર્યતા–શાંત ચિત્તવૃત્તિ-અને પતિભક્તિ તરફ લક્ષ આપવા કહીએ છીએ. જુવો ! જુવો! કુણાલ પત્ની કેવી પતિભક્તિવાળી અને સહનશીલ છે. કેવા પ્રકાસ્નાં દુઃખ સહન કરતા તે તૈયાર થઈ છે ! જુવો આ અંધ રાજપુત્ર ને કુણાલ પત્ની ' કુણાલ પત્ની પતિને દોરતી ચાલી જાય છે. અહા ! આદર્શ પુત્ર-આદર્શ પુત્ર વધુ અને આદર્શ પતિ-તમને પ્રણામ. એઆજના પાશ્ચાત્ય વિધાથી અમૃત બનેલા ફેશનના દસ થયેલા-યુવાન પુત્ર ! પિતભાત કુણાલનું દ્રષ્ટાંત જોઈને તમારા જીવન સાથે તેનું જીવન સરખાવો. કયાં તમારી ઉઠંખલતા, પિતૃઆજ્ઞાને અવગણના કરવાની વૃત્તિઓ ! કયાં તમારે વડિલે પ્રત્યે અવિનય અને કયાં રાજકુમાર કુલની પિતભકિત ! અરે! આજના જુવાનીઆને પિતૃઆજ્ઞા પાળવી પડે, પિતાના ખાતર કંઈ અગવડ વેઠવી પડે, કે પિતાના ઠપકા સાંભળવા પડે, તે તેમના “નાકનાં ટીચકાં નડીયાદ તરફ રવાના થાય છે. અરે! કેટલાક પુત્ર તે મેલાઘેલા પિતાના પુત્ર કહેવરાવવા માટે પણ લાછમરે છે. હાય ! અધમ પુત્રો ! તમને જન્મ આપી આ સ્થિતિએ પિતાને શું આબદલે તમે આપે છે? જુઓ? જુઓ? આ કુણાલ તરફ ને કંઈક નવીન પાઠ શીખો ! રાજપુત્ર કુણાલ અને તેની સુંદર યુવાન પની! આટલા દિવસ સુધી સુખ અને આ નંદમાં મઝા કરતા હતા. અનેક દાસ દાસીએથી વિટલાઈ સ્વર્ગ સુખ અનુભવતા હતા. ઈચ્છાનુસાર ભોજન શયનને વિહાર કરતાં હતાં. આજે તેમની કસોટીને વખત આવી લાગ્યા છે. સુખ પછી દુઃખ આવે છે એ સૂત્ર અહીં સાક્ષાત્કાર થાય છે. એ નિયમાનુસાર તેમને આજે દુઃખને રાશી દાબી નાખવા ડેકી કરી રહ્યો છે. પરંતુ તે ગભરાયાકળાયાં કે દુખી થતાં નથી. દુઃખને દુઃખ માનતાં નથી પણ પિતૃઆજ્ઞાનું પાલન કરે છે. અરે ! પડે સંકષ્ટની શ્રેણી,” “દુઓના ડુંગરા આવે !” “ધરો સમભાવ અંતરમાં” “કબુને બાળ સારો એ!” પાદકર,

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36