________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧૦. શ્રી મુનિસુવ્રત સ્વામી
વીસમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામી તેમના શિષ્યો સહિત ધ્યાન અને તપ માટે અષ્ટાપદ પર્વત પર ગયા હતા. તિબેટના ધર્મગ્રંથો પ્રમાણે ભગવાન આદિનાથ પછી આ એક જ તીર્થકર એવા છે જે ધ્યાન અને તપ માટે અષ્ટાપદ ગયા હતા.
૧૧. શ્રી પાદલિપ્તસૂરિ
શ્રી શત્રુંજય ગિરિરાજના સાન્નિધ્યમાં વસતા આચાર્ય પાદલિપ્તસૂરિજીએ ગિરનાર જવાનું નક્કી કર્યું, આ સમયે તેઓ આકાશગામી વિદ્યા (ઊડવાની શક્તિથી ભક્તિ માટે અષ્ટાપદ ગયા. પાલીતાણા નગરનું નામ આચાર્ય પાદલિપ્તસૂરિના નામ પરથી પડ્યું છે.
પરિશિષ્ટ - ૨
મુખ્ય શહેરોમાં પ્રદર્શન અને સેમિનાર
અષ્ટાપદ મૉડેલ અને ત્રણે ચોવીશી (તીર્થંકરની ૭ર પ્રતિમા) અને અન્ય પ્રતિમાઓનું ઘણાં નગરો અને મહાનગરોમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. આવું કરવાનું કારણ એ કે વિશાળ ધર્મપ્રિય જનસમૂહ આ ત્રણે ચોવીસીના દર્શનનો પાવન લાભ પામી શકે. આના કારણે દેશ-વિદેશમાં વ્યાપક જનસમૂહમાં અષ્ટાપદ તીર્થ વિશે જાગૃતિ આવી છે. અષ્ટાપદ તીર્થ વિશેનું સાહિત્ય અને અન્ય વિગતનાં પંદર વૉલ્યુમ પણ ઠેર ઠેર પ્રદર્શિત કરવામાં આવ્યા. કૈલાસ માનસરોવરની સંશોધન યાત્રાની સુંદર વિડિયોએ નવો ઉત્સાહ જગાડ્યો છે. અષ્ટાપદ તીર્થનું આ પ્રદર્શન મુંબઈ, ન્યૂયૉર્ક, સૂરત, એન્ટવર્પ, પાલીતાણા, અમદાવાદ, જયપુર, દિલ્હી, કોલકતા, ન્યૂજર્સી જૈના કન્વેન્થાન, તથા જીતો મુંબઈમાં, જીતો વડોદરામાં,તથા લૉસ એન્જલિસ વિગેરે શહેરોમાં દર્શાવ્યું છે, જેના દર્શનનો ધાર્મિક જનસમુદાયે મોટી સંખ્યામાં લાભ લીધો છે અને આ પ્રાચીન તીર્થના સંશોધન-કાર્યમાં ઊંડો રસ લીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org