________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૧૨ પહેલાં ૩ પગથિયાં પર દરેક પગથિયે પાંચ તાપસ, કુલ ૧૫ એ ૧૫૦૩
તાપસ સૂચવે છે. ૧૩ ૧૫0૩ તાપસીનાં પારણાંની કથા-ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ
ગણધર ગુરુ ગૌતમસ્વામી નાનકડા ખીરના પાત્રમાં અંગૂઠો રાખીને
અક્ષણમહાનસી નામની લબ્ધિથી બધા તાપસોને પારણાં કરાવે છે. ૧૪ તિર્યગ જંભકદેવ (= વૈશ્રમણદેવ)ને ઉપદેશ આપતા ગુરુ ગૌતમસ્વામી. ૧૫ વાલિ મુનિ અને પ્રતિવાસુદેવ રાવણ વિમાન. ૧૬ પ્રતિવાસુદેવ રાવણની અષ્ટાપદ યાત્રા. ૧૭ પ્રતિવાસુદેવ રાવણ-મંદોદરીની પ્રભુભક્તિ. ૧૮ પ્રતિવાસુદેવ રાવણ અને સ્વર્ગના દેવ ધરણેન્દ્રનો સંવાદ. ૧૯ રાણી વીરમતિ (દમયંતીનો પૂર્વભવ) અને તિલક' વાર્તા. ૨૦ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજીની અષ્ટાપદ યાત્રા. ૨૧ ઇન્દ્ર વિમાન અને પુષ્પમાળા સાથે દેવો.
૮. તીર્થવિષયક સંશોધન :
શાસ્ત્રોમાં વર્ણવાયેલા શ્રી અષ્ટાપદ તીર્થ કે શ્રી અષ્ટાપદ ગિરિને વર્તમાન સમયમાં કોઈએ જોયું નથી. સાધુ-સંતો, યાત્રાળુઓ અને પ્રવાસીઓ હિમાલયની યાત્રા કરે છે. આ પ્રાચીન તીર્થ અહીં ક્યાંક છુપાયેલું છે, તેવી પ્રચલિત માન્યતા છે. આવા પવિત્ર, પુરાતન અને મહિમાવંતા સ્થળની શોધ માટે ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓ કાર્યરત છે.
૮.૧ અષ્ટાપદ વિષયક સામગ્રીનું સંકલન :
પ્રાચીન ધર્મગ્રંથો, યાત્રાળુઓનાં પ્રવાસ-વર્ણનો, સંશોધકોની નોંધો અને અન્ય માધ્યમ દ્વારા અષ્ટાપદ વિષયક તમામ સાહિત્યને એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું છે. એની સામગ્રીને ઝેરોક્સ રૂપે ૧૬ વૉલ્યુમમાં સંગ્રહિત કરવામાં આવી છે. શ્રી અષ્ટાપદ મહાતીર્થ અને તેને સંબંધિત તમામ માહિતીનું સંકલન કરવાનો આ ભગીરથ પ્રયાસ છે. ભગવાન ઋષભદેવનું જીવન, ચક્રવર્તી ભરતદેવની આસ્થા, ગુરુ ગૌતમસ્વામીની અષ્ટાપદયાત્રા વિશેની સામગ્રી આમાંથી મળી રહેશે.
29 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org