Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ બત્રીશી-૧, લેખાંક-૧ નુકશાનને ટાળવા માટે જ, માત્ર માનસિક નમસ્કારાદિથી (ભાવનમસ્કારાદિથી) જ મંગળ થઈ જવું શક્ય હોવા છતાં, ગ્રન્થકારો પોતાના શિષ્યો વગેરેને પણ એ કરવાનો ખ્યાલ આવે એ માટે, માત્ર માનસિક મંગળ ન કરી લેતાં, ગ્રન્થમાં જ મંગળને જોડી દે છે. એટલે નક્કી થાય છે કે જેમ વિધ્વંસ કરવાનું પ્રયોજન હોવાથી મંગળ ક૨વાનું હોય છે એમ શિષ્ટાચારનું પાલન થાય એ પ્રયોજનથી પણ એ ક૨વાનું જ હોય છે. અને જેઓ શિષ્ટ છે એમને તો, બીજું કોઈ પ્રયોજન ન હોય ત્યારે પણ આ શિષ્ટાચારનું પાલન થાય એ પ્રયોજન તો હોય જ છે. એટલે જ, અમુક ચોક્કસ વ્યક્તિને કે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં, વિવક્ષિત પ્રયોજન ન હોય તો પણ “મને આ આચરણની જરૂર નથી'' કે ‘હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ આચરણની જરૂર નથી' આ રીતે વિચારી શિષ્ટપુરુષ એ શિષ્ટાચારને ફગાવી શકે નહીં. ૫ એટલે જ બળાભિયોગની શંકા ન હોય ત્યારે પણ ઇચ્છાકાર કરવો જ જોઈએ એવું જ્ઞાનીઓ કહે છે. આશય એ છે કે સામાન્ય રીતે તો સાધુઓએ પોતાનું કામ અન્યને ભળાવવાનું હોતું નથી.. પણ એવું કોઈ પ્રબળ કારણ આવે તો પોતાનાથી નાના મહાત્માને ભળાવી શકાય છે. પણ એ વખતે તેઓ એ નાના મહાત્માને જો આ રીતે કહે કે “મારું આ કામ કરી આપો”, તો કદાચ એ નાના મહાત્માને મનમાં આવો વિચાર આવી શકે કે પોતે મોટા છે, માટે આજ્ઞા (ઑર્ડર) કરીને મારી પાસે કરાવે છે’’ અથવા ધાકધમકીથી કરાવે છે.” આવો વિચાર એમના મનમાં પીડા ઉપજાવે એ સ્પષ્ટ છે. નાના પણ મહાત્માને આવી પીડા ઉપજે એ, અંકેન્દ્રિય જીવોને પણ પીડા ન પહોંચે એની કાળજી રાખનારા સાધુ ભગવંતને શી રીતે પોષાય ? એટલે આવી આજ્ઞા-બળાભિયોગ (ધાકધમકી)ની શંકાથી થના૨ પીડાને ટાળવા માટે જ્ઞાનીઓએ આવો વિધિ બતાવ્યો છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 146