Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 13
________________ ઉપજ થઈ. ૪૫ આગમ તાપત્રીય લેખન કરાવવા પડાપડી થઈ. છેવટે ઉછામણી દ્વારા આદેશ અપાયા, પૂજ્યશ્રીની સાધર્મિક ભક્તિની વાતને ઝીલીને એક જ પરિવારે સમસ્ત નવસારી જૈન સંઘની તપસ્વી શોભાયાત્રા, ત્યારબાદ સર્વનુ સ્વામિવાત્સલ્ય તથા પ્રત્યેક સહધર્મબન્ધનું પાદ પ્રક્ષાલન-કંકુતિલક ૨૦/-રૂ. દ્વારા ૭COOથી વધુ વ્યક્તિનું સંઘ પૂજન કરી સર્વોચ્ચ કક્ષાનો લાભ લીધો. પર્યુષણ પર્વ દરમ્યાન માસક્ષમણ ૧૬/૧૧૯ તથા અઠ્ઠાઈ આદિની સામુહિક તપશ્ચર્યા ૧૩૦ઉપરાંત થવા પામી હતી. પર્યુષણ પર્વના ૫ કર્તવ્ય તથા ૧૧ વાર્ષિક કર્તવ્યોને સામુહિક રૂપે શ્રી સંઘના વિવિધ આરાધકો દ્વારા પરિપૂર્ણ કરાયા, જેમાં ચૈત્યપરિપાટી-અઠ્ઠાઈ મહોત્સવાદિ થયા. આઠ દિવસીય પ્રભુભક્તિ ઉત્સવમાં ગુરુમિલન - ૭ પાટ પરંપરાપૂજન - ર૪ તીર્થપટ્ટ પૂજન - શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન – ૧૮ અભિષેક - ૧૦૮ સંતિકર સ્તોત્રના અભિષેક - સત્તરભેદી પૂજા વિ. સાથે એક દિવસીય ભવ્યાતિભવ્ય જીવંત પ્રદર્શની - જિનાલય શણગાર - દીપરોશની સાથે અદ્ભૂત અંગરચના કરવામાં આવી હતી. • ચાતુર્માસ દરમ્યાન પ્રશ્ન પહેલીકા - પ્રશ્નપત્ર – નવકાર મ7 શણગાર - પર્યુષણ પર્વની આમંત્રણ પત્રિકા સજાવવાની સ્પર્ધાઓના માધ્યમે સ્વગત જ્ઞાનની અભિવૃદ્ધિ તથા સ્વકળાને બહાર લાવવાનો અનોખો પ્રયાસ થયો, ઉત્સાહભેર સારી સંખ્યામાં સૌ જોડાયા હતાં. • પ્રતિ રવિવારીય બાલ સંસ્કરણ શિબિર તથા શ્રાવિકા વર્ગમાં પૂ. સા. શ્રી ગુણજ્ઞાશ્રીજી મ.સા. તથા પૂ. સા. શ્રી નિરાગપૂર્ણાશ્રીજી મ.સા. આદિઠાણા-૧૦ દ્વારા પ્રતિ દિન તાત્ત્વિક પ્રવચનો - સૂત્રાભ્યાસ - શનિવારીય ‘શ્રાવિકા સંસ્કરણ શિબિર’ વિ. ઘણા ઘણા નાના-મોટા કાર્યક્રમાદિ થયા હતાં. તેમજ અચ્ચે કારી ભટ્ટા સતી સ્ત્રી'' આધારિત ક્રોધ કેટલો ભયંકર છે તેનો બોધ આપતી શ્રી સંઘની બાલિકા દ્વારા અભૂત-સાંસ્કૃતિક નાટીકા ભજવાઈ હતી, જે માત્ર બહેનો માટે હોવા છતાં તેમાં 3000થી વધુ બહેનોએ ત્રણ કલાકની નાટીકા નિહાળી બોધ સ્વીકાર્યો હતો. • પર્યુષણા બાદ અચાનક અલગ-અલગ એપાર્ટમેન્ટના જૈન પરિવારો પૂજ્યશ્રીને પધરામણી અંગે વિનંતી કરવા આવવા લાગ્યા. પ્રતિ દિન સવારે ૬.૩૦ ક. સામૈયા સહ પૂજ્યશ્રીને વાજતે-ગાજતે પધરામણી કરાવતાં, એક કલાક પ્રવચનનો લાભ લેતા, બાદ સંઘપૂજન તથા શ્રીસંઘની નવકારશી કરાવતાં. આ પ્રવચનો દરમ્યાન પૂજ્યશ્રીએ નવરાત્રીમાં યુવક-યુવતીને જવાથી શું નુકસાન થાય છે ? વિ. વાતો તથા જૂનાં કપડાં-કાગળની પસ્તી, જૂનાં વાસણો

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42