Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 9
________________ ‘સમકિત સુધુ ૨ (હનું જાણીએ, ૪ માન તુજ આણ, સૂત્રોને વાંચે છે. યોગ વહિ કરી, કરે પંચાંગી પ્રમાણ / સમ0 || ૧ || ઉદેશાદિક ક્રમ વિણ જે ભણે. શાતે તે નાણ, જ્ઞાનાવરણીય બાંધે તેહથી, ભગવાઈ અંગ પ્રમાણ I'સમડી/૩ // શ્રી નંદી-અનુયોગ દ્વારમાં, ઉત્તરાધ્યયન રે યોગ, કાલગ્રહણના વિધિ સધલો કહ્યો, ધરીએ તે ઉપયોગ // સમ0 || ૪ || ઠાણે ત્રીજે રે વળી દશમે કહ્યું, યોગ વહે જે સાધ, આગમેસિદ્ધિા તે સંપજે તરે, સંસાર અગાધ // સમ0 //પ // યોગવહિને રે સાધુ શ્રુત ભણે, શ્રાવકને ઉપધાન, તપ ઉપધાને રે શ્રુત પરિગ્રહ કહ્યા, નંદીએ તેહ નિદાન || સમ0 | ૬ | અર્થ : સૂત્ર (પંચાંગી) માનવાપૂર્વક યોગોદ્વહન કરે તેને જ આજ્ઞાધારી એટલે સમ્યત્વવાલા કહ્યા છે. એટલું જ નહી, પણ ઉદેશાદિક ક્રમ વગર સૂત્ર ભણે તે જ્ઞાનની આશાતના કરવાવાલા, જ્ઞાનાવરણીય કર્મો બાંધે છે. તે અધિકાર ભગવતી સૂત્રમાં છે. (૧-૩). વિશેષ નંદી-અનુયોગ અને ઉત્તરાધ્યયનમાં કાલગ્રહણની વિધિ કહેલી છે, તે ઉપયોગપૂર્વક ચિત્તમાં ધારી લેવા જેવી છે. ઠાણાંગજીના ત્રીજા અને દશમા ઠાણામાં લખ્યું છે કે જે આત્મા યોગોદ્વહન કરે છે, તે ભવિષ્યમાં કલ્યાણ સંપદાના ભોક્તા બનવા પૂર્વક સંસાર સમુદ્રને તરી જવાવાળા થાય છે. (૪-૫) સાધુ યોગ વહન કરીને શ્રુત સિદ્ધાંત ભણે અને શ્રાવક ઉપધાન વહિને પોતાને ઉચિત સુત્ર ભણે’’ એ પ્રમાણે શ્રી નંદીસૂત્રમાં તપ ઉપધાન કરીને શ્રુત ગ્રહણ કરવાનું કહ્યું છે. (૬) પ્રસ્તાવનાના લેખક - જ્ઞાનસાગર સં. ૧૯૯૯ આસો વદ ૩, શનિવાર સ્વ. શ્રેષ્ઠી બુલાખીદાસ નાનચંદ પૌષધશાલા II વન મિનિટ પ્લીઝ II.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42