________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિતજી કહેતા–“મિત્રે, આપણે સામાન્ય માનવીઓ તે ભાષા વર્ગણના કે સ્વાદ લાલુપતાના વિષચક્રમાં ફસાઈ જઈએ એ બને, પરંતુ કવચિત્ જ્ઞાની હોવાનો દાવો કરતા અને ઉચ્ચ કક્ષાના આત્માઓ પણ અટવાઈ ગયા અને અર્ધગતિ અનુભવ્યાનાં દષ્ટાંત શાસ્ત્રમાં મળે છે. ” આટલી ભૂમિકા સાથે પંડિતજીએ એક સુંદર વાર્તા વર્ણવી.
તેમણે કહ્યું–મિત્ર, કેઈ એક નગરમાં સમર્થસિંહ નામે રાજા રાજય કરે છે. ઘણે ભલે અને દયાળુ છે પિતાની અવસ્થા (વૃદ્ધાવસ્થા) થતા અને વૈરાગ્યભાવના જાગતા પિતે પ્રવજ્યા અંગીકાર કરી, રાજ્ય પિતાનાં પુત્ર શક્તિસિંહને સેંપી ચાલી નીકળે છે. શ્રમણત્વને રંગે રંગાયેલ મુનિવર્ય સ્થળે સ્થળે બાળજીવોને ધર્મ પમાડવા સુંદર ઉપદેશ આપતાં વિચરે છે એક તે રાજાને જીવ અને જ્યાં ત્યાં ગૌચર-વિહારનાં પણ ઠેકાણા નહિ છતાં સહન કરતાં મુનિશને શોભાવે છે. પણ ધીમે ધીમે તબિયત બગડતી ચાલી અને અતિસારસંગ્રહણી જે રેગ લાગુ પડી ગયે. વિહાર કરતાં કરતાં પોતાનાં ૫૦૦ શિષ્યો સાથે પિતાનાં નગરમાં આવી પહોંચે છે.
રાજાનાં પુત્ર, વર્તમાન રાજવીને પિતા મુનિવર્ય આવી રહ્યાનાં સમાચાર મળતાં સામૈયું કરી સુસ્વાગતપૂર્વક નગરપ્રવેશ કરાવે છે. જાણ થતા મુનિવર્યની નાદુરસ્ત ને બિમાર તબિ યત અંગે પિતાના રાજ્ય દ્વારા ગ્ય ઉપચાર કરાવે છે. જેથી મુનિવર્ય નિરોગી થાય છે. અને પછી પોતાના પાંચસે શિષ્યો સાથે ત્યાં જ સ્થિરવાસ કરે છે. ગુરૂદેવ નિરોગી થવા છતાં અશક્તિ ઘણી છે શરીર શિથિલ રહે છે, એટલે રાજા તેમને સારા, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક મળે તેવો પ્રબંધ કરે છે. જેથી મહાત્મા ધીમે ધીમે સ્વસ્થ થતાં જાય છે. પરંતુ ઘણા સમયથી ભોજન-વાનગીઓને મીઠો મધુરો સ્વાદ અનુભવતા હોઈ, આવા માદક ખેરાકમાં આસક્ત બને છે. અને બધી જ સગવડ હોય મનભાવતી વાનગીઓ બનાવડાવી શખથી આરોગે છે. જે કારણે મહામાં ધીમે ધીમે પિતાની ધર્મ આરાધનામાં પ્રમાદી-શિથિલ બની જાય છે, અને એટલે શ્રમણત્વ ચારિત્ર એમનાથી દૂર ભાગવા લાગે છે. ” પંડિતજીએ પિોરો ખાધ અને સ્વાદ, લાલસાની આવી ભયંકર અસરનું આશ્ચર્ય અમારા મુખ પર નિહાળી આગળ ચલાવ્યું.
મિત્ર પછી તે પેલા પાંચસો શિષ્યો જેઓ સાધુતામાં સ્થિર અને સંયમમાં રમ્યા પચ્યા રહેતા તેઓ ગુરુજીની આવી લાલસા અને શિથિલતા જોઈ ક્ષોભ પામે છે, અણગમે અનુભવે છે. વળી ગુરૂજીની આવી લાલસા અને શિથિલ બનતા ભાષામાં પણ કઠોરતા આવે આવે છે. અને તુંડમિજાજી બની જઈ પિતાના શિષ્યોને જ્યારે ત્યારે દબડાવે છે, ઠપકો આપે છે. પોતાની સગવડ સાચવવા હકમ છેડે છે. કેઈ વાર ન માનતા કડવી વાણી સંભળાવી ઉપાલંભે આપે છે આમ ગુરૂજીનું વિલાસી વર્તન, ચારિત્રની શિથિલતા અને કડવી વાણીથી કંટાળી લગભગ બધા શિવે તેમને ત્યાગી જાય છે. માત્ર એક જ સેવા નિષ્ઠ ગુરૂભક્ત શિષ્ય વિનય વિજય ગુરૂની સેવામાં ટકે છે. ગુરૂજીનાં કડવા વેણ, ઉગ્ર ઠપકો અને તેજ મિજાજ સહન કરતા ગુરૂજીની બધી સગવડે સાચવે છે. એમ કરતાં ચાતુર્માસ પુરૂ થયું. પેલે શિષ્ય કાર્તિક પૂર્ણિમાને દિવસે પ્રતિક્રમણ કરી, ચૌમાસી ખામણા ખમાવે છે.
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only