________________
૪૨૭
જે હકીકતે આપણે જાણવી હોય તે બ્રિટિશ મુત્સદ્દીઓનાં જીવનચરિત્રતેમના પ્રસિદ્ધ થએલા પત્રે, વગેરે ઉપરથી આપણે જાણી શકતા, બીજી કઈ રીતે નહિ. પણ હવે તે માટે સેક્રેટરિઅટ અથવા ઑફિસ રાખવામાં આવી છે.
મુખ્ય પ્રધાન–કેબિનેટ અથવા પ્રધાનમંડળને મુખી મુખ્ય પ્રધાન (Prime Minister) કહેવાય છે. આ હેદો પ્રથમ બ્રિટિશ રાજ્યતંત્રમાં નહે. પણ ઇ. સ. ૧૯૦૫ની સાલથી તે હદો ધોરણસર થઈ ગયો છે. તે અગાઉ લોકો ને પાર્લમેટ પ્રધાનમંડળના આગેવાનને મુખ્ય પ્રધાન કહેતા, પણ રાજ્યતંત્રની પરિભાષામાં એ નામ દાખલ થયું નહોતું. મુખ્ય પ્રધાન ઈંગ્લડનો ખરો કારભારી કહી શકાય. રાજાની તમામ સત્તા તે પિતે વાપરે છે. કારભારની દરેક બાબત વિષે રાજા તેની સલાહ મુજબ વર્તે છે. બ્રિટિશ સલ્તનતના મોટા મોટા દેદાઓ તે પોતે ભરે છે. કારભારી મંડળમાં કોને દાખલ કરવો, કેને દાખલ ન કર, તે તેની મુનસફીની વાત છે. હાઉસ ઑવ્ કૉમન્સની આગેવાની (Leadership) તેના હાથમાં રહે છે. સરકારી કામકાજની બધી માહિતી તે પાર્લમેટને આપે છે. રાજાને કારભારી મંડળના કામકાજની અને તેના અભિપ્રાયેની ખબર તે જ આપી શકે છે. તે રાજાને જવાબદાર હોય છે, તે તે જ સાથે પાર્લમેંટને ને પ્રજાને પણ જવાબદાર હોય છે. મુખ્ય પ્રધાનની પસંદગી કરવાનો અધિકાર રાજાનો ગણાય છે પણ એ પસંદગી કરતી વખતે રાજાએ શક્તિ, આગેવાની, પ્રજાને વિશ્વાસ, કારભાર જેના હાથમાં હોય તે પક્ષના માણસોનું તેના તરફ વલણ, એ બધું જવું પડે છે. હવે એક રિવાજ પડી ગયો છે કે બનતાં સુધી મુખ્ય પ્રધાન હાઉસ આવ્ કૉમન્સમાં બેસતો હોવો જોઈએ. આ કારણથી ઈંગ્લંડના ભલા ભલા મુસદીઓ નિવૃત્ત થતાં સુધી હાઉસ ઑવ્ લૉર્ડ્સમાં જવા ઈચ્છતા નથી. મુખ્ય પ્રધાન જ્યાં સુધી પ્રજાને ને હાઉસ ઑવ કૉમન્સને વિશ્વાસ ભોગવતે હોય ત્યાં સુધી તેની સત્તા રાજાથી પણ વધારે હોય છે અને તે ગમે તેવાં અનુભવી ને પાકી વયનાં રાજારાણીને પણ દબાવી શકે છે. ગ્લૅડસ્ટન રાણુ વિકટેરિઆને ખૂબ દબાવતો. પણ એક વાર પ્રજાને કે હાઉસ