Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 14
________________ વિ. ખાસ અનુકંપાદાનમાં આપવા પ્રેરણા કરી. સર્વેએ તે નિયમો ગ્રહણ કર્યા. નવરાત્રીનો ત્યાગ કર્યો. આ સીલસીલો લગભગ ૧૫ ૧૭ દિવસ સુધી ભિન્ન-ભિન્ન સ્થળોએ સ્વયંભૂ ચાલ્યો. - આસો માસની શાશ્વતી ઓળીમાં ૪ વર્ષથી લઈ ૮૦ વર્ષ સુધીના આબોલ-ગોપાલ જોડાયા. ૪ વર્ષની - ૬ વર્ષની છોકરી તથા ૫ વર્ષનો છોકરાઓ ખાસ; નવ દિવસ દરમ્યાન રૂOOઉપરાંત તપસ્વીના આલંબન રૂપ બન્યા હતાં. • યોગાનુયોગ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીની નિશ્રાએ શ્રમણ-શ્રમણી ભગવંતોએ ઉત્તરાધ્યયન-ઠાણાંગ-સૂયગડાંગ-સમવાયાંગ સૂત્રોના યોગદ્વહન કર્યા તેમાંય પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી અપૂર્વચન્દ્રસાગરજી મ.સા.ને ‘ગણિપદવી પ્રદાનના શ્રી ભગવતીસૂત્રના ૧૮૦ દિવસીય જોગમાં પ્રવેશનો લાભ શ્રી સંઘને મળ્યો. શ્રી સંઘે અનેરા ઉત્સાહથી ૪૫ આગમો ૪૫ પાલખીમાં પધરાવી ભવ્ય ૪૫ આગમની રથયાત્રા કાઢી, મુનિશ્રીનો ઠાઠ-માઠથી જોગપ્રવેશ કરાવ્યો. શ્રુતપૂજા કર્તવ્ય પાલન નિમિત્તે સ્વદ્રવ્યથી તાપત્રીય આગમો લખાવનાર પરિવાર દ્વારા ‘આગમ સમર્પણ સમારોહ’ આમ અનુપમ પ્રસંગ ઉજવ્યો બાદ શ્રીસંઘનું સ્વામિવાત્સલ્ય તથા બપોરે ૪૫ આગમની પૂજા ભણાવવામાં આવી. બાદ; શ્રી સંઘના ઉપાશ્રયમાં પ્રવચન પીઠની સમીપમાં ‘ઋતમંદિરમું બનાવી શ્રી સંઘને કાયમી દર્શનાર્થે મૂકવામાં આવ્યું.. અત્રે ખાસ ઉલ્લેખનીય તે વાત છે કે પૂજ્યશ્રીના જોગ પ્રવેશ વિધિની પ્રત વહોરાવવાની તથા તે જ રકમમાંથી નવીન સંસ્કરણ ‘બૃહદ્ યોગ વિધિ’ પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો. તેમજ શ્રી સંઘે ઉદારતા દાખવી શ્રી સંઘ + ઉછામણીના લાભાર્થી પરિવારના નામોલ્લેખ કરવાની વાત મંજૂર કરી, પુનઃ પ્રકાશનના અવસરે તેહર્ષનો વિષય બને તે સહજ છે. • જ્ઞાનપંચમીના દિને સુવર્ણાક્ષરી-શ્યામાક્ષરી-તાપત્રીય ગ્રન્થો, ૪૫ આગમના વિષય પ્રદર્શિત કરતાં ચિત્રપટ્ટો તથા હસ્ત લેખનમાં વપરાતા જ્ઞાનના ઉપકરણો તથા લહીએ જીવંત પ્રદર્શની દ્વારા પર્વની આરાધના થઈ. આવું શ્રત પ્રદર્શન સર્વ પ્રથમવાર થયું. શ્રી સંઘ આશ્રિત નાગતલાવડી વિસ્તારના ઉપાશ્રયમાં પૂ.સા.શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. ઠાણા - ૩ દ્વારા શ્રાવિકા વર્ગમાં પ્રવચનો-શિબિર-અનુષ્ઠાનો દ્વારા આરાધના થઈ હતી. નાગતલાવડી મિત્ર મંડળે સમસ્ત નવસારીના ૧COUથી અધિક બાળક-બાળીકાની એક દિવસીય શિબિર કરાવી હતી.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42