Book Title: Atmanand Prakash Pustak 073 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * - - - - - કલકત્તાના સેવાભાવી જૈન કાર્યકરો સ્વર્ગવાસ કલકત્તાના સેવાભાવી અને પરોપકારી જેન કાર્યકર શ્રી વિઠ્ઠલદાસ નાનચંદ શાહના સ્વર્ગવાસની નેંધ લેતા અમને દુઃખ અને ખેદ થાય છે. છેલ્લા કેટલાક સમયથી સ્વર્ગસ્થ તદન નિઃસ્વાર્થ ભાવે સદ્દવિચાર પરબની યોજના દ્વારા સુવિચારોને તન-મન-ધનને ભેગ આપી સફળ પ્રચાર કર્યો હતો ધંધાને ગૌણ કરી આ કાર્યને તેમણે અગ્રસ્થાન આપેલું અને તેમાં જ રચ્યાપચ્યા રહેતા. “આત્માનંદ પ્રકાશ” માસિક માટે તેમને અત્યંત લાગણી અને ભાવ હતા. સ્વભાવે તેઓ અત્યંત સરળ, સાદા, મિલનસાર અને પરગજુ હતા. શાસનદેવ તેમના આત્માને ચિર શાંતિ આપે. સ્વર્ગવાસ નોંધ શાહ ચીમનલાલ વેલચંદ સં. ૨૦૩૨ના અષાઢ વદી ૧૪ સોમવાર તા. ૨૬-૭-૭૬ ના રોજ ભાવનગર મુકામે સ્વર્ગવાસી થયેલ છે તેની નેંધ લેતા અમે ઘણા જ દિલગીર થયા છીએ. તેઓશ્રી મળતાવડા સ્વભાવના અને ધાર્મિક લાગણીવાળા હતા. તેઓ આ પણ સભાના આજીવન સભ્ય હતા. પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરીએ છીએ. શ્રી ઈડર પાંજરાપોળ સંસ્થાને મદદ કરે અહિંસાના અવતાર મહાનુભાવો, સવિનય વિનંતી કે ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં ઈડર પાંજરાપોળ સને ૧૯૭૫માં જૈન આચાર્ય શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજશ્રીના સદ્ ઉપદેશથી સ્થપાએલ છે. સંસ્થા સરકારમાન્ય રજીસ્ટર છે. સંસ્થા પાસે હાલ ૪૦૦ ઉપરાંત જાનવર છે. સંસ્થાની સુવ્યવસ્થા તેમ ખ્યાતિના કારણે ઠેરની આવક ચાલું છે. અબેલ મુંગા, નિરાશ્રીત ના નિભાવ માટે કાયમી ફંડ નથી. દાનવીરાની છુટી છવાઈ મદદ ઉપર જ મુખ્યત્વે નિભાવ થાય છે. આપ કરૂણાભાવથી પ્રેરાઈ મુંગા જીના નિભાવ માટે ઉદાર હાથે રોકડ, ઘાસ, કપાસીયા અને અન્ય મદદ મોકલી મોકલાવી મુંગા અબેલ, પ્રાણીઓના આશીર્વાદ મેળવી પુણ્ય ઉપાજીત કરશે તેવી અભ્યર્થના. મદદ મોકલવાનું સ્થળ :– શ્રી ઈડર પાંજરાપોળ સંસ્થા બાબુલાલ ડી. સુખડીયા જુના બજાર, ઈડર માનદ્ વહીવટદાર જી. સાબરકાંઠા ઈડર પાંજરાપોળ સંસ્થા ૨૧૦ : આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47