________________
આગમ વિશારદ પૂ. પંન્યાસ ગુરુદેવશ્રી અભયસાગરજી મ. ની વાચના-વ્યાખ્યાન સંગ્રહમાંથી ઉદ્ધત
૦ ૦ ૦ દીક્ષા સંબંધી કેટલીક પ્રશ્નોત્તરી ૦ ૦ ૦. પ્ર. દીક્ષાર્થીના ઉપકરણોના ચઢાવા બોલાય તે દ્રવ્ય શેમાં લઈ જવાય? ૬. દીક્ષાર્થીના ઉપકરણોના ચઢાવા બોલાય તે અત્યારના પ્રવાહથી શરૂ થયા છે. તે શાસ્ત્રીય દૃષ્ટિએ બરાબર નથી લાગતું. દીક્ષાર્થીના
પરિવારવાળા જ વહોરાવે તે યોગ્ય લાગે છે. ઉપધિ સહિત શિષ્ય વહોરાવવાનું વિધાન કલ્પસૂત્રાદિ શાસ્ત્રોમાં છે. આવો લાભ ક્યારેક જ મળતો હોય છે. કુટુંબીજનો વહોરાવે તે વખતે તેઓને યોગ્ય નિયમ આપી શકાય. ચાણસ્મા જેવા જૂના સંઘોમાં આજે પણ ઉપકરણના ચઢાવા નહીં બોલવાની પરંપરા ચાલુ છે. છતાં સંઘમાં આવક અને અન્ય જનોને ઉત્સાહ વૃદ્ધિના હેતુથી પરિવારવાળા બોલીની રજા આપે તો બોલાવી શકાય. તે રકમ જો જ્ઞાનના ઉપકરણ (પોથી-નવકારવાળી)ની હોય તો જ્ઞાન દ્રવ્યમાં અને ચારિત્રોપાસનાના ઉપકરણ (દાંડો
પાતરા-ઉપધિ)ની હોય તો વૈયાવચ્ચ ખાતે ગુરૂદ્રવ્યમાં જાય. પ્ર. દીક્ષા લેતી વખતે કપડાં ઉપર નંદાવર્તની આકૃતિ શા માટે? ઉ. દીક્ષા લેતી વખતે કપડાં ઉપર અષ્ટ મંગળમાંથી માત્ર નંદાવર્તનું આલેખન કરવાની પરંપરા જિતકલ્પ વિહિત છે. દીક્ષાર્થીને સંસારની અટપટી
આંટીઘૂંટીમાંથી નીકળવાનો ઉત્સાહ દર્શાવવા માટે નંદાવર્તનું આલેખન કરવામાં આવે છે. નંદાવર્ત કપડાંમાં પીઠના ભાગે કરવાનો છે. નંદાવર્તનો આકાર મંગળ તો છે જ સાથે સાથે અટપટા સંસારનું પ્રતીક પણ છે. ગમે ત્યાં ફસાવી દે તેવાં સંસારના આંટીઘૂંટીવાળા મોહજન્ય ભાવોને પીઠ બતાવવાની છે. મતલબ તેનાથી વિમુખ રહેવાનું છે. માટે જ પીઠમાં નંદાવર્ત થાય છે. નંદાવર્તમાં આલેખન કરવું. તે સાધુ સાધ્વીજી ભગવંતોની ક્રિયા નથી અને તેઓ કરે તો દોષને પાત્ર થાય. વહોરાવ્યા વગરના વસ્ત્રાદિનો સાધુ-સાધ્વીને શું અધિકાર છે ? હજુ તો ગૃહસ્થની માલિકી છે.