________________
૧૨૯
ઇ. સ. ૧૬૨૦માં ૧૨૦ જણાં Mayflower નામના વહાણુમાં બેસી અમેરિકા જવા ઉપડી ગયાં. ત્યાં તેઓએ ન્યૂ ઈંગ્લંડ વસાવ્યું. આ લોકો Pilgrim Fathers કહેવાય છે. ધીમે ધીમે તેમની સંખ્યામાં વધારા થયા કાળક્રમે તેમના વંશજોએ અમેરિકાનાં સંયુક્ત સંસ્થાને! The (United States of America) સ્થાપ્યાં.
B
શેકસપિઅર. —ઈંગ્લેંડના સાહિત્યના વિકાસને ઉલ્લેખ આપણે ઉપર કરી ગયા છીએ, શેકસપિઅરે જેઇન્સના વખતમાં પોતાની અપ્રતિમ પ્રતિભાના સ્વાદ ઈંગ્લેંડને આપ્યા. ઇ. સ. ૧૬૧૧માં તે નિવૃત્ત થયા તે ઈ. સ. ૧૬૧૬માં મરી ગયા.
પ્રકરણ ૮મું પહેલા ચાર્લ્સ, ઈ. સ. ૧૬૨૫-૪૯.
પહેલા ચાર્લ્સ. પચીસ વર્ષની ઉંમરે ચાર્લ્સે ઈંગ્લેંડના રાજા થયા. તે શરીરે મજબુત, દેખાવે સુંદર અને રૂઆબદાર, ચાલચલગતે એકદમ નિષ્કલંક, શૂર, હિંમતઞાજ, ધર્મનિટ, ઉદ્યમી, સાહિત્ય ને કળાને શેખીન, અને મિત્ર! તરફ ઉદાર તે વફાદાર હતા; પણ તેનામાં દૂરદશિત નહતું. પોતાના રાજકીય વિચારો ઉપર તેને અનન્ય નિષ્ઠા હતી. દેશની ખરી સ્થિતિનું તેને ભાન નહતું. ખીજાની સાથેના મતભેદ તે સમજી શકતા નહિ. આપે માનેલા તે તેણે એક દીલથી શીખવે અનિયંત્રિત સત્તાના સિદ્ધાંત ચાર્લ્સના મગજમાં સજ્જડ રીતે ઊંડા પેસી ગયા હતા. તે ખીજા સિદ્ધાંતા માટે જરા પણ પરવા કરતા નહિ. પોતાના સલાહકારો તરીકે રાકયા તે માણસા મુત્સદ્દી કે અનુભવી કારભારી તરીકે આગળ આવ્યા નહાતા; તેમના ઉપર રાજાને અંગત માતુ હોવાથી જ તેઓ તેના પ્રધાને કે સલાહકારા થઈ શકયા હતા. વિકટ પરિસ્થિતિથી બચી જવા તે મેટાં મોટાં વચના આપતે, પણ પછી તેમાંને એક શબ્દ પણ તે પાળતા નહિ. ફ્રાંસમાં તે સ્પેઇનમાં તેણે તાજની અનિયંત્રિત સત્તા જોઈ હતી; યુરેાપમાં એ વેળા કયાંય પણ પ્રજાના પ્રતિનિધિઓનું મંડળ તાજ ઉપર કાઇ અધિકાર ભાગવતું નહેતું. તેની રાણી કૅથલિક હતી. સાધારણ સંજોગામાં ચાર્લ્સ વગર મુશ્કેલીએ Be