________________
૩૯ર
પિતાનું રાજ્યતંત્ર સુધારવાની આજ્ઞા કરી; દરમ્યાન સુલતાન અબ્દુલ અઝીઝ પિતે આપઘાત કરી (૧) મરી ગયે. ઑસ્ટ્રિઆ, રશિઆ ને જર્મનિએ દરમ્યાન થવા જાહેર કર્યું, પણ ડિઝરાઈલિએ સાફ ના પાડી. તુર્કીએ બબ્બેરિઆમાં અસહ્ય જુલમ કર્યાની વાત એ દરમ્યાન બહાર આવી. ગ્લૅડસ્ટને મુસલમાની રાજ્યસત્તાને યુરોપમાંથી નાબુદ કરવાની ઝુંબેશ લીધી. ઈસ્તંબૂલ મુકામેથી ફરીથી યુરોપીય રાજ્યોએ સુલતાનને યોગ્ય સલાહ આપી પણ તેને અમલ થયે નહિ. સર્વિએ રશિઆની શીખવણીથી સુલતાન સામે લડાઈ જાહેર કરી દીધી; ઝારનાં લશ્કરે ઈ. સ. ૧૮૭૮માં એડ્રિઆનેપલને ઈસ્તંબૂલ કબજે કર્યા. સુલતાને નાશીથી સુલેહ કરી. ઇંગ્લંડ હવે દરમ્યાન થયું. ઈ. સ. ૧૮૭૮ના જુલાઈ માસમાં બર્લિન મુકામે સંધિ થઈ. ઑસ્ટ્રિઆને બોઝનિઆ ને હર્ઝેગોવિનાના પ્રાંત મળ્યા; સર્વિઆને બબ્બેરિઆ સ્વતંત્ર થયા; ઇંગ્લંડને સાઈપ્રસને ટાપુ મળે; રશિઆને કાળા સમુદ્ર ઉપર કેટલાક અધિકાર મળ્યા.
ટ્રાંસવાલના સ્વતંત્ર ડચ રાજ્યને દક્ષિણ આફ્રિકાનાં બ્રિટિશ સંસ્થાનોમાં જોડી દેવામાં આવ્યું, ઇ. સ. ૧૮૭૮. પશ્ચિમ આફ્રિકામાં ઑર્ડ વૃક્ઝીએ આશાંટીઓને હરાવી કુમાસી કબજે કર્યું. ટ્રાંસવાલ પાસે ઝુલુલૈંડ પણ કબજે થયું. દરમ્યાન ડિઝરાઈલિના અફઘાન વિગ્રહથી અને તુર્કીની રાજ્યનીતિથી અંગ્રેજો કંટાળી ગયા. ગ્લૅડસ્ટને કૉન્ઝટિવે સામે વૃદ્ધ ઉંમરે પણ આખા દેશમાં ને ખાસ કરીને સ્કૉલંડમાં સખ્ત આઘાત કરવા માંડ્યા હતા; તેથી ઈ. સ. ૧૮૮૦ની નવી ચુંટણીમાં લિબરલેની બહુમતિ થતાં ગ્લૅડસ્ટન બીજી વાર મુખ્ય પ્રધાન થયું. ડિઝરાઈલિને રાણીએ લૉર્ડ બીકન્સફીલ્ડ (Beaconsfield) બનાવ્યો. તે ઈ. સ. ૧૮૮૧માં મરી ગયો.
* ઑડરટન ને ડિઝરાઈલિનો સુંદર મુકાબલો નીચે આપે છે – Disraeli, with all his penetration, could not understand, any more than Gladstone, with all his piety, could forgive Disraeli. Gladstone was emotional and composed in mind; Disraeli was clear in intellect and superbly self-controlled. Gladstone was a crowd-interpreter; Disraeli a crowd-compeller. Gladstone was a man of enormous talent; Disraeli one of incontestable genius.