Book Title: Bharatiya Asmita Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨ ઔષધેનો ભંડાર છે. હિમાલયમાં એવી ઔષધિઓને જડીબુટ્ટીઓ થાય છે જેનું સેવન કરવાથી ગમે તેવા વિષમ વ્યાધિઓ દૂર થાય, અનિદ્રાથી પીડાયેલાને નિદ્રા સુલભ થાય, વર્ષો સુધી યૌવન કરમાયા વિના ટકી રહે. વૃદ્ધાવસ્થાના ચિહનો આવે જ નહિ. મહિનાઓ સુધી ભૂખ તરસ ન લાગે, મહિનાઓ સુધી ગમે તેવી કંઠી, ગરમી વરસાદ ખુલ્લાં શરીરે સહન કરી શકાય, વળી જે પૂરતું સંશોધન કરવામાં આવે તે હૃદયરોગ, કેન્સર, ક્ષય, ડાયાબીટીસ જેવા જીવલેણ રોગો પરનાં ઔષધે હિમાલયના પ્રદેશમાંથી જ મળી રહે એવી પૂરી શકયતા છે. આ સિવાય ભારતમાં ઘેર ઘેર કે ગામેગામ જેવા મળતાં લીમડા, તુલસી, અરડૂસી જેવા વૃક્ષો કે છોડવાઓ પણ ઔષધ-વિજ્ઞાનની પરીક્ષામાં સફળતાથી પાર ઊતર્યા છે. પરવતી રાષ્ટ્રથી નિરપેક્ષપણે કયારેય ગૌરવ કે સિદ્ધિ સાધી ન શકે. ભારતે પણ વિશ્વના પરિપેક્ષ્યમાં જ આજે જીવવાનું છે એટલે અસ્મિતા સાથે અન્ય રાષ્ટ્રની પ્રગતિ, ગૌરવ, સિદ્ધિઓ, આકાંક્ષાઓ, રાજદ્વારીને આર્થિક નીતિઓનું વારંવાર મૂલ્યાંકન અને મનન કરીને પોતાને માર્ગ નિશ્ચિત કરવો પડે. ભારત ગમે તેવું સાંસ્કૃતિક રીતે મહાન હોવાનો દાવો કરતું હોય તે પણ તેણે વિશ્વના સંદર્ભમાં જ વિચારવાનું રહે. અને સૌના સમવયસ્ક નહિ તે સમભાવી સાથી બનીને જ ઊભા રહેવાનું. ને તેથી એશિયા ખંડનું એક સંક્ષેપમાં અવકન કરવાનું જરૂરી છે. એશિયાનો વિસ્તાર ૧,૧૬૯૭૦૦ ચોરસ માઈલ અર્થાત પૃથ્વીના કુલ જમીનના વિસ્તારના ૧૮% તેમાં સમાવેશ પામેલ છે. તેની પૂર્વ પશ્ચિમ પહોળાઈ ૨૪૦૦ માઇલ અને ઉત્તર દક્ષિણ લંબાઈ ૫૩૦૦ માઈલ છે. એશિયા દેશોમાં અનેક પ્રકારની પ્રજાઓ આવેલી છે. તુર્કી, યહુદીઓ, આફ્રિકાની અનેક જાતિઓ, બર્મીઓ, જાપાનીઓ, ચીનાઓ, ગુરખાઓ, કેરીયન, ગેરા રશિયને, મુસલમાને, આરબો અને ભારતીયો આ જાતિઓની પ્રજાના વિવિધ ધર્મને ધર્મ ગ્રંથ છે. એક બાજુ નેપાળ જેવું ચૂસ્ત હિંદુ રાજ્ય છે તે સામ્યવાદી ચીન અને રશિયને ધર્મને અફીણુ માની તેના બૂઝવા ખ્યાલને તિરસ્કાર કરનાર છે. સિલેન (શ્રીલંકા) માં બૌદ્ધ ધર્મ છે આરબ, ઈરાન પાકિ. સ્તાનીઓ ઈસ્લામમાં માને છે. તે ભારતીય ગણતંત્ર ધર્મ નિરપેક્ષ છે. આ પ્રદેશમાં જ બ ઈબલ, કુરાન-એશરીફ અને વેદની ઋચાઓ ગુંજી ઊઠી. અહીં જ કન્ફયુશિયસ શિન્ટો, લાએન્ઝ થયા તે અવતારી પુરુષ જેવું જ સન્માન મેળવી ચૂકેલા માઓજોતુંગ પણ આ ખંડના ઐતિહાસિક મહાપુરુષ છે. દુનિયાના શ્રેષ્ઠ અને પવિત્ર ગિરિરાજ અને પવિત્ર નદી પણ એશિયાખંડ ધરાવે છે. દુનિયાનું સૌથી ઊંચું એવરેસ્ટ (ગૌરીશંકર) શિખર હિમાલયમાં છે. તે જાપાનમાં સુપ્ત જવાળામુખી ફયુઝિયામાં છે દક્ષીણ ચીન ને દક્ષિણ ભારત શ્રી લંકા વગેરેમાં ખૂબજ ઊચું ઉષ્ણતામાન, આકરો ઉનાળે હોય છે તે બીજીબાજુ આરબ રાષ્ટ્રોમાં કચ્છ (ભારત) અતિ વરસાદવાળા પ્રદેશો છે તે ભારતમાં ચેરાપુંજી સૌથી વધુ ભારતના ગિરનાર અને અરવલ્લી એતિહાસિક રીતે હિમાલય પણ વધુ પ્રાચીન પર્વત ગણાય છે ગંગા, યમુના સતલજ, રાવી, યાંગ સે ક્યાંગ બ્રહ્મપુત્રા, ઈરાવતી વગેરે નદીઓ ઉલ્લેખ નીય છે કાશી મથુરા વૃંદાવન બાધિગયા પાવાપુરી મક્કામદિના અને જેરૂસલેમ જેવા તિર્થ પણ એ શિયામાં છે. એશિયા ખંડમાં જ ઈજીપ્તના પિરામીડો ભારતને તાજમહેલ, અને ચીનની લાંબી દીવાલ જેવી વિવશ્રુત અજાયબીઓ આવેલી છે ખનીજ તેલનું વિપુલ ઉત્પાદન કરતા આરબદેશે તો કેલેસે જસત, કલા સીસું એનું લોખંડ મેંગેનીઝ ઉત્પન્ન કરતા દેશે પણ એશિયામાં આવેલા છે. વિશ્વના પ્રાચીનતમ સંસ્કૃતિઓ સુમેયિન બેબિલોનિયન, નાઈલ મેહે-જો-દડો ને હરપ્પા, તેમજ ચીની સંસ્કૃતિઓને પિતપતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ હતી. એશિયા ખંડની વનસ્પતિ સૃષ્ટિ જ પાર વિનાની વિવિધતા ધરાવે છે. તૃણ એટલે ઘાસ, ગુમ એટલે છોડવાઓ, તરુઓ, વૃક્ષો અને ઔષધિઓ આવા પ્રકાર સંસ્કૃત પુરાણે અને આયુર્વેદના ગ્રંથોમાં જોવા મળે છે. એશિયા ખંડના દેશમાં એક તરફ ભારતમાં આંબે, વડ, લીમડો, સુખડ સાગનાં વૃક્ષે થાય છે તે કાશમીરી કેસર અને લીંબુ પણ ભારતમાં થાય છે. દ્રાક્ષ પશ્ચિમ એશિયાનું ઘણું જાણીતું ફળ છે અને તે આવી તેમજ ઔષધોપચારમાં પણ ઉપયોગી છે. મોસંબી મૂળ ચીનનું પણ આજે એશિયા ખંડના ઘણું દેશમાં થાય છે. સંતરા-નારંગી હિમાલય પ્રદેશનાં છે જ્યારે સફરજંદ પશ્ચિમ એશિયામાં વિપુલ પ્રમાણમાં થાય છે. સૂકો મેવો આરબ રાષ્ટ્રોમાં સારા પ્રમાણમાં થાય છે. તેજાના પૂર્વ એશિયા, દક્ષિણ ભારત, શ્રીલંકા વગેરેમાં થાય છે. આમ ફળફલમાં એશિયા સમૃદ્ધ છે. ગુલાબ અને કમળનાં પુષ્પ જે વિશ્વભરમાં સૌંદર્ય અને સૌરભના કારણે અદ્વિતીય કીર્તિ ધરાવે છે તે પણ એશિયાની ભૂમિમાં ને ભારતમાં ખાસ થાય છે. આ બધાં ઉપરાંત હિમાલય તો અનેક વિશિષ્ટ જડીબુટ્ટીઓ અને આગળ જણાવ્યું તેમ વિશ્વની વસતીના અર્ધા ભાગથી પણ વધુ વસતી એશિયાખંડ ધરાવે છે છતાં અહીં વસ્તીની વહેંચણી સમાન નથી તાઈવાન, ચીન ભારત જેવા કેટલાક પ્રદેશો વધારે પ્રદેશો વધારે પ્રમાણમાં ગીચ વસતીવાળા છે તે માઈલેના માઈલો સુધી વસ્તી હીન વિસ્તાર પણ એશિયા માં છે. તેનું કારણ એશિયા ખંડમાં પર્વત શ્રેણીઓ છે. વળી ઉચ્ચ પ્રદેશ પણ એશિયા ખંડમાં કુલ ક્ષેત્રફળના પાંચમાં ભાગમાં છે. એવું નોંધવામાં આવ્યું છે. વિષમ હવા અને ખેતી માટે આરોગ્ય પ્રદેશે પણ ઘણું મોટા પ્રમાણમાં છે. એશિયાની ગિરિમાળાનું સ્વરૂપ પૂર્વમાં પથરાયેલ સૌરા, અત્ છે. ગુલાકનું થાય ના પૂર્વ એમ Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 1042