________________
૩૮૭
કાલે (Cardwell) તે બંધ કર્યું. લડાઈ વખતે લશ્કર એકદમ ભેગું થઈ શકે તે માટે તેણે નવી વ્યવસ્થા કરી ને સેનાપતિને લશ્કરખાતાના મંત્રીની નીચે મૂકો. ગ્લૅડસ્ટને લોકોને પિતાના મત ખાનગી રીતે (By Ballot) આપવાને હક આપે ને દારૂના વેચાણ ઉપર યોગ્ય અંકુશ મૂ. આ કોથી ઘણા લોકે “લિબરલો” ની વિરુદ્ધ થઈ ગયા. દરમ્યાન ડિઝરાઈલિએ પણ પોતાના પક્ષને નવો ઓપ આપ્યો હતો અને દેશમાં મંત્રિમંડળ વિરુદ્ધ વાતાવરણ ઉત્પન્ન કર્યું હતું. “લિબરલ” બજેટ બરાબર સંતોષકારક નહતાં. આઈરિશ કેળવણી ઉપર તેમને હારી જવું પડયું. ઉપરાંત યુરોપની પરિસ્થિતિ ઉપર તેમણે યોગ્ય લક્ષ આપ્યું નહોતું. એ કારણોથી ઈ. સ. ૧૮૭૪ની ચુંટણીમાં ગ્લૅડસ્ટનનો પક્ષ હારી ગયો. કન્ઝર્વેટિવ બહુમતિએ પાર્લમેંટમાં આવ્યા; તેથી રાણીએ તે પક્ષના વિખ્યાત આગેવાન ડિઝરાઈલિને પ્રધાન બનાવ્ય, ફેબ્રુઆરિ, ઈ. સ. ૧૮૭૪.
ગ્લૅડસ્ટન અને યુરોપ, ઇ. સ. ૧૮૬૮-૭૪–લૅડસ્ટનના પહેલા કારભાર દરમ્યાન યુરોપમાં જબરા ફેરફારો થયા. ક્રાંસ અને પ્રશિઆ વચ્ચે લડાઈ થઈ. પ્રશિઆ સાથે દક્ષિણ જર્મનિનાં રાજ્યો જોડાયાં. ફ્રેંચ સમ્રાટ નેપોલિઅન હારી ગયો ને કેદ પકડાય; પૅરિસ પડયું; નેપોલિઅનના સામ્રાજ્યનો નાશ થયો; તેને બદલે કાંસમાં વળી મહાજનસત્તાક રાજ્ય (Republic)ની સ્થાપના થઈ. દક્ષિણ જર્મનિનાં રાજ્યો હવે ઉત્તર જર્મનિ સાથે એકત્રિત થયાં ને પ્રાંશના રાજાની આગેવાની નીચે જર્મન સામ્રાજ્ય (German Empire) ની સ્થાપના થઈ. કાંસે જર્મનિને આલ્સાસ (Alsace) ને લૉરેન (Lorraine) ના પ્રાંતો આપ્યા. ઇટલિએ ફૉરેંસથી રેમમાં પોતાની રાજધાની ફેરવી; પોપની રાજકીય (Temporal) સત્તાનો નાશ થયે. છતાં ઈગ્લેંડ છેલ્લી ઘડી સુધી આ બધી હીલચાલથી અજાણ્યું જ રહ્યું-એવી કુનેહથી પ્રશિઆના ચૅન્સેલર– વછર-બિસ્માર્ક કામ લીધું, ઈ. સ. ૧૮૭૦–૭૧. ઈંગ્લેડની બેદરકારીને અને કાંસ ને જર્મનિના યુદ્ધને લાભ લઈ રશિઆએ ઈ. સ. ૧૮૭૦માં ઇ. સ. ૧૮૫૬ની પૅરિસની સુલેહની કેટલીક શરતોને ઈનકાર કર્યો અને