________________
૪૦૨
ગણે છે. કાર્લાઇલ પિતાનાં ઐતિહાસિક લખાણમાં વિખ્યાત સ્ત્રી પુરુષને ને રાજ્ય સંસ્થાઓને સામાન્ય ઈતિહાસ નહિ, પણ જનતાને ઈતિહાસ લખતે ગયો છે. તે દંભ, અસત્ય, વગેરેને માટે શત્રુ હતા અને તે હંમેશાં સ્ત્રી ને પુરુષની ગુપ્ત શક્તિનો પૂજારી હતા. ઓગણીસમી સદીમાં જર્મનિમાં ઐતિહાસિક સાહિત્યની અદ્ભુત પ્રગતિ થઈ. જર્મન લેખકે ઈતિહાસ, રાજ્યનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વગેરે શાસ્ત્રીય પદ્ધતિથી વિચારતા હતા. ઇંગ્લંડમાં પણ તેની અસર થઈ ફાઉડે (Froud) વૂડ્ઝીથી તે ઠેઠ સ્પેઈનના આર્મડાના પરાજય સધીને ઈગ્લેંડને ઈતિહાસ આ નવી શૈલીથી લખો, ઇ. સ. ૧૮૬૮. Rset orilor (George) 012, školy alia (Connop Thirlwall), ને જ્યોર્જ ફિનલેએ ગ્રીસને ઇતિહાસ લખે. બકલે (Buckle) નામના અંગ્રેજે સંસ્કૃતિને ઈતિહાસ લખ્યો. તે લખાણમાં તેણે એવું બતાવવા પ્રયત્ન કર્યો છે કે એક રાષ્ટ્રની પ્રગતિ કે અવનતિને મુખ્ય આધાર તેનાં હવામાન, વગેરે પર છે, બળે નાસ્તિક લેખક હતો. સર હેનરિ મેઈને (Maine) જુનાં ને વર્તમાન ધર્મશાસ્ત્ર (Jurisprudence)નો અભ્યાસ કર્યો. તે એક વાર વાઈસરૉયની કાઉંસિલને સભ્ય હતો. બિશપ વિલિયમ અબઝે (Stubbs) તમામ જુનાં સાધનોનું સંશોધન કરી Constitutional History of England નામને મહાગ્રંથ લખ્યો. એડવર્ડ ક્રીમેને (Freeman) જગતના ઇતિહાસના દરેક યુગ ઉપર માન્ય ગ્રંથ લખ્યા. બિશપ ક્રેટન (Creighton) બીજેઈતિહાસલેખક થઈ ગયે. સર ëન સીલી (Seeley) એ Etpansion of Englandzi Prze1 2414190421 fez 242 21. Lecky-312 ઈગ્લેંડના અઢારમા સૈકાના ઈતિહાસ ઉપરગ્રંથો લખ્યા અને ઉપરાંત History of Rationalism in Europe, History of European Morals, Democracy,, વગેરે પુસ્તકો લખ્યાં. ગ્રીન (Green)ને ઈંગ્લંડનો ઇતિહાસ હજુ પણ કૅલેજોમાં આનંદથી વંચાય છે. રસ્કિને (Ruskin) કળા, સમાજ, અને અર્થશાસ્ત્રનો ધાર્મિક દૃષ્ટિથી અભ્યાસ કર્યો. ફિલસુફીમાં, અર્થશાસ્ત્રમાં અને નીતિશાસ્ત્રમાં સર જહોન ટુઅર્ટ મિલે નામ કાઢ્યું. આપણા લોકે તેના ગ્રંથે ખાસ વાંચે છે. વિજ્ઞાનની અદ્ભુત શોધને લાભ લઈ તેના ઉપર હર્બર્ટ