________________
સઝાયઃખમાસમણ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું? ગુરૂ - ‘કરેહ’શિષ્ય - ઇચ્છે'(નવકાર.. “ધમ્મો મંગલ..” ની પાંચ ગાથા કહી ઉભા થઈને શય્યાતર આદિની વિધિપયેત્ બોલવું) ત્યારબાદ દૈનિકવત્ ઉપયોગની વિધિ, શય્યાતરનું ઘર પયંત તથા ગુરૂવંદન.
- ઈતિ પdયણા વિધિ સંપૂર્ણ - કેટલીક વિશેષ સુચના:• માંડલીયા જગમાં પ્રવેશ કરે તે દિવસથી જઘન્ય ૧૩ દિવસે દશવૈકાલીક સૂત્રના ચતુર્થ અધ્યયન રૂપ ‘છ જીવણિકા - અધ્યયનની ક્રિયા થયા પછી
વડી દીક્ષા અપાય.. • ઉત્કૃષ્ટથી જોગમાંથી નીકળ્યા હોય તે દિવસથી છ માસમાં વડી દીક્ષા આપી શકાય... • છ માસમાં વડી દીક્ષા ન થાય તો જોગ ફરીથી કરવા પડે.. • પયણાં બાદ કાલિક જોગ હોય તો વંદન કરાય, પરંતુ દેરાસર કે ઈંડીલ વિ. ન જવાય, જો તે પૂર્વે જાય તો દિવસ પડે,
જો દેરાસર કે ચંડીલ જવું હોય તો ક્રિયા બાદ જ સજઝાય-પાટલીની વિધિ પૂરી કરીને જાય. • કોઈપણ કારણવશાત્ આગળના અધ્યયનની ક્રિયા ન કરવાની હોય અને જોગની અનુજ્ઞા બાકી હોય, વચમાં પણ કરવાનું હોય તો, ગતદિન
એટલે પૂર્વના દિનના અધ્યયન વિ.નું નામ બોલી ‘પાલી?' કહીને પવેણાની ક્રિયા કરાવવી. • જોગની અનુજ્ઞા થઈ ગયા બાદ જોગનું નામ લઈ “વૃદ્ધિ દિન વિધિ-અવિધિ દિન જોગ દિન પેસરાવણી પાલી ?” આ પ્રમાણે બોલી વૃદ્ધિના દિન તથા પડેલા દિન ભરાય નહીં ત્યાં સુધી પણ કરાવવા, કેટલેક સ્થાને પહેલા દિવસ માટે ઉત્કાલિક જોગમાં ‘‘વિધિ-અવિધિ દિન જોગ દિન પસરાવણી'' તથા કાલિક જોગમાં “સંઘટ્ટ ઉલ્લંઘટ્ટ દિન જોગ દિન પૈસરાવણી'નો આદેશ બોલાય છે, તેમાં કોઈ વાંધો નથી. બંને પરંપરા દેખાય છે.