________________
૩૮૧
ઑવ્ કૉમન્સના સભ્યોની સંખ્યામાં કાંઈ ફેરફાર કરવામાં આવ્યેા નહિ; પણ કેટલાક કસબા ( boroughs )ના મતાધિકારા લઈ લેવામાં આવ્યા; ખીજા કસબા ને પરગણાંના તે જ અધિકારા વધારવામાં આવ્યા, ને લગભગ અગિઆર લાખ માણસાને ચુંટણીના હકો મળ્યા. પરિણામે કામદા(ગા)ર વર્ગના કેટલાએક લાકા હવે પાર્લમેંટની ચુંટણીમાં ભાગ લેતા થયા; મધ્યમ વર્ગના લેાકેાનું બળ એટલે અંશે નબળું પડયું. કૅન્ઝર્વેટિવ પ્રધાનમંડળે આ સુધારા હાથમાં લીધા તેથી મરવર્ગનાં મંડળે તે પક્ષમાં ભળ્યાં. લૉર્ડ ડર્બી જેવા ચુસ્ત ટારિ પ્રધાનને ડિઝરાલિના આ નવા પ્રયોગને ઝાઝા ભરાસા નહાતા;* પણ જેમ જેમ વખત વીતતા ગયા. તેમ તેમ બધા પક્ષને અનુભવથી એટલી તેા ખાત્રી થઈ શકી કે ઇ. સ. ૧૮૬૭ના કાયદાથી ઇંગ્લેંડના રાજ્યતંત્રને હાનિ નહિ, પણ લાભ જ યેા. ડિઝરાલિ હવે કૉન્ઝર્વેટિવ પક્ષના ખરા આગેવાન થયા.
એખિસિનિઆના સુલતાને કેટલાક યુરોપિઅનેાને તે બ્રિટિશ એલચીને કેદ કર્યા હતા તેથી ઈ. સ. ૧૬૬૮માં તેની સામે હિંદથી લશ્કર મેાકલવામાં આવતાં તેની સરકાર શરણુ થઈ. યુરાપ બહાર ઈંગ્લંડ દરમ્યાન થયું પણ ખુદ યુરોપમાં જ પ્રશિઆ તે ઑસ્ટ્રિ વચ્ચેના ટૂંકા વિગ્રહમાં ઈંગ્લેંડ તદ્દન તટસ્થ રહ્યું. ઑસ્ટ્રિમ સેડાવા મુકામે હારી ગયું. પ્રશિઆ બિસ્માર્કની ભભકભરી કુનેહથી ઉત્તર જર્મનિનાં રાજ્યાનું આગેવાન બન્યું, જીન, ઇ. સ. ૧૮૬૬. ઇ. સ. ૧૮૬૭માં પાર્લમેંટે કૅનેડાના જુદા જુદા પ્રાંતાનું એક સંસ્થાન બનાવી તેને એક ગવર્નર જનરલ નીચે મૂક્યું ને જુદા જુદા પ્રાંતાને લેફ્ટેનન્ટ ગવર્નરા નીચે મૂક્યા; સિવાય દરેકને જુદી ધારાસભા પણ આપવામાં આવી.
આ એકત્રિત થએલા સંસ્થાનમાં કોલંબિઆ, વાંકૂવર ટાપુ, ને પ્રિન્સ એડવર્ડ ટાપુ પણ ભળ્યાં. આયર્લૅડના ચર્ચના સવાલ આ વખતે મુખ્ય પ્રશ્ન થયા. તે ઉપર ગ્લેંડસ્ટને ડિઝરાઇલિને હરાવ્યેા તેથી પાર્લમેંટને રજા. આપવામાં આવી ને નવી ચુંટણી થઈ. એ ચુંટણીમાં લિબરલા ફાવ્યા, તેથી ડિઝરાઇલિએ રાજીનામું આપ્યું, ડિસેંબર, ઇ. સ. ૧૮૬૮.
*It is a "leap in the dark".