________________
૪૨૮
ઑવ્ કૉમન્સને તેના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો એટલે એક વારને મુખ્ય પ્રધાન પાર્લમેંટના ગમે તે સાધારણ સભાસદ જે થઈ જાય છે. અત્યારે લૉઈડ જ્યૉર્જની આવી સ્થિતિ છે! મુખ્ય પ્રધાન જે કારભારની બાજી ફેરવી નાખે, તે કારભારી મંડળમાંથી તેને ખસી જવું પડે છે અથવા રાજીનામું આપી દેવું પડે છે, મુખ્ય પ્રધાન અને બીજા કારભારીઓ બીજી બાબત પરત્વે સરખા છે. પણ કારભારીમંડળનું પ્રમુખસ્થાને તેની પાસે રહે છે તેથી તેટલા પૂરતી તેની સત્તા વિશેષ છે એમ કહી શકાય. આવી રીતે મુખ્ય પ્રધાન રાજાનો ધુરંધર સલાહકાર ને પ્રથમ અમલદાર છે, કારભારી મંડળને પ્રમુખ છે, દેશના કોઈ એક રાજકીય પક્ષને આગેવાન છે, અને હાઉસ ઑવ્ કૉમન્સની કે હાઉસ ઑવુ લૉઝની આગેવાની ધરાવે છે; ઉપરાંત તેની પાસે કોઈ એક ખાતું પણ રહે છે. તેને રહેવા માટે સરકારી મકાન મળે છે. મુખ્ય પ્રધાનનું માન કાંઈ જેવું તેવું નથી. રાજા, રાણી, પાટવીકુંવર, રાજકુટુંબનાં માણસ, ને યૉર્કના આચંબિશપ પછી તેની ખુરશી પડે છે. મુખ્ય પ્રધાન તરીકે તે પગાર લેતા નથી પણ સાધારણ રીતે તે First Lord of the Treasury નો હેદો લે છે ને તે હોદાને પગાર તેને મળે છે. જે તે આ હોદો ન લે તો તે બીજું કઈ ખાતું સંભાળે છે ને તે ખાતાના મુખ્ય અધિકારીને મળતો પગાર તેને મળે છે.
ઉપર તાજ. તેની કાઉંસિલ, કારભારી મંડળ, ને મુખ્ય પ્રધાન, એટલાં બ્રિટિશ રાજ્યતંત્રનાં અંગો આપણે જોઈ ગયા. હવે આપણે પાર્લમેંટ જોઈએ.
પાર્લમેંટ–રાજા અને પાર્લમેંટ દેશમાં સાર્વભૌમ સત્તા ધરાવે છે ને તેઓ એક મતથતાં ગમે તે કાયદો રદ કરી શકે છે ને ગમે તે કાયદો પસાર કરી શકે છે ઈગ્લેંડના કારભારનું તમામ કામકાજ પાર્લમેંટને તાબે રહે છે. કોઈ પણ કાયદો પાર્લમેંટની સંમતિ વગર પસાર થઈ શકે નહિ. રાજાએ પણ પાર્લમેંટના કાયદાઓ પ્રમાણે વર્તવું જોઈએ. પાર્લમેંટનાં મુખ્ય કર્તવ્ય નીચે આપ્યાં છે.
પાર્લમેંટનાં કર્તવ્ય-પાર્લમેંટ દેશના કારભાર ઉપર વિચાર (deliberation) કરી શકે છે, તે વિષે ઠરાવે (Resolutions) પસાર કરી શકે છે, પ્રધાનોને નિન્દી (Censure) શકે છે, રાજાની સંમતિથી