Book Title: Ashtapadji Mahatirth Ratnamandir
Author(s): Jain Center of America Inc. New York
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 36
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ જૈનધર્મના સાધુ હોવાના કારણે કંચન આદિના ત્યાગી હોવાથી સ્વીકારી શકે તેમ નહોતા. આખરે જ્યારે શ્રી ઋષભદેવ ભગવાન ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલા હસ્તિનાપુર નગરમાં પહોંચ્યા, ત્યારે શ્રેયાંસકુમારે તેઓને વંદન કર્યા અને ગોચરી માટે તાજો શેરડીનો રસ વહોરાવ્યો. શ્રેયાંસકુમારે શેરડીના રસના ૧૦૮ ઘડાની ભગવાન શ્રી ઋષભદેવની હથેળીમાં ધાર કરી અને ભગવાને રસનું એક પણ ટીપું ઢોળાય નહીં એ રીતે વાપર્યો. સમગ્ર સૃષ્ટિ પ્રભુજીનું પારણું થવાથી આનંદિત થઈ. તે વખતે દેવો પોકારી ઊઠ્યાં કે અહો દાનમ' અર્થાત ઉત્કૃષ્ટ દાન'. આ દિવસ અક્ષયતૃતીયા' તરીકે ઓળખાય છે. તે સમયથી વરસીતપની શરૂઆત થઈ અને તેના પારણાની ઉજવણીનો પ્રારંભ થયો. ૩. ભગવાન શ્રી ઋષભદેવનું કેવળજ્ઞાન અને નિર્વાણ : • ભગવાન ઋષભદેવે વર્ષો સુધી વિહાર કર્યો. ઉગ્ર તપસ્યા, સંયમી જીવન, ખુલ્લા પગે વિહાર અને પોતાની જાતને ધ્યાનમગ્ન રાખી. ભગવાન ઋષભદેવ સળંગ ત્રણ દિવસના ઉપવાસ (અઠ્ઠમ તપ) પછી જ્યારે વડના ઝાડ નીચે ઊંડા ધ્યાનમાં બેઠા હતા ત્યારે તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે ઇન્દ્ર અને બીજા દેવો ચોથા કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી માટે એકત્રિત થયા. તેઓએ ભગવાન શ્રી ઋષભદેવના પ્રથમ ઉપદેશ માટે દિવ્ય સમોવસરણની રચના કરી. ઘણા કાળ પછી જ્યારે ભગવાને જાણ્યું કે હવે તેમનો અંતિમ સમય આવી ગયો છે, ત્યારે ૧૦,૦૦૦ સાધુઓ સહિત અણસણ સ્વીકારવા (મૃત્યુ સુધી ઉપવાસ) માટે અષ્ટાપદ પર્વત પર પધાર્યા. છ દિવસના ઉપવાસ પછી ભગવાન નિર્વાણ પામ્યા, સિદ્ધ બન્યા. મોક્ષ પામી શુદ્ધ આત્મા બન્યા. ૪. રાજા ભરત ચક્રવર્તી : શ્રી ભરત ચક્રવર્તી એ શ્રી ઋષભદેવ ભગવાનના સહુથી મોટા પુત્ર હતા. ભગવાન શ્રી આદિનાથના નિર્વાણના સમાચાર સાંભળી તેઓને અંજલિ આપવા ભરત રાજા અષ્ટાપદ પર્વત પર પહોંચ્યા અને અગ્નિદાહ આપ્યો. અગ્નિસંસ્કારની વિધિ પછી શ્રી આદિનાથ ભગવાનની યાદગીરીમાં અષ્ટાપદ પર્વત પર રત્નમય (કીમતી Jain Education International For Private bersonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52