________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
રમણીય પ્રદેશમાં આવેલું છે. ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ પર એમના પુત્ર ચક્રવર્તી રાજા ભરતે રત્નજડિત મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિર પ્રતિ લઈ જતાં આઠ પગથિયાં પરથી `અષ્ટાપદ' શબ્દ પ્રચલિત બન્યો.
અષ્ટાપદ સાથે સંકળાયેલી દંતકથા તીર્થંકરો વિશેની ચોક્કસ માહિતી આપે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ ભગવાન શ્રી ઋષભદેવ સમવસરણમાં બિરાજીને દેશના (ઉપદેશ) આપતા હતા, ત્યારે કુતૂહલવશ ચક્રવર્તી રાજા ભરતે પૂછ્યું કે આ સમવસરણમાં દેશના સાંભળી રહેલા લોકોમાંથી ભવિષ્યમાં કોઈ તીર્થંકર થશે ખરા ? ત્યારે ભગવાને પ્રત્યુત્તર આપ્યો કે તમારો (ભરતનો) પુત્ર મરીચિ કેટલાય ભવો બાદ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી બનશે'. એ પછી આવનારી શ્રી ચોવીસીની સમજ આપી. આ રીતે ચક્રવર્તી રાજા ભરતને વર્તમાન શ્રી ચોવીસીની માહિતી જાણવા મળી હતી.
I
Jain Education International
સમવસરણ
ભરત ચક્રવર્તી
નિર્વાણ કલ્યાણક
For Private Personal Use Only
www.jainelibrary.