________________
૪૭
જબરદસ્ત તૈયારી કરી. ઇ. સ. ૧૨૪૮માં તેણે ઝેંટ લોકેને ફોલ્કર્ક (Falkirk) પાસે સખ્ત હરાવ્યા. પણ આ હારથી સ્કટ લેકે જીતાયા નહિ. તેમને દેશ ડુંગરાળ હતે; તેઓ મેદાનમાં આવી લડતા નહિ; વળી જીત્યા પછી પણ તેમને કબજામાં રાખવાનું કામ દુષ્કર હતું. છેવટે ઈ. સ. ૧૩૦૪માં સ્કોટ લોકોએ સુલેહ કરી ને વૈલેઈસને શરણ કર્યો. એડવડે તેના ઉપર રાજ્યદ્રોહનો આરોપ મૂકી તેને શિરચ્છેદ કરાવ્યો. બે વર્ષ સુધી તે
લંડ દેશ અંગ્રેજોના પંજામાં રહ્યો, પણ ઈ. સ. ૧૩૦૬માં રેંબર્ટ બ્રુસ (Robert Bruce) નામના એક બૅરને બેલિઅલના પુત્રનું ખૂન કર્યું ને ડેંટ લેકેને પાછી ઈગ્લેંડ સામે થવા ઉશ્કેર્યા. ટૂંક મુદતમાં અંગ્રેજોને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા ને બ્રુસ પિતે ડેંટ લેકેને રાજા થશે. એડવર્ડ વળી સ્કર્વડ ઉપર લશ્કરે મોકલ્યાં. તે પોતે પણ ત્યાં ગમે. પણ તે હવે વૃદ્ધ ને અશક્ત થઈ ગયો હતો. ઈ. સ. ૧૩૦૭ના જુલાઈ માસમાં તે મરી ગયે.
આદર્શ (Model) પાર્લમેંટ, ઈ. સ. ૧૨૯૫–વેઈલ્સ, ફ્રાંસને ઓં લંડની લડાઈ લડવા માટે એડવર્ડને પૈસાની ઘણું જરૂર પડી. આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા કે સાઈમને પણ પૈસા માટે ને રાજ્યતંત્ર ઉપર કબજો મેળવવા પાલમેંટને બેલાવી હતી ને તેમાં બૅરને, બિશપ, પરગણાઓના પ્રતિનિધિઓ, ને ઉપરાંત કસબાઓના પ્રતિનિધિઓ પણ એક વાર તે હાજર રહ્યા હતા. એડવર્ડની ઇ. સ. ૧૨૭૩ની પહેલી પાર્લમેંટમાં આ બધા લોકોને બોલાવવામાં આવ્યા; પણ પછી તે પ્રથાને છોડી દેવામાં આવી ને બીજી ચાર પાર્કમટમાં કસબાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા નહોતા. ઈ. સ. ૧૨૯૫માં રાજાને પૈસાની ઘણી જરૂર પડી; તેથી તેણે બૈરને, બિશપને, મઠના સાધુઓને અને દરેક પરગણામાંથી ને શહેર ને કસબામાંથી બએ પ્રતિનિધિઓને, પાર્લમેટમાં લાવ્યા. આ પાર્લમેટના કેટલાક સભ્યોએ એડવર્ડના જોહુકમી અમલ સામે વાંધો ઉઠાવ્યો તેથી રાજાએ કસબાના પ્રતિનિધિઓને ફરીથી બેલાવ્યા નહિ; છતાં એક વાર ચાલુ થએલો રિવાજ બંધ થશે નહિ અને ઈગ્લેંડને મધ્યમ વર્ગ ધીમે ધીમે રાજ્યતંત્રની રીતભાતથી પરિચિત થતે ગયે.