Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 11
________________ | ગમતું ગુજવે નવિ ભરીએ.. ગમતાનો કરીએ ગુલાલ.. II સં. ૨૦૬૭ની સાલે પૂ.આ.શ્રી હેમચન્દ્રસાગર સૂ. મ. ના શિષ્યરત્ન પૂ. પંન્યાસશ્રી પૂર્ણચન્દ્રસાગરજી મ.નું નવસારી નગરે કાનજી વાડી મળે શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘના ઉપક્રમે ચાતુર્માસ થયું, તે આજે અમારા મૃતીપટલ પર અંકિત થયેલ છે. પૂજયશ્રીથી અમે અને અમારા સંઘથી પૂજ્યશ્રી સાવ મામૂલી પરિચિત હતો. વિહાર દરમ્યાન બે-ચાર દિવસની સ્થિરતાવાળી ઉડતી મુલાકાતોથી બંધાયેલ નાતો હતો. શ્રીસંઘની સદાકાળ તેવી જ ભાવના રહી છે કે જુદાં-જુદાં સમુદાયનાં – જુદાં-જુદાં મહાત્માઓનું ચાતુર્માસ કરાવવું. જેથી વિવિધ આરાધનાઓ આરાધક કરી શકે. આમ; તો અમારી ભાવનાનુસાર સં. ૨૦૬૬ની સાલે ચાતુર્માસની વિનંતી કરવા ગયો, પણ 3. તે પૂર્વે સવારે જ ઉંઝા જૈન સંઘને સંમતિ અપાઈ ચૂકી હતી, અપૂર્ણ મનોરથોને હૃદયમાં રાખી, સં. ૨૦૬૬ના પર્યુષણાપર્વ પૂર્વે વિનંતી કરી આવ્યા અને અમોને સફળતા મળી.. અ.સ. ૯નો દિવસ આવ્યો. શ્રીસંઘે પૂજ્યશ્રીનું ઠાઠ-માઠથી ચાતુર્માસ સામૈયું કર્યું. શુકનવંતી બેડાવાળી કન્યાઓ તથા ગહૅલીઓએ મંગલ કાર્યમાં જોશ પૂર્યો. ધીરે-ધીરે પૂજ્યશ્રીના તાત્ત્વિક પ્રવચનોએ આરાધકો પર જાદુ કર્યો. પ્રવચનમાં સંખ્યા વધવા લાગી. ચોમાશી ચૌદશથી આરાધનાના માંડવા મંડાયા. એક બાદ એકેક આયોજનો સંઘ સમક્ષ ઉપસ્થિત થવા લાગ્યા. શ્રી સંઘના ઉત્સાહી ટ્રસ્ટીગણ તથા કાર્યકર્તાઓ તેને ઝીલી લેતાં, ઉદાર દાનવીરો દાન ગંગા વહાવતાં, આરાધકો આરાધનાઓના સરોવરમાં સ્નાન કરવા સુસજ્જ બની જતાં.. છે અ.સુ. ૧પના ગુરૂપૂર્ણિમાનું અભૂત પ્રવચન.. • અ..)) પૂ.સાગરજી મ.ની જન્મતિથી નિમિત્તે ‘ગુણાનુવાદ સભા' • પ૬ દિવસીય ૨૮ લબ્ધિ તપમાં ૨CC આરાધકો જોડાયા.. - ૧૬થી ૪૬ વર્ષના ભાઈઓ-બહેનોની પંચ રવિવારીય યુવા શક્તિ ઉજાગર' શિબિરનું આયોજન કર્યું. તેનો લાભ નવસારીના તમામ સંઘોની Gજરે દેખ્યો અહેવાલ...

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42