________________
પ્ર. ચોખા શા માટે? ૬. ચોખામાં ડાંગરનું છોતરું નીકળી ગયું છે. ડાંગર હોય ત્યાં સુધી ઉગ, પણ ચોખા ઉગે નહીં. તેમ સંયમી, સંસારનું છોતરું કાઢી નાંખી હવે ક્યારેય
જન્મ ધારણ કરવો ન પડે તેવો આ માર્ગ છે. તે જણાવવા પૈસાની સાથે થોડા ચોખા ભેળવે. ચોખાનું પ્રમાણ બહુ જ સામાન્ય હોય. વદાન માત્ર દીક્ષાના પ્રસંગે જ અપાય - ઉછાળાય. દીક્ષા સિવાયના કોઈપણ પ્રસંગે વર્ષીદાન દેવાય નહીંદર્શન-પૂજા કરવા જતાં કે અન્ય પ્રસંગોમાં (વરઘોડા વિગેરેમાં) વર્ષદાન ન અપાય (ઉછાળાય નહીં) અલબત્ત, દાન અપાય. કોઈના હાથમાં આપવું, કામ લાગે તે રીતે આપવું તે દાન છે. પૈસાને ખરાબ માની ફેંકી દેવું, તે વપદાન છે. આ જિતકલ્પના વિવે ક સહુએ સાચવવો. બંનેમાં યોગ્યતા અને અધ્યવસાયો ભિન્ન ભિન્ન છે. મતિભ્રંશ કે શંકા-કુશંકા ન થાય તે ધ્યાન રાખવું...!*
* વળી વર્ષીદાનમાં ચોખા એટલા માટે કે ચાખામાં સહજ રીતે પાકો પારો હોય છે અને પાકા પારાનું તાંત્રિક વિધાનોમાં બહુ મહત્ત્વ હોય છે. અહીં એ મહત્ત્વ છે કે ચોખો ઉછાળવાથી ઉછાળનાર વ્યક્તિને કોઈની દુષ્ટ નજર ન લાગે, કોઈ દુષ્ટ તત્વ હેરાન ન કરે. આવા આશયથી યંત્ર-તંત્રની જેમ અહીં ચોખા ઉછાળવાનું વિધાન છે. એવો જાણકાર વ્યક્તિઓનો અભિમત છે. તા.ક. - પૂ.પંન્યાસશ્રી નયચન્દ્રસાગરજી મ.ની સંપાદિત “દીક્ષાવિધિ"પ્રતમાંથી સાભાર - ઉદ્ભૂત.
શ્રી દીક્ષાવિધિ