Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 32
________________ ઈશાન ખૂણા તરફ આભરણાદિક ઉતારી બેસીને (ત્રણ ચપટી લેવાય તેટલા વાળ રાખી) મુંડન કરાવે, પછી ઠંડા પાણીથી સ્નાન કરી, ઈશાન ખૂણા સન્મુખ ઊભા રહી સાધુ વેશ પહેરે પછી ગુરુમની પાસે (વાજતે-ગાજતે) આવી ‘મયૂએણ વંદામિ' કહે.' ખમાસમણ દઈ.ઈરિયાવહી પડિક્કમે. ખમાસમણ દઈ શિષ્ય બોલે.. ઈચ્છકારિ ભગવન મમ પવ્યાવહ, મમ મુંડાવેહ, મમ સવ્યવિરઈ સામાઈયં આરોહ” (ગુરુ - આરોમિ) પછીખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!મુહપત્તિ પડિલેહું?” (ગુરુ-પડિલેવહ) શિષ્ય ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહે. • (નાણને પડદો કરાવી) સ્થાપનાચાર્ય સન્મખબ વાંદણા દેવડાવે, પછી (પડદો લેવડાવી) ભગવાન સન્મુખ ખમાસમણ દઈ, “ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હ અમ્હ સમ્યકત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિકસર્વવિરતિસામાયિક આરોવાવણી કાઉસ્સગ્ન કરાવેહ' (ગર) કરાવેમિ' (શિષ્ય) ઈચ્છું', સમ્યકત્વસામાયિક-શ્રુતસામાયિક-દેશવિરતિસામાયિક - સર્વવિરતિસામાયિક આરોવાવણી . કરેમિ-કાઉસ્સગ્ગ અન્નત્થ0' કહી, ગુરુ-શિષ્ય બંને એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધીનો) કાઉસ્સગ્ન કરે, પારીપ્રગટ લોગસ્સ કહે. લોચ વિધાન શિષ્ય આસન ઉપર ગોદોહાસને (ઉભડક પગે) બેસે, તેની ચારે બાજુ સાધુઓએ કે સાધ્વીજીઓએ (યથાયોગ્ય) કાંબળી આદિ દ્વારા પડદો કરવો. શુભ લગ્નવેળાએ (મુહૂર્ત અવસરે) ઊંચા વ્યાસે ત્રણ નવકાર ગણવાપૂર્વક ગુરુ શિષ્યના માથેથી ત્રણ ચપટી કેશનો લોચ કરે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42