Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 6
________________ શ્રાવકોને જો શાસ્ત્રાધિકાર આપ્યો હોત તો, સ્યાદ્વાદ્ - નયનક્ષેપથી પરિપૂર્ણ સિદ્ધાંત સ્વરૂપ શાસ્ત્રને મારી મચેડ઼ીને ભોગનો જ અર્થ નીકાળે. ખંભાતના ઋષભદાસ કવિએ ‘રાજુલ વરનારી’ આદ્ય પદવાળી નેમનાથ પ્રભુની સ્તુતિમાં વર્ણન કરતાં લખી દીધું કે, ‘‘પરહરીએ પરનારજો..’’ કેમ..? કારણ કે શ્રાવક હતાં. જો આ જ સ્તુતિ સાધુ ભગવંતે બનાવી હોત તો લખત કે “પરહરીએ સર્વનારજો..’’ વાસ્તવિકતામાં પરનાર નહીં, નાર માત્ર ત્યાજ્ય છે. પૂ. સાગરજી મહારાજા વારંવાર પ્રવચનમાં ફરમાવતાં કે “જાજમ પર બેસી નિરંતર સીત્તેર વર્ષ સુધી પ્રવચન શ્રવણ કરનાર ગીતાર્થ બને અથવા નહી પરંતુ; ગુરુકુલવાસે યોગોદ્વહન કરનાર શાસ્ત્રાભ્યાસી શિષ્ય બાર વર્ષે ગીતાર્થ બની જાય’' આવો ક્ષાયોપશમિક તફાવત શ્રાવક અને સાધુ વચ્ચે સદાકાળ હતો, હશે અને છે. આ તો એક ઉદાહરણ છે, આવા તો કેટલાય દૃષ્ટાંતો છે અને ભવિષ્યમાં ઘટશે, તેથી જેને જેટલા શાસ્ત્રો ભણવાના અધિકારો ‘જીત મર્યાદા’માં પરંપરાથી ચાલે છે, તેમાં સ્વબુદ્ધિના મેળવણને નાંખી શ્રુતપયઃ રૂપી સમુદ્રના દુગ્ધને ફાડી નાંખવાનું નથી. અર્થાત્ અનધિકૃત ચેષ્ટા કરવાની બિલ્કુલ આવશ્યકતા નથી. નહીંતર શાસ્ત્રની સાથે સ્વાત્માનું અધઃપતન થશે. પરમ ઉપગારી મહાપુરુષોએ શ્રાવકને ‘હ્રષ્ટા – દિયા’ કહ્યા, એટલે ‘‘જેણે ગુરુગમ દ્વારા શાસ્ત્રોના માત્ર અર્થો પ્રાપ્ત કર્યા છે, ગ્રહણ કર્યા છે તે શ્રાવક’’ તેમજ નિશીથ સૂત્રમાં ‘જે સાધુ ગૃહસ્થને સૂત્રની વાચના આપે તેને ચઉમાસ પ્રાયશ્ચિત્ત કહ્યું છે.’ આ ઉપરથી સ્પષ્ટતા થાય છે કે શ્રાવકોને ઉપધાન દ્વારા આવશ્યકાદિ સૂત્ર ભણવા તથા સાધુ-સાધ્વીએ યોગદ્વહન કરવાપૂર્વક સૂત્રો ભણવા ત્યાં લગી અક્ષર માત્ર ન ભણવો. અંતમાં, શ્રી શ્રુતજ્ઞાનની આરાધના કરવા, શ્રી તીર્થંકર-ગણધર ભગવંતની આજ્ઞા પાલન, મનની એકાગ્રતા-ઉપયોગની જાગૃતતા તથા કાયક્લેશના માધ્યમે જ્ઞાન-ક્રિયાની (જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષઃ તત્ત્વાર્થસૂત્ર) અપૂર્વ આરાધના કરવાના કારણથી જ યોગોહનની ઉજ્જ્વળ પરંપરા છે.. જે મોહનીયના વિશિષ્ટ ક્ષયોપશમને તૈયાર કરી યોગ્યતા અર્પણ કરે છે. આ ઉજ્જ્વળ પરંપરા જ આપણા આત્મામાં અજ્ઞાન રૂપી અંધકારનું તામસ દૂર કરી સમિત સૂર્યનું અજવાળું પાથરશે, સમકિત સૂર્ય પર પ્રમાદ-અજ્ઞાન કે કર્મરૂપી વાદળોથી આચ્છાદિત નભોમંડળના અંધકારને દૂર કરવામાં આ સંવર્ધિત આવૃત્તિ અચૂક સહાયક બનશે.. આ પ્રતમાં ખૂબ વિસ્તારપૂર્વક બાલજીવોને સચોટ અને સત્ય યોગસાધનાનો માર્ગ મળે તે જ આશયથી વિવેચન-લખાણ તૈયાર કરેલ છે, તેમજ આપણા પૂર્વજ સમ ગુરૂદેવોની યોગ સંબંધી કલમો પ્રાપ્ત થઈ છે, તે યથાયોગ્ય સ્થાને મૂકેલ છે. વડીલ ગુરૂ બન્ધુ પૂ. પંન્યાસ શ્રી નયચન્દ્રસાગરજી મ.સા. તથા મુનિ શ્રી પદ્મચન્દ્રસાગરજી મ.સા.ની તાત્ત્વિકદૃષ્ટિ તલે આ પ્રતિને પરિશીલન કરી આપેલ છે, તેથી તેમના સહયોગ બદલ ઋણી છીએ. આ પ્રતમાં કોઈ વ્યક્તિગત માન્યતા કે પૂર્વાગ્રહથી રહિતપણે સંપાદન કર્યું છે. છતાં છદ્મસ્થ અને અલ્પમતિવાળા મારા દ્વારા કોઈ ભૂલ થવા પામી હોય તો, તે બાબતે અમારું ધ્યાન દોરશો. આગામી આવૃત્તિના પ્રકાશન સમયે સુધારી લેવાય.. - પૂર્ણચન્દ્રસાગર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42