________________
ગુરુ મ. વાસક્ષેપ કરતાં નિત્થારપાર Trદોદ કહે. શિષ્ય તહરિ' કહે, નવકાર ગણવાપૂર્વક ત્રણ વાર નંદી સંભળાવે, તે ત્રણ વખત અલગ અલગ ત્રણ વાર વાસક્ષેપ કરે. પછી ખમાસમણ દઈ
ઇચ્છકારિ ભગવન્! મમ મુંડાવેહ, મમ પવાહ!મમ વેસં સમપેહ!” આ પાઠ ત્રણ વાર શિષ્ય પાસે બોલાવે અને ચરવળો નીચે મૂકાવે.
૦ ૦ ૦ સાધુ વેષ (ઓશો) પ્રદાન વિધાન 0 0 0 દીક્ષાર્થીના પરિવારજનો છાબમાં લાવેલ ઓઘો-મુહપત્તિ ગુરુમ. ને વહોરાવે. ગુરુ મ. ઊભા થઈ વર્ધમાનવિદ્યાથી વાસક્ષેપ દ્વારા ઓઘાને અભિમંત્રિત કરે. (૭-વાર ગુરુ પરંપરા વિદ્યાથી)
ઓઘો આપતાં શિષ્યનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં કે ઈશાન ખૂણામાં રહે તે રીતે દીક્ષાર્થીને રાખવા. શિષ્ય (દીક્ષાર્થી)ને જમણી બાજુ ઓઘાની દશીઓ આવે તે રીતે ઓઘો આપવાનો છે.
ઓઘો જાળવીને શિષ્યના હાથમાં નીચેની વિધિપૂર્વક આપવો. (ભોંય ન પડે તે રીતે) ગુરુ ઊભા થઈ (ઉપરોક્ત નિર્દેશ મુજબ) મુહપત્તિ ઓઘાના દોરે બાંધી ઓઘો આપતાં
એક નવકાર ગણી “સુપરિગ્રહીયં કરેહ” વાક્ય બોલે શિષ્ય “ઇચ્છે' કહી ઓધો માથે ચઢાવી આનંદથી નાચે પછી ભગવાનને નમસ્કાર કરવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દેઈને ગુરુ મ. ને નમસ્કાર કરીને સાધુવેશ પહેરવા જાય.