Book Title: Ashtapadji Mahatirth Ratnamandir
Author(s): Jain Center of America Inc. New York
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 41
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ (અવધિજ્ઞાન)થી આની જાણ થઈ એટલે મંદિરના રક્ષણ ખાતર એમણે અંગૂઠાથી પર્વતને દબાવ્યો. અસહ્ય દબાણને કારણે રાજા રાવણ પર્વત નીચે દબાયો. જોરશોરથી રાડ પાડવા લાગ્યો, માંડ-માંડ તે સંકટથી બચી શક્યો અને તપસ્વી વાલિ મુનિની હાર્દિક ક્ષમાપના માંગી. ત્યાર પછી રાવણ પોતાની પત્ની મંદોદરી સાથે અષ્ટાપદ પર્વત પર ભક્તિ માટે ગયો. ખૂબ આનંદ સાથે મંદોદરી નૃત્ય કરવા લાગી અને રાવણ વીણા વગાડવા લાગ્યો. અચાનક વીણાનો તાર તૂટી ગયો, ત્યારે તેણે વિચાર્યું કે મંદોદરીના નૃત્યમાં વિક્ષેપ થશે એમ માનીને પોતાના જાંઘમાંથી લઘુ-લાઘવી વિદ્યાથી નસ ખેંચીને વીણામાં તૂટેલા તારની જગ્યાએ લગાવી અને વીણા વગાડવાનું ચાલુ રાખ્યું. આવી ભક્તિના પ્રભાવે રાજા રાવણે તીર્થંકર નામકર્મ નીકાચિત કર્યું. તેઓ ભવિષ્યની ચોવીસીમાં તીર્થકર થશે. અહીં રાજા રાવણને અષ્ટાપદના દર્શને આવેલા ધરણેન્દ્રદેવ મળ્યા. તેઓ એની સંગીતકલા અને ભક્તિથી ખૂબ પ્રભાવિત થયા, તેના ફળસ્વરૂપે વરદાન માગવા ખૂબ વિનંતી કરી. ત્યારે રાજા રાવણે ફળ સ્વરૂપે મોક્ષની માંગણી કરી. તે આપવા અસમર્થ ધરણેન્દ્ર દેવે ખૂબ આગ્રહ કરીને તેમણે વિજયા નામની અમોઘ વિદ્યાશક્તિ અર્પણ કરી. ૯. રાણી વીરમતી શ્રી દમયંતી રાણી એમના પૂર્વભવમાં વીરમતી રાણી હતાં. તેઓ એક વાર મમણ રાજા સાથે પ્રવાસ કરતાં હતાં, ત્યારે એક મુનિરાજ મળ્યા. મુનિરાજ દુન્યવી બાબતો ક્ષણભંગુર હોવાનો ઉપદેશ આપતાં મમ્મણ રાજાએ પશ્ચાત્તાપપૂર્વક મુનિરાજને નમન કર્યા. એમણે મુનિરાજને પૂછ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે? મુનિરાજે પ્રત્યુત્તર આપ્યો કે તેઓ અષ્ટાપદ તીર્થ પર ભક્તિ કરવા જઈ રહ્યા છે. રાણી વીરમતીએ પણ અષ્ટાપદ જઈ ભક્તિ કરવાનું નક્કી કર્યું. દીર્ધ તપશ્ચર્યાથી પ્રસન્ન થયેલાં શાસનદેવી એમને વિમાનમાં લઈને અષ્ટાપદ તીર્થ પર આવ્યાં. અહીં તેમણે ૨૪ તીર્થકરની સ્તુતિ કરી. પ્રત્યેક પ્રતિમાના મસ્તક ઉપર રત્નજડિત સુવર્ણ તિલક કર્યું. પરિણામે પછીના ભાવમાં રાણી દમયંતીના મસ્તક પર ચળકતા લાલ રંગવાળા માણેકની માફક એનું ભાલતિલક ચમકતું હતું. પૂર્વે દરેક તીર્થકરોને તેમણે ભાવપૂર્વક તિલક ચઢાવ્યા હતા, તેનું એ પરિણામ હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52