Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 12
________________ માંગણીના કારણે ૩ શિબિર શ્રી સંઘમાં, ૧ શિબિર મધુમતી સંઘ તથા ૧ શિબિર મહાવીર સોસા. સંઘમાં. ૮૦૦ શિબિરાર્થીઓને પમાડ્વા દ્વારા સંપન્ન થઈ, જેના વિષયો વર્તમાન યુગને આશ્રયી ખૂબ રસપ્રદ રહ્યા. શિબિરમાં પ્રવચનદાતા મુનિશ્રી આગમચન્દ્રસાગરજી મ.સા. હતાં.. તેમજ ‘પૂજાવિધી’ - ‘પ્રતિક્રમણ રહસ્ય’ તથા ‘બાર વ્રત’ના વિષયોને આવરતાં રાત્રી પ્રવચનો પ્રતિ દિન ૯ થી ૧૦ ક. રહેતા. તેમાંય મુનિશ્રી દ્વારા ઘણા યુવકો ધર્મથી અભિભૂત બન્યા. • શ્રા.સુ.૨ થી શ્રા.સુ.૧૧ સુધી નવ દિવસીય શ્રી નમસ્કાર મહામન્ત્રની એકાસણા સમેત આરાધનામાંય ૧૫૦ જેટલા આરાધકો જોડાયા. જેમાં નવકાર મંદિર સમક્ષ નવ દિવસ અખંડ઼ જાપની વાત મૂકી. તુરંત આરાધકોની પડ઼ાપડી થવા લાગી. દિવસે પ્રાતઃ ૬.૦૦થી સાંજે ૬.૦૦ સુધી શ્રાવિકા વર્ગે અને સાંજે ૬.૦૦ થી સવારે ૬.૦૦ રાત્રીની જવાબદારી શ્રાવક વર્ગે લીધી. તદુપરાંત અન્ય વ્યક્તિ પણ ૧ માળા મંદિર સમક્ષ ગણે તો તેમની વિશિષ્ટ પ્રભાવના અર્થે ૧૦ પરિવાર જોડાઈ ગયા. લગભગ નવ દિવસમાં ૨૧૦૦ આરાધકોએ ૧૪ લાખથી વધુ સંખ્યામાં નવકાર જાપ કર્યો. તેના સમાપન પ્રસંગે ‘‘સવા લાખ શ્વેત પુષ્પો દ્વારા નવકાર પૂજન'' રાખ્યું હતું. • પૂ. પંન્યાસ પ્રવરશ્રી ચન્દ્રશેખર વિજયજી મ.સા.ના અગણિત ઉપકારોથી મંડીત નવસારી નગરી હોવાથી, તેમના કાળધર્મ નિમિત્તે સમસ્ત નવસારીના સંઘો તથા તપોવન સંસ્કારધામના સંયુક્ત ઉપક્રમે ભવ્યાતિભવ્ય ગુણાનુવાદ સભા થઈ, તેમાં ગુરૂદેવો, અગ્રગણ્ય શ્રાવકો - શ્રેષ્ઠીઓએ ઉદ્બોધન કર્યું. લગભગ ૪ કલાક ચાલનારી આ સભાનું સંચાલન નીલેશ રાણાવતે કર્યું. • મહાપર્વાધિરાજના સ્વાગતકાજે ‘પર્યુષણા વધામણાં’નો અનોખો ઉત્સવ ઉજવાયો. પર્યુષણા દરમ્યાન આઠે દિવસ ઉભયટંક પ્રવચનો થતાં, તેમાં અષ્ટાન્તિકાના પ્રવચનો, કલ્પસૂત્ર (ખીમશાહી) તથા બારસાસૂત્ર ઉપરાંત ‘અકબર મહારાજાનો પૂર્વભવ’, ‘ક્રિયા રહસ્યો’, ‘પૌષધ એક ઔષધ’ આદિ વિષયો પર પ્રવચનોના માધ્યમે અદ્ભુત છણાવટ કરી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા. પ્રતિ દિન સવારના પ્રવચનમાં ૧૦ -રૂ., બપોરના પ્રવચનમાં ૫રૂ., રાત્રે પ્રતિક્રમણમાં ૧૦ રૂ. તથા સંવત્સરીના દિને બારસા સૂત્ર વાંચન બાદ પ૦-રૂ. ની પ્રભાવના થઈ. પ્રત્યેક ટીપમાં પ્રતિવર્ષ કરતાં અધિકાધિક

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42