________________ -: સુચના :અનુયોગની વિધિ કરાવ્યા બાદ જ વડીદીક્ષા આપી શકાય.. જોગ દરમ્યાન ચોથા અધ્યયનની અનુજ્ઞા થયા બાદ વડી દીક્ષાના આગળના દિવસે સાંજે અનુયોગ થઈ શકે અને ત્યારબાદ જ વડીદીક્ષા થાય. વરસાદ કે અન્ય અસજઝાયના કાળ દરમ્યાન અનુયોગ ન થાય.. તો વડી દીક્ષાના દિવસે સવારે અનુયોગ કરાવી પછી વડીદીક્ષા અપાય. અનુયોગ સાંજે સૂર્યાસ્ત પૂર્વે તથા પ્રભાતે સૂર્યોદય બાદ અસ્વાધ્યાયના સમયને છોડીને જ કરાવાય.. જોગ વહન કરનારને જોગ ચાલુ હોય તો વડી દીક્ષાના આગળના દિવસે સાંજની ક્રિયા પૂર્વે અનુયોગ કરાવી, પછી સાંજની વિધિ પણ કરાવવું અથવા જો કારણે વડીદીક્ષાના દિવસે સવારે અનુયોગ કરાવવાનો હોય તો પ્રથમ અનુયોગ, પછી અધ્યયનની ક્રિયા, પછી વડી દીક્ષાની ક્રિયા, પછી પણ આ પ્રમાણે કરવું. * અકાળે વરસાદની 3 પ્રહરની અસજઝાય થાય, તેમાં અનુયોગ સંભળાવાય નહી કે વડીદીક્ષા અપાય નહીં. * બે પ્રતિક્રમણ, શ્રમણ સૂત્રો, પચ્ચકખાણ તથા દશવૈકાલીક સૂત્ર મૂળ - અર્થના પુસ્તકની આવશ્યકતા જણાય તો તૈયાર રાખવું. જ્ઞાનરૂપ ઔષધ અને ક્રિયા રૂપ અનુપાન દ્વારા આત્માનુભવન રૂપ અમૃત ચોગસાધતાથી પ્રાપ્ત કરી શકાય છે. - આગમોદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.