Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 21
________________ શ્રી દક્ષાવિધિ છે છે કે ના માંડવાની પ્રાથમિક તૈયારી ૦ ૦ ૦. ઉપાશ્રયમાં અથવા શુભ ભૂમિમાં મંડપમાં જગ્યા શુદ્ધ કરી નાણ માંડવી. • ઉપાશ્રય-મંડપને વિવિધ મંગલ વસ્તુઓથી શણગારવો. ઉપાશ્રયની બહાર મંડપમાં નાણ માંડવાની હોય તો તે ભૂમિ મંડપમાં સ્નાત્રપૂજાનું શાંતિજલ તથા વર્ધમાન વિદ્યા સૂરિમંત્રના વાસક્ષેપથી ભૂમિશુદ્ધિ કરવી. મુમુક્ષુ (દીક્ષાર્થીઓ) પ્રદક્ષિણા દઈ શકે તે રીતે જગ્યા રાખી ગુરુ મ. ની પાટ સમક્ષ નાણ ગોઠવવી. નાણ ઉપર ચંદરવો તથા ગુરુ મ.ના સ્થાને છોડ અને ચંદરવો બાંધવો. સ્થાપનાચાર્ય માટે ત્રણ બાજોઠ ગોઠવવા. ઉપર જરીનો રૂમાલ પાથરવો. • નાણ સન્મુખ ૪ દિશામાં તથા નાણની નીચે (કુલ-૫) ચોખાની ગલી (સ્વસ્તિક) કરવી - પાંચ શ્રીફળ તથા દરેક ગહુલી ઉપર ૧- ૧ રૂા. મૂકવા. ચાર વિદિશામાં ચાર દીવા મૂકવા તથા એક દીવો વધારે ચાલુ રાખવો. (કુલ ૫ દીવા) દીવો વ્યવસ્થિત (ફાનસમાં) મૂકવો. ક્રિયા સુધી ચાલે તે રીતે પૂર્ણ ઘી પૂરવું. વાટ નવી લેવી. ધૂપ ચાલુ રાખવો. ચાર ભગવાન પધરાવવાના સ્થાને (નાણમાં) ચંદનના સ્વસ્તિક કરી અક્ષત પૂરી (ચાંદીના સિક્કા અથવા ગિની ૧-૧ કુલ-૪ હોય તો શ્રેષ્ઠ) રૂપાં-નાણું મૂકવું. (૪-ભગવાનને આરાધકો વાજતે ગાજતે લઈને આવે.) ૧. હાલ ચાર દિશામાં ગર્ફલી કરવાની પરંપરા છે. કોઈક પ્રતો માં ચાર વિદિશાનું વિધાન પણ છે. ૩. ગર્લ્ડલી માત્ર ચોખાની જ કરવી, શ્વેત અખંડ અક્ષત મંગલ છે. ૨. વર્તમાન (૪+૧ ) ગહ્લી વિગેરે તૈયાર જ રાખવામાં આવે છે. મુમુક્ષુએ ચારે દિશામાં (મંગલ-બહુ માને માટે) ગહુલી કરવાની છે. વૃદ્ધ પુરુ કોના કથન મુજબ | જેટલા મુમુક્ષુ હોય તે બ લ ૪-૪ ગલી કરે, પરંતુ હાલમાં તે પ્રસિદ્ધ નથી.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42