Book Title: Ashtapadji Mahatirth Ratnamandir
Author(s): Jain Center of America Inc. New York
Publisher: USA Jain Center America NY
Catalog link: https://jainqq.org/explore/001978/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ રત્નમંદિર ASHTAPAD MAHA TIRTH (પ્રતિકૃતિ # ૧૦) Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ડૉ. રજનીકાંત શાહ. જૈન સેન્ટર ઑફ અમેરિકા - ન્યૂયોર્ક ૪૩-૧૧ ઇથાકા સ્ટ્રીટ, એલ્મહસ્ટ, એન.વાય ૧૧૩૭૩ યુ.એસ.એ. Tel. (૭૧૮)-૪૭૮-૯૧૪૧ Fax: (૭૧૮) ૪૭૮-૯૧૪૪ E-mail: info@nyjaincenter.org Web: www.nyjaincenter.org બીજી આવૃત્તિ એપ્રિલ ૨૦૦૯ અષ્ટાપદ રિસર્ચ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (એઆરઆઇએફ) ડૉ. રજનીકાન્ત શાહ ૬ ઇસ્ટ ૪પ સ્ટ્રીટ, રૂમ ૧૧૦૦ ન્યૂયોર્ક, એન વાય – ૧૦૦૧૭ યુ.એસ.એ. અષ્ટાપદ રિસર્ચ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન એલ.ડી.ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી ગુજરાત યુનિવર્સિટી પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ jitendrabshah@yahoo.com doctorrshah@yahoo.com અષ્ટાપદ રિસર્ચ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ૧૪૦, શ્રી ગોપાલનગર ગોપાલપુરા બાયપાસ પો.ઓ. – ૨યામનગર, જયપુર-૩૮૨૦૧૯ રાજસ્થાન vbordia@gmail.com મુદ્રક: પારસ પ્રાંસ ૩૪, કોવાલજી પટેલ સ્ટ્રીટ ૧૭,લાખાણી ટેરેસ,પહેલો માળ ફોર્ટ, મુંબાઇ ૪૦૦ ૦૦૧ (ઓ) ૦૨૨ ૨૨૮૨ ૫૭૮૪ (મો) ૯૮૨૧૦ ૧૫૦૭૯ (રાજુ). (મો) ૯૮૭૯૦ ૦૮૯૦૮ (સમીર) Page #3 -------------------------------------------------------------------------- ________________ નિવેદન જૈન ધર્મના અતિ મહિમાવંતા પાંચ તીર્થોમાં એક અષ્ટાપદ તીર્થ છે. વર્તમાન સમયમાં તે પ્રાયઃ લુપ્ત માનવામાં આવે છે. જૈન સેન્ટર ઓફ અમેરિકા, ન્યૂયોર્ક દ્વારા આ તીર્થની પ્રતિકૃતિ બનાવવાનો અને સંશોધન અંગે ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે. - જૈન ધર્મ ગ્રંથો પ્રમાણે તીર્થકર ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. એમના પુત્ર ચક્રવર્તી રાજા ભરતે ત્યાં રત્નમય પ્રાસાદનું નિર્માણ કર્યું હતું. પ્રાસાદ પ્રતિ લઈ જતાં આઠ પગથિયાં પરથી અષ્ટાપદ શબ્દ પ્રચલિત બન્યો. જૈન સેન્ટર ઓફ અમેરિકા, ન્યૂયોર્ક સંસ્થાએ દેરાસર અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિ માટે નૂતન મકાનનું નિર્માણ કર્યું છે. ત્યાં ૨૪ તીર્થકરોની પ્રતિમાજી સ્થાપના કરવાનું નક્કી થયું. આના માટે રત્નોની ૨૪ પ્રતિમાઓ બનાવીને રત્નમંદિરની સ્થાપના કરવી. એ સમયમાં જયપુરના એક જિનાલયમાં અષ્ટાપદનો પટ જોઈને રત્નમંદિરનો વિચાર અષ્ટાપદની રચનાની કલ્પનામાં પરિવર્તન પામ્યો. આ પછી અષ્ટાપદ તીર્થ વિષે વધુ માહિતી મેળવી, અષ્ટાપદ તીર્થની કલાત્મક પ્રતિકૃતિ બનાવવાનું કામ ચાલુ થયું. અત્રે અગિયારમી પ્રતિકૃતિ તૈયાર કરીને ન્યૂયોર્ક મોકલેલ છે જ્યાં તે સ્થાપિત થશે. ૨૪ તીર્થકરોની પ્રતિમાજીના અઢાર અભિષેક મુંબઇ મુકામે પૂજ્ય શ્રી નયપાસાગરજી મહારાજસાહેબના સંયમજીવનના પચ્ચીસ વર્ષની ઉજવણીના શુભ પ્રસંગે એમની નિશ્રામાં રાખેલ છે. પછી આ પ્રતિમાજી ન્યૂયોર્કના જિનાલયમાં અષ્ટાપદ પર્વત ઉપર પ્રતિષ્ઠા સાથે સ્થાપિત થશે. For Private Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ આ સાથે અષ્ટાપદ પુસ્તિકાનું ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કરતાં ઘણો આનંદ થાય છે. પૂજ્ય આચાર્ય ભગવંતો, મહારાજ સાહેબ અને વિદ્વાનોના સલાહ-સૂચન માટે આભાર વ્યક્ત કરીએ છીએ. પદ્મશ્રી કુમારપાલભાઈ દેસાઈએ અનુવાદ કરી આપ્યો તે બદલ આભાર માનીએ છીએ. અષ્ટાપદની પ્રતિકૃતિ બનાવવાનું બધું કામ મોહનોત જેમ્સ જયપુર કરી રહ્યા છે. તેઓનો આભાર માનીએ છીએ. સર્વે સહધાર્મિક ભાઈ-બ્રેનોના સહયોગ બદલ આભાર માનીએ છીએ. . શ્રી દિનેશભાઈ અને પુષ્પાબેન શાહે આ પુસ્તિકા છપાવી તે બદલ તેમનો તથા તેમના કુટુંબીજનોનો આભાર માનીએ છીએ. જય જિનેન્દ્ર. ડો. રજનીકાંત શાહ. For Private 4 Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષય-સૂચી ..... નિવેદન.... વિષય-સૂચી........... ............ શ્રી અષ્ટાપદ મહાતીર્થ......... ૧. પ્રાસ્તાવિક................ ૨. શ્રી અષ્ટાપદજી મહાતીર્થ................... ૩. ગ્રંથસંદર્ભ અને ઇતિહાસ................... ૪. અષ્ટાપદ રચનાનો વિચાર અને વિકાસ: .... ૫. અષ્ટાપદની રચનાનો પ્રારંભ. ૫.૧ ધાર્મિક વિચારણા. ગાથાનો અર્થ મૂળ કલાકૃતિ. યોજના પ્રમાણેની ડિઝાઈન. ૫.૨ બાંધણી અને એન્જિનિયરિંગની દૃષ્ટિએ વિચારેલી ડિઝાઈન .. ૫.૩ સ્ફટિક અને કીમતી રત્નો (પથ્થર):. ............ જેમાંથી મૂર્તિ બનાવવામાં આવી તેનો કાચો પથ્થર........... ૬. પ્રતિકૃતિની રચના .......... ....... ૬.૧ અષ્ટાપદ પર્વત:................. .૨ ગોખલાઓ.............. ૬.૩ શ્રી જિન ચોવીસી-૨૪ તીર્થકરોની પ્રતિમાઓ. ૭. શ્રી અષ્ટાપદ તીર્થ વિષ્ણક કથાઓની કોતરણી ..................... ૮. તીર્થવિષયક સંશોધનઃ ............ .............. ૮.૧ અષ્ટાપદ વિષયક સામગ્રીનું સંકલનઃ.............. ૮.૨ પ્રવાસી ટીમ............. ૮૩ અષ્ટાપદનું સંભવિત સ્થાન..................... ................... ............ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૯. ટૂંક સાર : પરિશિષ્ટ-૧ - અષ્ટાપદ સંબંધી કથાઓ. ૧. શ્રી આદિનાથ અથવા ઋષભદેવ ભગવાન: ૨. ભગવાન શ્રી ઋષભદેવનું વરસીતપનું પારણું : ૩. ભગવાન શ્રી ઋષભદેવનું કેવળજ્ઞાન અને નિર્વાણ : ૪. રાજા ભરત ચક્રવર્તી ................. ૫. રાજા ભરત અને અરીસા મહેલ: ૬. શ્રી ગૌતમસ્વામી .. ૭. નાગકુમાર અને ચક્રવર્તી સગરરાજાના પુત્રો.................. ૮. પ્રતિવાસુદેવ રાજા રાવણ અને વાલિ મુનિ ..... ૯. રાણી વીરમતી. ૧૦. શ્રી મુનિસુવ્રત સ્વામી, ૧૧. શ્રી પાદલિપ્તસૂરિ............... પરિશિષ્ટ - ૨.... મુખ્ય શહેરોમાં પ્રદર્શન અને સેમિનાર.. પરિશિષ્ટ - ૩. ........... For Private Personal Use Only .......... .34 35 35 35 36 36 37 37 40 40 .41 .42 42 42 42 51 Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શા કકલદાસ હીરાચંદ અજબાણી ગં. સ્વ. ભુરીબેન કકલદાસ અજબાણી અજબાણી પરિવારના સૌજન્યથી For Pringate & Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ Kailash at A.M પ્રાતઃકાળે કૈલાસ-દર્શન તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન માનસરોવર આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ, જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ; શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર, તારંગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ જુહાર; અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચઉવિસે જોય મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય. -શ્રાવક કવિ ઋષભદાસ (૧૭ મી સદી Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૧. પ્રાસ્તાવિક જૈન ધર્મનાં અતિ મહિમાવંતા પાંચ તીર્થોમાં એક અષ્ટાપદ તીર્થ છે. વર્તમાન સમયમાં તે લુપ્તપ્રાયઃ માનવામાં આવે છે. જૈન સેન્ટર ઑફ અમેરિકા (ન્યૂયૉર્ક) દ્વારા આ તીર્થની પ્રતિકૃતિ બનાવવાનો ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે, જૈન ધર્મગ્રંથોમાં તીર્થકરના જીવનકાળમાં બનતી પાંચ અત્યંત મહત્ત્વની અને પવિત્ર ગણાતી ધટનાઓને પંચ કલ્યાણક' તરીકે ઓળખવામાં આવે છે. તીર્થકરનો માતાના ગર્ભમાં અવતરણ અને એમની માતાને આવતાં ૧૪ સ્વપ્નો, તે ચ્યવનકલ્યાણક કહેવાય છે. તીર્થકરના જન્મનો ભવ્ય રીતે ઊજવાતો જન્માભિષેક, તે જન્મ-કલ્યાણક કહેવાય છે. તમામ ભૌતિક સુખ-સમૃદ્ધિ ત્યજીને વિકટ તપસ્વી જીવનનો સ્વીકાર, તે દીક્ષા-કલ્યાણક કહેવાય છે. ઘણી તપશ્ચર્યા અને ધ્યાન-સાધના પછી તીર્થકરને પ્રાપ્ત થતું કેવળજ્ઞાન, તે કેવળજ્ઞાન કલ્યાણક કહેવાય છે. એમના જીવનનો છેલો પ્રસંગ તે એમનો આત્મા કર્મબંધનમાંથી પૂર્ણ રીતે મુક્ત થઈ સિદ્ધપદને પામે છે, તે નિર્વાણ કલ્યાણક કહેવાય છે. આ નિર્વાણભૂમિ પર તીર્થકર ભગવાનના જીવનની ધ્યેયપ્રાપ્તિ થાય છે અને તેઓ ભવભ્રમણના ફેરામાંથી સદાકાળ માટે મુક્તિ પામે છે. તે સ્થાન અતિપવિત્ર અને મહિમાવંતું ગણાય છે. નીચેના શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ સ્થળોએ ૨૪ તીર્થકરો નિર્વાણ પામ્યા છે અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરું, વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધયા, નેમ રેવત ગિરિવરું; સમેત શિખરે વીસ જિનવર, મુક્તિ પહુંચ્યા મુનિવરું, ચઉવીસ જિનવર નિત્ય વંદું, સયલ સંઘ સુëકરું. "શ્રી આદિનાથ ભગવાન અષ્ટાપદ પર નિર્વાણ પામ્યા, મહાવીરસ્વામી ભગવાન પાવાપુરીમાં, વાસુપૂજ્ય સ્વામી ભગવાન ચંપાપુરીમાં અને નેમિનાથ ભગવાન ગિરનારમાં નિર્વાણ પામી મોક્ષે ગયા. બાકીના વીસ તીર્થંકરો સમેતશિખરમાં નિર્વાણ પામ્યા. સકલ સંઘને સુખ આપનાર આ ચોવીસે તીર્થકરોને હું પૂજ્યભાવે વંદન કરું છું." જૈન ધર્મગ્રંથો પ્રમાણે તીર્થકર ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. શ્રી અષ્ટાપદ તીર્થ એ મહત્ત્વનું તીર્થ છે અને એ હિમાલયના શાંત અને Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ રમણીય પ્રદેશમાં આવેલું છે. ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ પર એમના પુત્ર ચક્રવર્તી રાજા ભરતે રત્નજડિત મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિર પ્રતિ લઈ જતાં આઠ પગથિયાં પરથી `અષ્ટાપદ' શબ્દ પ્રચલિત બન્યો. અષ્ટાપદ સાથે સંકળાયેલી દંતકથા તીર્થંકરો વિશેની ચોક્કસ માહિતી આપે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ ભગવાન શ્રી ઋષભદેવ સમવસરણમાં બિરાજીને દેશના (ઉપદેશ) આપતા હતા, ત્યારે કુતૂહલવશ ચક્રવર્તી રાજા ભરતે પૂછ્યું કે આ સમવસરણમાં દેશના સાંભળી રહેલા લોકોમાંથી ભવિષ્યમાં કોઈ તીર્થંકર થશે ખરા ? ત્યારે ભગવાને પ્રત્યુત્તર આપ્યો કે તમારો (ભરતનો) પુત્ર મરીચિ કેટલાય ભવો બાદ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી બનશે'. એ પછી આવનારી શ્રી ચોવીસીની સમજ આપી. આ રીતે ચક્રવર્તી રાજા ભરતને વર્તમાન શ્રી ચોવીસીની માહિતી જાણવા મળી હતી. I સમવસરણ ભરત ચક્રવર્તી નિર્વાણ કલ્યાણક For Private Personal Use Only www.jainelibrary. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૨. શ્રી અષ્ટાપદજી મહાતીર્થ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની પાવન નિર્વાણભૂમિ શ્રી અષ્ટાપદ મહાતીર્થ વિશે કેટલીક ઉપલબ્ધ માહિતી જોઈએ. ૧ સ્થાન અષ્ટાપદ પર્વત, (હિમાલયમાં કૈલાસ માનસરોવર પાસે પ્રચલિત માન્યતા મુજબ.). ૨ વર્તમાન સ્થિતિ અજ્ઞાત (જૈન સેન્ટર ઑફ અમેરિકા, ન્યૂયૉક એને શોધવા પ્રયત્નશીલ છે.) 3 નિર્માણકાળ લાખો-અબજો-ખર્વો વર્ષ પૂર્વે. ૪ કોની સ્મૃતિ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણભૂમિ. ૫ નિર્માતા શ્રી ભરત ચક્રવર્તી ૬ મંદિરનું નામ સિંહનિષદ્યા પ્રાસાદ. પ્રાસાદની રચના વાર્તકી રત્ન દ્વારા સામગ્રી રત્નમય મંદિર, સ્વરૂપ ચર્તુમુખી - સર્વતોભદ્ર અન્ય નામ હરાદ્રિ, રકતાદ્રિ, સ્ફટિકાચલ. પદ-પરણ આઠ-નામાનુરૂપ. ૧૨ સંબદ્ધ કથાઓ પરિશિષ્ટ-૧ ૩. ગ્રંથસંદર્ભ અને ઇતિહાસ ૧. અત્યંત પ્રાચીન જૈન આગમ ગ્રંથો (એકાદશ અંગાદિ આગમ)માં અષ્ટાપદનો મહાતીર્થ રૂપે ઉલ્લેખ મળે છે. ૨. અષ્ટાપદ તીર્થનો ઉલ્લેખ શ્રી આચારાંગસૂત્રની નિયુક્તિના ૩૩રમાં લોકમાં મળે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૩. જૈન આગમ શ્રી સૂત્રકૃતાંગસૂત્ર'માં દર્શાવ્યા પ્રમાણે શ્રી ઋષભદેવ ભગવાને તેમના પુત્ર રાજા ભરત ચક્રવર્તીને અષ્ટાપદ પર દેશના (ઉપદેશ) આપી હતી. ૪. જૈન આગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની નિયુક્તિ અનુસાર કોઈ પણ ભવ્યાત્મા પોતાની લબ્ધિથી શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે, તે ચરમ-શરીરી (આજ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરનાર જીવ) કહેવાશે, અર્થાત મોક્ષ પ્રાપ્ત કરશે. (અધ્યાય ૧૦, સૂત્ર ૨૯૦) ૫. શ્રી આવશ્યક નિર્યુક્તિ' માં પણ અષ્ટાપદ તીર્થનું વર્ણન પ્રાપ્ત થાય છે. ૬. શ્રી કલ્પસૂત્ર'માં અષ્ટાપદને ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણભૂમિ તરીકે દર્શાવવામાં આવી છે. ૭. શ્રી નિશીથ ચૂર્ણિમાં અષ્ટાપદ પર્વત પર તીર્થકર શ્રી ઋષભ દેવ ભગવાનના મોક્ષગમનનું વર્ણન છે. ૮. આચાર્ય જિનપ્રભસૂરિ કૃત વિવિધ તીર્થકલ્પ'માં અષ્ટાપદ તીર્થના કલ્પ વિશે એક અધ્યાય પ્રાપ્ત થાય છે. તેમાં લખ્યું છે કે ગુરુ ગૌતમસ્વામી દક્ષિણ બાજુથી સિંહનિષિદ્યા-પ્રાસાદમાં પ્રવેશ્યા હતા. ૯. આચાર્ય ધર્મઘોષસૂરિ રચિત શ્રી અષ્ટાપદ મહાતીર્થકલ્પ'માં આ તીર્થ વિશે વર્ણન મળે છે અને તેમાં લખ્યું છે કે સિંહનિષદ્યા-પ્રાસાદને ચાર બાજુ હતી. ૧૦. વિશ્વકર્માકૃત જ્ઞાનપ્રકાશ દીપાર્ણવ' ગ્રંથમાં અષ્ટાપદ ગિરિની રચના વિશે સવિસ્તાર નોંધ મળે છે. ૧૧. ઉત્તર પુરાણમાં જૈન તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર મળે છે. એમાં એવું વર્ણન છે કે એમના પુત્ર ભરત ચક્રવર્તીએ અતીત, વર્તમાન તથા અનાગત એમ ત્રણે ચોવીસીની ૭૨ તીર્થકરોની મૂર્તિઓ ધરાવતા સુવર્ણ મંદિરની રચના કરી. ૧૨. ભગવાન મહાવીર સ્વામીએ એક વાર દેશનામાં કહ્યું હતું કે જે વ્યક્તિ અષ્ટાપદ પર્વતની યાત્રા કરીને ત્યાં રાત્રિ વાસો કરી, આરાધના કરશે તે આ જન્મમાં મુક્તિ પામશે. આશરે છવ્વીસસો વર્ષ પૂર્વે ભગવાન મહાવીરના For Private & 12 sonal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ -- - - - --- પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ પોતાની વિશેષ લબ્ધિથી આ તીર્થની યાત્રા કરી હતી અને ત્યાં રાત્રિનિવાસ કરી આરાધના કરી હતી. ૧૩. ગુરુ ગૌતમસ્વામીએ જગચિંતામણિ સૂત્ર'ની પ્રથમ એક ગાથાની રચના અષ્ટાપદ તીર્થ પર કરી હતી. (પ્રબોધ ટીકા' : ભાગ-૧) ષડાવશ્યક બાલાવબોધ' ગ્રંથમાં લખ્યું છે કે તેમણે જગચિંતામણિ સૂત્ર'ની પહેલી એક ગાથાની રચના સાથે તીર્થ પર ચૈત્યવંદન કર્યું હતું. ૧૪. વસુદેવ હિંડી' ગ્રંથ (૨૧ માં અધ્યયન)માં ઉલ્લેખ છે કે આ પર્વત વૈતાઢ્યગિરિ સાથે સંબંધિત છે. એની ઊંચાઈ આઠ માઈલ છે અને એની તળેટીમાં નિશદિ નદી વહે છે. ૧૫. શ્રી જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં લખ્યું છે કે અષ્ટાપદગિરિ કોશલ દેશની ઉત્તર દિશામાં આવેલો છે. ભગવાન ઋષભદેવના નિર્વાણના સ્થળે દેવરાજ ઇંદ્રએ ત્રણ સ્તૂપની રચના કરી હતી. (સૂત્ર-૩૩). ૧૬. જુદા જુદા ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અષ્ટાપદ અયોધ્યાથી ૧૨.૫ યોજન ઉત્તર દિશા તરફ આવેલો હતો અને સ્વચ્છ આકાશ હોય ત્યારે અયોધ્યાના વૃક્ષની ટોચ ઉપરથી તે જોઈ શકાતો અને તેના દર્શન થઈ શકતા હતા. ૧૭. શ્રી સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર (સિદ્ધસ્તવ સૂત્ર)માં અષ્ટાપદમાં જે ક્રમમાં તીર્થકરોની પ્રતિમા છે, તે ક્રમનું વર્ણન મળે છે. - "ચત્તારિ-અ-દસ-દોય વંદિયા જિણવરા-ચઉવ્વીસા" ૧૮. શ્રી પૂર્વાચાર્ય-રચિત "અષ્ટાપદ કલ્પ" (પ્રાચીન)માં આ તીર્થનું મહત્ત્વ તથા અહીં થયેલી મંગલકારી ઘટનાઓનું વિસ્તૃત વર્ણન ઉપલબ્ધ છે. ૧૯. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં અષ્ટાપદ તીર્થનું વિગતે વર્ણન કર્યું છે. એના દસમા પર્વના પ્રારંભે ઉલ્લેખ મળે છે કે જે અષ્ટાપદ પર્વત પર પોતાની આધ્યાત્મિક શક્તિ (લબ્ધિ)થી ચઢે છે અને તીર્થ પર એક રાત્રિ વસે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. ૨૦. શ્રી ધનેશ્વરસૂરિકૃત શત્રુંજય મહાભ્યામાં રાજા ભરતે ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ નજીક વાદ્ધકી રત્ન દ્વારા પ્રાસાદ બંધાવ્યો હતો. For Private & 13onal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૨૧. અભિધાન ચિંતામણિ પ્રમાણે કૈલાસ પર્વત રજતાદ્રિ, અષ્ટાપદ, સ્ફટિકાચલ, હિરાદ્રિ, હિમવત અને ધવલગિરિ જેવાં નામોથી ઓળખાય છે. (૪-૯૪). ૨૨. પૂજ્ય સહજાનન્દઘનજી પોતાના પત્રોમાં લખે છે કે ૭૨ બિંબોની ત્રણ ચોવીસીઓ અહીં બરફમાં દટાયેલી છે. તેઓ નોંધે છે કે કેટલાંક જિન બિમ્બો બૌદ્ધ ભિક્ષુઓ પાસે છે. ૨૩. જૈન ગ્રંથો પ્રમાણે દરેક યુગમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ હોય છે અને દરેક કાળમાં ૨૪-૨૪ તીર્થકરો થતા હોય છે. ભગવાન ઋષભદેવ વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થંકર છે. એમના જીવનનો ઉલ્લેખ જુદા જુદા ધર્મગ્રંથો, વેદ અને પુરાણમાં જોવા મળે છે. તેઓ એ ગૃહસ્થાવસ્થામાં અસિ (તલવાર વગેરે સાધનનો ઉપયોગ), મસિ (શાહી અને કલમ) અને કૃષિ (ખેતી) બતાવી હતી. તેઓ આ અવસર્પિણીના પ્રથમ રાજા અને પહેલા ભિક્ષુ હતા. ૨૪. ઇતિહાસકારોના મત મુજબ પ્રાચીન સામાજિક સુધારણા દસથી બાર હજાર વર્ષ જૂની છે. એમ.આઈ.ટી. અનુસાર માનવસભ્યતાનો પ્રારંભ તિબેટમાં થયો હતો. પશ્ચિમ તિબેટ, કાશમીર અને હિમાચલ પ્રદેશનો પ્રાચીન ઇતિહાસ આ મંતવ્યનાં પ્રમાણો ધરાવે છે. ૨૫. ઈ. સ. પૂર્વે ૧૪૦૦માં જિયાના નામે ઓળખાતી સેમી તિબેટી પ્રજા શાંગ પ્રજા સાથે ભળી ગઈ હતી. જિયાન શબ્દ 'જિન' (તીર્થંકર) એટલે કે વિજેતાના પર્યાય રૂપે પ્રયોજાયો હોય. ૨૬. એક તિબેટના લેખ પ્રમાણે તીર્થકર ભગવાન મુનિસુવ્રતસ્વામીએ અષ્ટાપદ તીર્થ પર તપ અને ધ્યાન કર્યા હતાં. ૨૭. એક મંગોલિયન ભિક્ષુના મત પ્રમાણે તીર્થકર શ્રી ઋષભદેવે અષ્ટાપદગિરિ પર ધ્યાન અને તપ કર્યાં હતાં. આ ઉલ્લેખ કંજૂદ અને તંજૂદ પુસ્તકોમાં જોવા મળે છે. ૨૮. તિબેટમાં આવેલા પોતાલા મહેલ (દલાઈ લામાનો પૂર્વ નિવાસ)માં કેટલાક પ્રાચીન તાડપત્રીય ગ્રંથ છે, જેમાં ઋષભદેવના અષ્ટાપદ-કૈલાસ પરના નિર્વાણનું વર્ણન મળે છે. For Private & 14sonal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૨૯. ગાંગરી કરચગ (Gangari Karchag) જે ગ્રંથ તિબેટી કૈલાસ પુરાણ તરીકે પ્રસિદ્ધ છે, તે દર્શાવે છે કે કૈલાસ આખી સૃષ્ટિનું કેન્દ્ર છે. (આ ગ્રંથનો અંગ્રેજી અનુવાદ થઈ રહ્યો છે.) ૩૦. ગંગકારે તેશી (Gangkare Teashi) શ્વેત કૈલાસ (White Kailas) નામના પુસ્તકમાં દર્શાવે છે કે અહીં બૌદ્ધ ધર્મીઓ પૂર્વે જેનો વસતા હતા. તેઓ ગ્યાલ ફાલ પા અને ૨ પુ પા (Gyan Phal Pa and Chean Pu Pa) તરીકે ઓળખાતા હતા. તેમના પ્રથમ ભગવાનનું નામ ખયુ ચોક – ભગવાન ઋષભનાથ હતું અને છેલ્લા ભગવાન ફેલ વા અર્થાત્ મહાવીર સ્વામી હતું. આ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ એના ઘણા સિદ્ધાંતો જૈન સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે ૩૧. જૈન ધર્મની પ્રાચીનતા અંગે ડૉ. લતા બોથરા ઘણું સંશોધનકાર્ય કરી રહ્યાં છે. અષ્ટાપદ વિશેના તેમના પુસ્તકમાં અષ્ટાપદ અંગેના ઘણા સંદર્ભો મળે છે. ૩૨. જુદા જુદા ગ્રંથો, પુસ્તકો, સાધુઓ અને પ્રવાસીઓ પાસેથી અષ્ટાપદ વિશેનું વિપુલ સાહિત્ય પ્રાપ્ત થયું છે. એ સામગ્રી ધરાવતાં ૧૬ વૉલ્યુમ તો તૈયાર થઈ ગયાં છે. આ સોળ વૉલ્યુમમાં અષ્ટાપદ વિશેની વિવિધ સ્ત્રોતોમાંથી મળેલી માહિતી સંગ્રહિત કરવામાં આવી છે. ગ્રંથો અને ઇતિહાસમાંથી મળતી સામગ્રી અને અત્યારે ચાલી રહેલા સંશોધનની વિગતો આમાં ઝેરોક્સ કરીને સંગ્રહિત કરવામાં આવી છે. ૩૩. શ્રી ભરતભાઈ હંસરાજે કૈલાસ પર્વતની ઘણી તસવીરો લીધી છે અને તેમના મંતવ્ય પ્રમાણે આ તસવીરો શ્રી અષ્ટાપદ તીર્થના વર્ણન સાથે મેળ ધરાવે છે. ૪. અષ્ટાપદ રચનાનો વિચાર અને વિકાસ : ધ જૈન સેન્ટર ઑફ અમેરિકા, ન્યૂયોર્ક સંસ્થાએ દેરાસર અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિ માટે નૂતન મકાનનું નિર્માણ કર્યું છે. એમાં બીજે માળે ભમતીમાં ૨૪ તીર્થકરોની પ્રતિમાની સ્થાપના કરવાનું નક્કી થયું. અમે ભમતીમાં ચોવીસી (૨૪ તીર્થકરોની પ્રતિમા) મૂકવાનું ઇચ્છતા હતા, પરંતુ જગ્યાના અભાવે એ શક્ય બન્યું નહીં. આ અંગે વિચારો થતા રહ્યા અને જૈન સેન્ટરના નૂતન મકાનના બાંધકામના For Private & 15onal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ નકશાને અંતિમ રૂપ અપાઈ ગયું હતું. અમે રત્નોની ૨૪ મૂર્તિઓ બનાવવાનું નક્કી કર્યું અને બીજે માળે આ રત્નમંદિર ગભારાની દીવાલ પર મૂકવાનું નક્કી થયું. આ માટે ઘણી ઓછી જગ્યાની જરૂર પડે. આ તબક્કે રત્નમંદિરની પ્રારંભિક ડિઝાઈન દોરવામાં આવી. Floor N 3 Pathshala 1 Bhojanshala Ayambilshala Kitchen Rest Rooms C Shrimad Hall office Scholar's Room Upashraya Navkar Mantra Chandan Room Shower Rooms Senior Center Coat Rooms Gift Shop Rest Rooms Parking Youth Center Art Gallery Mini Theater Utilities ૨-કાળા BUILDING DIRECTORY DINING HALL MEDITATION HALL LIBRARY LECTURE HALL PARKING ૨-લીલા ASHTAPAD DADAWADI ADINATH TEMPLE MAHAVIR TEMPLE RECEPTION MULTIPURPOSE HALL CELLAR *&>4 ૧૪૨ SHILA જૈન સેન્ટર ઑફ અમેરિકા, ન્યૂયૉર્ક ના મંદિરની માહિતી રત્નમંદિરની યોજના આકાર લઈ રહી હતી, ત્યારે ભારતમાં આવેલા જયપુર શહેરના જિનાલયમાં જવાનું બન્યું. અહીં અષ્ટાપદ પટ નિહાળ્યો ત્યારે રત્નમંદિરનો વિચાર અષ્ટાપદની રચનાની કલ્પનામાં પરિવર્તન પામ્યો. Temple Elevation भगवान चन्द्र प्रभ भगवान वासज्य जी ૨-સફેદ ૨-લાલ શ્રી ચોવીસી For Private Personal Use Only O yer lea7407 ૧૬-સોનેરી Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ શ્રી અષ્ટાપદ તીર્થ અંગે સંશોધન કરતાં પહેલી નજરે લાગ્યું કે આ તીર્થ વિશે ખૂબ ઓછી માહિતી મળે છે, પરંતુ આ તીર્થનું વિશિષ્ટ મહત્ત્વ એ છે કે આ તીર્થ પ્રથમ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણભૂમિ છે. હવે અમે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે રત્નમંદિરના થયેલા કાર્યને જાળવીને તેનો કઈ રીતે શ્રી અષ્ટાપદ તીર્થની રચના માટે ઉપયોગ કરવો. આને કારણે શ્રી અષ્ટાપદતીર્થ વિશે વધુ હકીકતો અને માહિતીના સંશોધન માટે કાર્ય શરૂ કર્યું. આમાં અમને પૂ. સાધુમહારાજસાહેબો અને વિદ્વાનો પાસેથી કેટલુંક માર્ગદર્શન મળ્યું. આ વિષયને લગતા પ્રાચીન જૈન સાહિત્યના કેટલાક લેખોની ઝેરોક્ષ કૉપી આપી, જેમાંથી અષ્ટાપદ તીર્થ વિશે માહિતી મળવા લાગી અને ધર્મગ્રંથોની એ માહિતીને લક્ષમાં રાખીને અષ્ટાપદ તીર્થની પ્રતિકૃતિ' બનાવવાના અમારા વિચારને અમે કાર્યરત કર્યો. શ્રી નથમલજી ચંડાલિયા, જયપુર શ્રેણુજ એન્ડ કંપની, મુંબઈ શ્રી અષ્ટાપદ તીર્થપટ અષ્ટાપદ વિશેની માહિતી માટેના અમારા સંશોધનનું તારણ એ આવ્યું કે શ્રી અષ્ટાપદ તીર્થ બરફથી છવાયેલા હિમાલય પર્વતના શાંત વાતાવરણમાં આવેલો છે. એ નીચેનાં નામોથી પણ પ્રસિદ્ધ છે Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ - --- ---- - - - - - - - -- - - -- - - -- ---- -- --- -- -- - --- --- ----- -- --- -- - -- ---- -- -- -- - - --- રત્નમય : ૨૪ તીર્થકરોની રત્નજડિત પ્રતિમાઓ ધરાવતું રત્નજડિત મંદિર. રજતાદ્રી : રજતાદ્રી અથવા ચાંદીનો પર્વત, કારણ કે અષ્ટાપદ પર્વત બરફથી છવાયેલો હોવાથી રજત (ચાંદી)ના અદ્રી (પર્વત) જેવો લાગે છે. સ્ફટિકાચલ : સ્ફટિકનો બનેલો હોય તેવો પર્વત. અષ્ટાપદ તીર્થની પ્રતિકૃતિ બનાવવામાં ગ્રંથોમાંથી ઉપલબ્ધ માહિતી અને વર્ણન સહાયરૂપ બન્યાં. મૂળ સ્વરૂપને અનુરૂપ બનાવવા પર્વતને સ્ફટિક પથ્થર (કુદરતી રીતે પારદર્શક અને પ્રકાશ પસાર થઈ શકે, તેવા રંગનો બનાવવામાં આવ્યો જેથી બરફથી છવાયેલો હોય તેવો એ પર્વત જણાય. રત્નમંદિરની કલ્પના પરિપૂર્ણ કરવા માટે આઠ પગથિયાં રચવામાં આવ્યાં અને પર્વતની મધ્યમાં શ્રી ચોવીશી માટે ૨૪ ગોખલા બનાવવામાં આવ્યા. પર્વતનો દેખાવ ઊભો થાય તે રીતે એની બાંધણી કરવામાં આવી. આ રીતે ૨૪ તીર્થકર ભગવાનની ચોવીસી ધરાવતા રત્નમંદિરને શ્રી અષ્ટાપદ પર્વત પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ૫. અષ્ટાપદની રચનાનો પ્રારંભ અષ્ટાપદનો ખ્યાલ સ્પષ્ટ થતાં હવે પછીનું બીજું મહત્ત્વનું કાર્ય તેની પ્રતિકૃતિ તૈયાર કરવાનું હતું. એની રચનાને ડ્રૉઇંગ બોર્ડ પર અંતિમ રૂપ આપવાનું હતું. આ રચના કરતી વખતે આવનારા અવરોધોનો વિચાર કરવો જરૂરી હતો, કારણ કે એક વાર એની શિલ્પાકૃતિ તૈયાર થયા પછી તેમાં ફેરફાર કરવો મુશ્કેલ અને કેટલેક અંશે અશક્ય બને તેમ હતો. એથીય વધુ કીમતી સાધન-સામગ્રી અને કારીગરોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળે. આથી ફેરફાર કરવો પડે તેવા પરિવર્તનનો કે પ્રતિકૃતિના અમુક ભાગને કાઢી નાખવા અંગે આગોતરો વિચાર જરૂરી હતો. આથી ઉપરથી નીચેની તરફનો અભિગમ સ્વીકારવામાં આવ્યો. સુંદર અને ધાર્મિક જરૂરિયાત પ્રમાણેની વસ્તુનું પૃથક્કરણ કરવામાં આવ્યું. છેલ્લે નક્કી થયેલ પ્રતિકૃતિ મુજબ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. For Private18 ersonal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૫.૧ ધાર્મિક વિચારણા કોઈ પણ ધાર્મિક રચનાના કાર્ય માટે ધર્મગ્રંથો અથવા પૂજ્ય આચાર્યશ્રીઓનું માર્ગદર્શન જરૂરી બને છે. અષ્ટાપદની મૂળ રચના સર્વતોમુખી તરીકે ઓળખાતી અથવા સર્વ દિશા ધરાવતી ચાર બાજુની હતી. અમારી પાસે માત્ર એને આગળથી જોઈ શકાય તેટલી જગા હતી. આથી વાસ્તુકારને અમારી પાસેની ઉપલબ્ધ જગ્યા મુજબના માપથી, પ્રતિકૃતિની બાંધણીની રચન કરવી પડી. આ પ્રમાણે પર્વતની ઊંચાઈ અને પહોળાઈ (ઊંચાઈ ૧૨'.", પહોળાઈ ૧૪." અને ઊંડાઈ પ'.) નક્કી થઈ અને તે પ્રમાણે રત્નમંદિર બનાવવાનું નક્કી થયું. શાસ્ત્રગ્રંથોના આધાર પ્રમાણે જુદી જુદી હરોળમાં પ્રતિમાજીઓ નીચેના શ્લોકના આધારે બિરાજમાન કરવાનું નક્કી થયું. ચત્તારિ-અઠ-દસ-દોય વંદિયા જિણવરા-ચઉવ્વીસ - શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ગાથાનો અર્થ : ચાર દક્ષિણ દિશામાં, આઠ પશ્ચિમ દિશામાં, દસ ઉત્તર દિશામાં અને બે પૂર્વ દિશામાં એમ અષ્ટાપદ ઉપર વંદન કરાયેલા અને જેમણે પરમાર્થને (મોક્ષ) સંપૂર્ણ સિદ્ધ કર્યો છે, તેવા ચોવીસ તીર્થકરો મને સિદ્ધિ આપો. શાસ્ત્ર મુજબની રચના અષ્ટાપદ દર્શન For Private 19ersonal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ મૂળ કલાકૃતિ આ શ્લોક પ્રમાણે ચાર તીર્થકર ભગવાન ઉપરના સ્તરે (નં. ૩ થી ૬), વચ્ચેના સ્તરે આઠ (નં. ૭ થી ૧૪), નીચેના સ્તરે ૧૦ (નં. ૧૫ થી ૨૪) અને બે સૌથી નીચેના સ્તરે (૧ અને ૨) હોવા જોઈએ. આમ પ્રતિમાઓ ચાર હરોળમાં એકબીજા પર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું. દરેક હરોળમાં જગ્યા અનુસાર પ્રતિમાજીનાં માપમાં ફેરફાર કરવામાં આવ્યો. - - કાન માકિ કિમ જમા -- . . . , , , , , ક * ધ ક , યોજના પ્રમાણેની ડિઝાઈન ૫.૨ બાંધણી અને એન્જિનિયરિંગની દૃષ્ટિએ વિચારેલી ડિઝાઈન : પર્વત માટે સ્ફટિક વાપરવાનું નક્કી થયું પણ તે માટે જરૂરી સામગ્રીનું વજન આશરે ૧૦ ટન જેટલું થાય, તે આ જૈન સેન્ટરની બાંધણી માટે પડકારરૂપ બની રહ્યું. વળી તે દેરાસર ચોથા માળે આવેલું હોવાથી એની વજન ખમવાની ક્ષમતાની મર્યાદા હોય તે સ્વાભાવિક છે. ૧૦ ટનથી વધુ વજન તો થવું ન જ જોઈએ. સમગ્ર સ્ટ્રક્યર મજબૂત બને, તે માટે એક ટન વજનની સ્ટીલની ફ્રેમ જયપુરમાં બનાવવામાં આવી હતી. સ્ટીલ ફ્રેમમાં એકની ઉપર બીજું એવી રીતે આઠ પડ-સ્તર બનાવવામાં આવ્યા છે. પર્વતનો આકાર લાગે તે માટે ઢાળ બનાવવામાં આવ્યો, તેની રચના એ રીતે કરવામાં આવી કે સૌથી નીચેના ભાગની જાડાઇ ૫.૧" અને સૌથી ઉપરની જાડાઇ માત્ર ૦.૭પ' થઈ. For Private & Penal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૫.૩ સ્ફટિક અને કીમતી રત્નો (પથ્થર) : 30 ટન રફ સ્ફટિકના પથ્થરની આયાત કરવામાં આવી. તેના પર કરવામાં આવતી પ્રક્રિયા અને કોતરણી કર્યા પછી આ પર્વતનું કુલ વજન આશરે ૧૦ ટન જેટલું થયું. આ વજન ઝીલી શકે તે માટે ૧ ટનની સ્ટીલની ફ્રેમ બનાવવામાં આવી છે. વિશ્વના જુદા જુદા કલરના રત્નો જેમ સ્ટોન' આયાત કરવામાં આવ્યા અને તેમાંથી જુદા જુદા આકારની મૂર્તિઓ ઘડવામાં આવી. દરેક મૂર્તિ એક જ અખંડ રત્નમાંથી ઘડવામાં આવી. વળી આ દરેક રત્નો જેમોલૉજિકલ લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા. રત્નોમાંથી બનાવેલી આ મૂર્તિઓમાં કોઈ સાંધા નથી, એટલું જ નહીં, પરંતુ દરેક મૂર્તિ ધાર્મિક નિયમ અનુસાર અને નિશ્ચિત કરેલા માપ પ્રમાણે ઘડવામાં આવી. આ માટે વાપરવામાં આવેલા રત્નો સારી ગુણવત્તાવાળા હોય તે અંગે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. આ મૂર્તિઓ આ યોજનાનું અંતિમ સ્વરૂપ છે. આ માટે વપરાયેલા કેટલાક કીમતી રત્નોનાં નામ એમરલ્ડ, રૂબી, એમેથીસ્ટ, કુનઝાઈટ, રોઝ ક્વાર્ઝ, સોડાલાઈટ વગેરે છે. જેમાંથી મૂર્તિ બનાવવામાં આવી તેનો કાચો પથ્થર કોરલ ક્રાઈસોફેજ જાસપર RHODOCHROSITE સોડાલાઈટ ટાઈગર આઈ રોડોક્રોસાઈટ For Private Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૬. પ્રતિકૃતિની રચના : જુદા જુદા પ્રકારની સામગ્રી, રૂપરેખા અને ડિઝાઈન વડે વિવિધ આકારની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી, જેનાથી આવી રચના માટે સર્વોત્તમની પસંદગી થઈ શકે. આ તૈયાર કરવામાં આવેલા નમૂના શ્રી અષ્ટાપદની પ્રતિકૃતિની યોગ્ય પસંદગી માટે સહાયરૂપ બન્યા. આમાંનું પાંચ નંબરનું મૉડેલ 3ડી (ત્રિઆયામી છે. પહેલાંનાં બે મોડેલ ૨-ડી (દ્ધિઆયામી) સર્પેન્ટાઇન પથ્થરમાંથી બનાવવામાં આવ્યાં હતાં. આમાંનાં કેટલાંક મૉડેલમાં ગોખલા સ્વતંત્ર રીતે કોતરવામાં આવ્યા હતા. પછીથી આ મૂર્તિઓ યોગ્ય સ્થાને સ્થાપિત કરવા અલગ અલગ ગોખલા પર્વતમાં જ કોતર્યા છે, તેથી મૉડેલનો દેખાવ આકર્ષક બન્યો છે. મૂળ સ્થાપત્યના પાંચમા ભાગની આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આવી દસ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી તેના અનુભવે શીખવા મળ્યું કે સ્ફટિક અને કીમતી રત્નોની ડિઝાઈનમાં ફેરફાર કરવો પડે, તો તે ઘણો મુશ્કેલ હોય છે અને લાંબો સમય માગે તેવું કામ છે. ડ્રૉઇંગ અને ડિઝાઈન બદલાતા રહ્યા, પણ આખરે અમે સમગ્ર આકૃતિ માટે યોગ્ય નિર્ણય નક્કી કરી શક્યા છીએ. પ્રતિકૃતિ-૨ (૨-ડી-દ્વિઆયામી) પૂર્ણ કદના આરસની પ્રતિકૃતિ નં. ૯ (3-ડી ત્રિઆયામી) ૬.૧ અષ્ટાપદ પર્વત : પર્વત એ મુખ્ય અંગ છે અને તે સ્ફટિકનો બનાવવામાં આવ્યો છે. સ્ફટિકના ૧૦૦ થી ૩૦૦ કિલોનું વજન ધરાવતા ટુકડાઓને ઢોળાવવાળો પર્વત દેખાય તેમ For Private & Lobsonal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ગોઠવવામાં આવ્યા. એમાં નીચે આઠ પગથિયાં બનાવવામાં આવ્યાં, ઉપર ૨૪ ગોખલા છે. આમાં તીર્થકર ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ બધાં ગોખલા પર્વતમાં જ કોતરવામાં આવ્યા છે. પર્વતને સ્ફટિકના આઠ સ્તરમાં-લેવલમાં કોતરવામાં આવ્યો છે. પહેલા બે ભાગ પગથિયાં, બીજા ચાર મૂર્તિઓ માટે અને છેલ્લા બે શિખર માટે છે. આખી રચના મંદિર જેવી દેખાય તે માટે ટોચ પર પાંચ શિખરની ડિઝાઈન ઉમેરવામાં આવી છે. બધાં શિખર-ડિઝાઈન પ્રમાણે કોતરવામાં આવ્યાં. તેને સુવર્ણકળશથી સુશોભિત કરીને સૌથી ઉપરના ભાગમાં ધજા મુકવામાં આવી, રફ સ્ફટિક સ્ફટિકના બ્લૉક મૉડેલ નં.૧૦ માં (મુખપૃષ્ઠની ડિઝાઈન પ્રમાણે) પાંચ શિખરની ડિઝાઈન સહિત બાજુમાં ભૂતકાળ અને ભવિષ્યની ચોવીસી જોઈ શકાય છે. અત્યારે ચાલતી યોજના પ્રમાણે ઢાળ આપીને માપ પ્રમાણે પર્વતનો દેખાવ બનાવવાની યોજના નક્કી કરવામાં આવી છે. વિશાળ આકાશમાં માઉન્ટ કૈલાસનો આભાસ મળી રહે, તે માટે પાછળની દીવાલ પર માનસરોવર તથા કૈલાસ દર્શાવવામાં આવશે. અષ્ટાપદ પર્વતનું માપ સેન્ટરની ઊંચાઈ | ૧૨. ૭" બાજુની ઊંચાઈ | પહોળાઈ ૧૪.૬" જાડાઇ ૫'.૧" કાચથી દૂરી ૨૬.૫" પગથિયાનું માપ | ૫'X૧'.૮"x૨'-G" For Private $23rsonal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૬.૨ ગોખલાઓ ૨૪ પ્રતિમાજીઓ સ્થાપિત કરવા માટે ૨૪ ગોખલા છે. દરેક લાઈનમાં દરેક ગોખલાની સાઈઝ એકસરખી છે. અગાઉ આ ગોખલા સ્વતંત્ર રીતે બનાવેલા હતા, પણ પાછળથી એવું નક્કી કરવામાં આવ્યું કે પર્વતમાં સીધા જ કોતરવા. આથી એ પર્વતનો ભાગ બની ગયા. દરેક ગોખલામાં આગળ બે થાંભલી, પ્રતિમા માટે ગોખલો, કોતરણી સાથે છજું અને ઉપર શિખર રચવામાં આવ્યું છે. શરૂઆતમાં પદ્ધતિસરની ડિઝાઈન બનાવી, પણ પાછળથી અષ્ટ-પ્રાતિહાર્ય મૂકવાનું નક્કી કરવામાં આવ્યું. આથી તમામ ૨૪ ગોખલાઓ અષ્ટ પ્રાતિહાર્ય ધરાવતા બન્યા. પાયામાં સિંહાસન પાસે યક્ષ-યક્ષિણી કોતરવામાં આવ્યાં. પાંચ શિખરો પૂરેપૂરાં કોતરેલાં અને વચ્ચેના શિખર ઉપર કળશ તથા ધજા મુકવામાં આવ્યા. અષ્ટ-પ્રાતિહાર્યની કોતરણી પાંચ શિખરની ડિઝાઈન ૬.૩ શ્રી જિન ચોવીસી - ૨૪ તીર્થંકરોની પ્રતિમાઓ ૨૪ તીર્થકરોને દર્શાવતી ૨૪ પ્રતિમાઓ કોતરવામાં આવી છે. દરેક પ્રતિમાની નીચે એનાં લાંછન બનાવ્યાં, જેથી દર્શનાર્થી આ કયા તીર્થકર ભગવાનની પ્રતિમા છે તે જાણી શકશે. પ્રત્યેક પ્રતિમાજી કીમતી રત્નોમાંથી કોતરવામાં આવી. રંગો મળવાની મર્યાદાના કારણે દરેક તીર્થકરનો મૂળ રંગ મેળવવો મુશ્કેલ છે. અગાઉ નક્કી થયા પ્રમાણે ધાર્મિક નિયમ અનુસાર આ પ્રતિમાઓ સ્થાપિત થઈ છે. For Privat 24personal Use Only. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ પ્રતિમાનાં માપ એમની નિયત જગ્યા અનુસાર બદલાશે. નીચેની બે સૌથી ઊંચી ૯". ૧૧" (પહેલા અને બીજા ભગવાન), પછીની ચાર ૭"-૯" ઊંચાઈમાં (૩જા થી છઠ્ઠા), પછીની આઠ ૫"-૭" ઊંચાઈમાં (૭માં થી ૧૪માં) અને છેલ્લી ૧૦ ૩'-૫" ઊંચાઈમાં (૧૫માં થી ૨૪માં) સૌથી નાની હશે. આને ધર્મગ્રંથોના આધારે તીર્થકરોની મૂળ ઊંચાઈના પ્રમાણસર ભાગે બનાવવામાં આવી છે. ગોખલાઓ અને પ્રતિમાજીનાં માપ (દરેક માપ ઇંચમાં છે.) સૌથી નીચે નીચે સ્તર વચ્ચે સૌથી ઉપર ક૬ સૌથી મોટી નાની મધ્યમ મોટી ૧૦ ૪ સંખ્યા ઊંચાઈ ૧૪ ૧૮" ૨૨" પહોળાઈ ૨૪" ૨૨" ૧ થી ૨ ૧૮" ૧૫" ૭ થી ૧૪ તીર્થકર ૧૫ થી ૨૪ થી ૬ મૂર્તિ ૨ ઊંચાઈ ૧૧" ૯" ૭.૫" પહોળાઈ જાડાઈ પ* For Privat25 Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચોવિશી ૧ શ્રી આદિનાથ ભગવાન ૧૧” ૧૩ શ્રી શ્રી વિમલનાથ ભગવાન શ્રી અજિતનાથ ભગવાન ૧૧” | શ્રી અનંતનાથ ભગવાન ૩ શ્રી સંભવનાથ ભગવાન ૯” ૧૫ શ્રી | શ્રી ધર્મનાથ ભગવાન શ્રી અભિનંદન સ્વામી શ્રી શાંતિનાથ ભગવાન શ્રી સુમતિનાથ ભગવાન ભગવાન શ્રી પદ્યપ્રભ સ્વામી શ્રી અરનાથ ભગવાન શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શ્રી મલ્લિનાથ ભગવાન શ્રી ચંદ્રપ્રભ ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રી સુવિધિનાથ ભગવાન શ્રી નમિનાથ ભગવાન શ્રી શીતલનાથ ભગવાન ૨૨ શ્રી નેમિનાથ ભગવાન શ્રી શ્રેયાંસનાથ ભગવાન ૨૩ શ્રી પાર્શ્વનાથ ભગવાન ૧૨ શ્રી વાસુપૂજ્ય સ્વામી ૭” ૨૪ શ્રી મહાવીર સ્વામી For Private 826rsonal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ અમેઝોનાઈટ ઉં. ૧૧.૨૫" ૫. ૯.૧" ગ. ૪.૫" વજન. ૩૧૦૫૭ કેરેટ. લીલો-રશીયા બ્દુ ટોપાઝ ઉં. ૪.૪" પ. ૩૫" ગ.૩.૪" વજન. ૮૦૯૫ કેરેટ. વાદળી-બ્રાઝીલ એમેથીસ્ટ ઉં ૫" ૫. ૪" ગ.૨" વજન. ૨૮૯૨ કેરેટ. જાંબલી-બ્રાઝીલ સ્મોકી-ક્વાર્ટઝ ઉં. ૭.૩" પ. ૫.૭૫" ગ.૨.૯" વજન. ૮૧૯૫ કેરેટ. સ્મોકી-આફ્રીકા For Privale & Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૭. શ્રી અષ્ટાપદ તીર્થ વિષયક કથાઓની કોતરણી : શ્રી અષ્ટાપદ તીર્થ સાથે જોડાયેલી અનેક કથાઓ મળે છે. આમાંથી નીચેની અમુક કથાઓ અલગ અલગ દૃશ્ય રૂપે બતાવવામાં આવી છે. આ પુસ્તિકામાં અન્યત્ર આ કથાઓનો સંક્ષિપ્ત સારાંશ આપવામાં આવ્યો છે : શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ ને વધુ ધર્મકથાઓ મળતી ગઈ અને એને ત્રિ-આયામી રીતે (૩-ડી) કોતરવાનું નક્કી થયું. આમાંની કેટલીક ઘટનાઓ શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર બનેલી છે અને કેટલીક અષ્ટાપદને સંબંધિત ઘટનાઓ છે. ૧ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનનું જન્મકલ્યાણક. વર્ષીતપનું પારણું - રાજા શ્રેયાંસકુમાર દ્વારા હાથમાં અક્ષરસ ગ્રહણ કરીને પારણું કરતા શ્રી ઋષભદેવ ભગવાન. કેવળજ્ઞાન પછી અષ્ટાપદ પર રચાયેલા સમવસરણમાં ચક્રવર્તી ભરતને વર્તમાન ચોવીસી વિશે દેશના આપતા આદિ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન. શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ-કલ્યાણક. ૫ આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર, શ્રી અષ્ટાપદ તીર્થના સ્થાપક ચક્રવર્તી ભરત રાજા અહીં નિર્વાણ પામ્યા હતા. અષ્ટાપદના રંગમંડપમાં ચક્રવર્તી રાજા ભરત. અરીસા મહેલમાં પોતાના આભૂષણરહિત શરીરને જોઈને સંસારની ક્ષણભંગુરતા વિશે વિચારમગ્ન ચક્રવર્તી ભરત. ૮ ચક્રવર્તી સગર રાજાના પુત્રો અને નાગકુમારની કથા. નાગકુમારે પોતાની જ્વાળાથી ૬૦૦૦૦ પુત્રોને ભસ્મ કર્યા. ૯ ગુરુ ગૌતમસ્વામી ભગવાન મહાવીરસ્વામી પાસે અષ્ટાપદ તીર્થની યાત્રાની રજા માગે છે. ૧૦ શ્રી ગૌતમસ્વામી સૂર્યનાં કિરણોની મદદ (લબ્ધિ)થી અષ્ટાપદ તીર્થની યાત્રા કરે છે. ૧૧ શ્રી ગૌતમસ્વામી- જગચિંતામણિ સૂત્રની પહેલી ગાથાની રચના કરે છે અને ચૈત્યવંદન કરે છે 28.. Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૧૨ પહેલાં ૩ પગથિયાં પર દરેક પગથિયે પાંચ તાપસ, કુલ ૧૫ એ ૧૫૦૩ તાપસ સૂચવે છે. ૧૩ ૧૫0૩ તાપસીનાં પારણાંની કથા-ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર ગુરુ ગૌતમસ્વામી નાનકડા ખીરના પાત્રમાં અંગૂઠો રાખીને અક્ષણમહાનસી નામની લબ્ધિથી બધા તાપસોને પારણાં કરાવે છે. ૧૪ તિર્યગ જંભકદેવ (= વૈશ્રમણદેવ)ને ઉપદેશ આપતા ગુરુ ગૌતમસ્વામી. ૧૫ વાલિ મુનિ અને પ્રતિવાસુદેવ રાવણ વિમાન. ૧૬ પ્રતિવાસુદેવ રાવણની અષ્ટાપદ યાત્રા. ૧૭ પ્રતિવાસુદેવ રાવણ-મંદોદરીની પ્રભુભક્તિ. ૧૮ પ્રતિવાસુદેવ રાવણ અને સ્વર્ગના દેવ ધરણેન્દ્રનો સંવાદ. ૧૯ રાણી વીરમતિ (દમયંતીનો પૂર્વભવ) અને તિલક' વાર્તા. ૨૦ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજીની અષ્ટાપદ યાત્રા. ૨૧ ઇન્દ્ર વિમાન અને પુષ્પમાળા સાથે દેવો. ૮. તીર્થવિષયક સંશોધન : શાસ્ત્રોમાં વર્ણવાયેલા શ્રી અષ્ટાપદ તીર્થ કે શ્રી અષ્ટાપદ ગિરિને વર્તમાન સમયમાં કોઈએ જોયું નથી. સાધુ-સંતો, યાત્રાળુઓ અને પ્રવાસીઓ હિમાલયની યાત્રા કરે છે. આ પ્રાચીન તીર્થ અહીં ક્યાંક છુપાયેલું છે, તેવી પ્રચલિત માન્યતા છે. આવા પવિત્ર, પુરાતન અને મહિમાવંતા સ્થળની શોધ માટે ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓ કાર્યરત છે. ૮.૧ અષ્ટાપદ વિષયક સામગ્રીનું સંકલન : પ્રાચીન ધર્મગ્રંથો, યાત્રાળુઓનાં પ્રવાસ-વર્ણનો, સંશોધકોની નોંધો અને અન્ય માધ્યમ દ્વારા અષ્ટાપદ વિષયક તમામ સાહિત્યને એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું છે. એની સામગ્રીને ઝેરોક્સ રૂપે ૧૬ વૉલ્યુમમાં સંગ્રહિત કરવામાં આવી છે. શ્રી અષ્ટાપદ મહાતીર્થ અને તેને સંબંધિત તમામ માહિતીનું સંકલન કરવાનો આ ભગીરથ પ્રયાસ છે. ભગવાન ઋષભદેવનું જીવન, ચક્રવર્તી ભરતદેવની આસ્થા, ગુરુ ગૌતમસ્વામીની અષ્ટાપદયાત્રા વિશેની સામગ્રી આમાંથી મળી રહેશે. 29 Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ બીજી બાજુ કૈલાસ, માનસરોવર અને અષ્ટાપદ અંગેની ભૌગોલિક માહિતી અને પ્રવાસીઓના અનુભવો આમાંથી પ્રાપ્ત થશે. ભગવાન ઋષભદેવનું નિર્વાણ સ્થળ અષ્ટાપદ માનવસંસ્કૃતિ અને સભ્યતાના પ્રાચીનકાળની મહત્ત્વની કડી ગણાય. સૌથી પ્રાચીન મંદિર, સ્થાપત્ય અને સ્તૂપની એમાંથી ઝાંખી મળી શકે. આથી જૈન ધર્મની પ્રાચીનતા સંબંધી સાહિત્ય આમાંથી ઉપલબ્ધ થશે. અષ્ટાપદ તીર્થનું પ્રાચીન ગ્રંથોમાં મળતું વર્ણન અને એને લગતી કથાઓની પ્રમાણભૂત સામગ્રી આમાં લેવાઈ છે. અષ્ટાપદ તીર્થના રત્નમય મંદિરના સંદર્ભમાં રત્નોની સમજ, એના મોડેલ માટે કરવામાં આવેલા પ્રયાસોનું આલેખન મળશે. અષ્ટાપદ વિશે પ્રાચીન ગ્રંથોમાંથી મેળવેલા પ્રમાણભૂત આધારો અને ઉલ્લેખો સાથે અષ્ટાપદ તીર્થની સ્તુતિઓ, સ્તવનો અને પૂજાઓનો પણ આમાં સમાવેશ કર્યો છે. અષ્ટાપદની કથાઓ, પ્રવાસીઓનાં વર્ણનો અને વર્તમાન સમયે કરવામાં આવેલા સંશોધન-પ્રવાસીઓના અનુભવો આમાં સંગ્રહ્યાં છે. આમ અષ્ટાપદ વિશેની તમામ માહિતી ધરાવતા આ વૉલ્યુમની ડીવીડી પણ તૈયાર કરવામાં આવી છે અને એની સાથોસાથ સોળ વૉલ્યુમના વિષયો દર્શાવતી અનુક્રમણિકાની પુસ્તિકા પણ ઉપલબ્ધ છે. ૮. પ્રવાસી ટીમ - જૈન સેન્ટર ઑફ અમેરિકા (ન્યૂયૉર્ક) અત્યારે અષ્ટાપદના મૉડેલની રચના કરવામાં કાર્યરત છે. આ સેન્ટર અષ્ટાપદ મહાતીર્થ અને અષ્ટાપદના પર્વતનું સ્થાન નક્કી કરવામાં ઊંડો રસ ધરાવે છે. આ સંસ્થા દ્વારા ૨૦૦૬ જૂન અને ૨૦૦૭ જુલાઈના સમયમાં મધ્ય હિમાલયની મુલાકાત અને સંશોધન માટે બે વખત પ્રવાસોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં મુખ્ય હેતુઓ આ પ્રમાણે હતા : ૧. અત્યાર સુધી જે સંશોધન થયું છે, તેમાં ઉમેરો કરવો. ૨. જૈન સાહિત્યમાં વર્ણવાયેલા અષ્ટાપદના સ્થળને શોધવું. ૩. ભૌગોલિક તથા પુરાતત્ત્વની દૃષ્ટિએ અષ્ટાપદની ભાળ મેળવવી. For Private 83rsonal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ અષ્ટાપદ પ્રવાસી ટીમ-૨૦૦૬ ૮.૩ અષ્ટાપદનું સંભવિત સ્થાન નકશો દર્શાવે છે કે અષ્ટાપદનું સંભવિત સ્થાન હિમાલય પર છે. અષ્ટાપદતીર્થ બદ્રીનાથથી ઉત્તર દિશા તરફ આશરે ૧૬૮ માઈલના અંતરે આવેલું છે. કૈલાસ પર્વત કાંગ રિમ પોચે તરીકે પણ ઓળખવામાં આવે છે. તે માનસરોવરથી ઉત્તર તરફ આશરે ૨૫ માઈલના અંતરે આવેલું છે. કૈલાશ પર્વત Mount Kailash ખાઇ TRENCH અષ્ટાપદ પર્વત Mount Ashtapad Fig.- 27 : Poster picture commercially available (Aerial view of Kailash and Ashtapad Mountain) અષ્ટાપદનું વેચાણમાં મળતું ચિત્ર te3personal Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ બીજો એક પર્વત માનસરોવર અને કૈલાસની વચ્ચે આવેલો (પદ્મશ્નદ) છે, તે પ-૭ માઈલ ઉત્તર-દક્ષિણે આવેલો છે. તે પણ અષ્ટાપદ કહેવાય છે. આ પર્વતની ઊંચાઈ ૮ માઈલ છે અને સફેદ ખડકોથી ઢંકાયેલો છે તેથી તેને ધવલગિરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. દારચીન'થી ૧૫-૨૦ ટેકરીઓ પાર કરીને ૪ થી ૬ કલાકમાં પહોંચી શકાય છે. બૌદ્ધ યાત્રીઓ આ પર્વતને કાંગ શીચે' કહે છે. આશરે ૪૦ કિ.મી.ના અંતરે આવેલું પર્વતનું એક બીજું શિખર ગુરલા માંધાતા' તરીકે ઓળખાય છે. માંધાતા' શબ્દ સગર રાજાના પૂર્વજના મૂળમાંથી આવ્યો છે. કૈલાસ અને ગુરલા માંધાતાની વચ્ચે રાક્ષસ તાલ નામનું સરોવર આવેલું છે. નંદી પર્વતની ઘણી તસવીરો લેનાર અને આ પ્રદેશમાં સારું એવું ભ્રમણ કરનારા શ્રી ભરત હંસરાજના કહેવા પ્રમાણે આ પર્વત સાથે અષ્ટાપદના વર્ણનનો મેળ બેસે તેવો છે. આઠ પગથિયાં અને ફિંક્સ' જોવા મળે છે. અમે સેટેલાઈટ દ્વારા આ પ્રદેશની તસવીરો મેળવી છે અને એનો અભ્યાસ કરી રહ્યાં છીએ, જેથી કોઈ દટાયેલું સ્થાન મળી આવે. આ સંદર્ભમાં શ્રી પી. એસ. ઠક્કરનો છેલ્લો અહેવાલ અભ્યાસ કરવા જેવો છે. આ અહેવાલ રેફરન્સ વૉલ્યુમ નં. ૧૧ ના ૮૦ મા પ્રકરણમાં પૃષ્ઠ નં. ૪૯૭૩ પર છે. કૈલાસ પ્રદેશનું સેટેલાઈટ ચિત્ર For Private & Fersonal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ અષ્ટાપદની સંભવિત જગ્યા કૈલાસ પર્વત (૬૬૩૮ મીટર)થી દક્ષિણ પૂર્વમાં ૫૯૯૬ મીટર ઊંચે હોવી જોઈએ. કૈલાસ પર્વત કાંગ રિંપોચે - ગંગ તિસેના નામે ઓળખાય છે. આ સ્થળ દેરાફૂગથી દક્ષિણ પૂર્વમાં ૫ કિ.મી., દોલ્યા લાથી દક્ષિણપશ્ચિમ ૫ કિ.મી., ઝુટુલફૂગથી ઉત્તર-પશ્ચિમ ૭.૫ કિ.મી., જ્ઞાનડ્રેગ મોનાસ્ટ્રીથી ઉત્તર પૂર્વ ૮ કિ.મી., સેરલુંગ ગોમ્પાથી ઉત્તર-પૂર્વ ૮.૫ કિ.મી., ડારપોચે અથવા યમદ્વાર અથવા મોક્ષદ્વારથી ઉત્તર-પૂર્વ ૯ કિ.મી.ના અંતરે આવેલું છે. તે પૂર્વમાં ૧૩ ડ્રીંગુગ કાંગ્યું ચોર્ટનથી ૨.૫ કિ.મી., સેર ડુંગ ચુકસમ લાથી પૂર્વમાં ૨ કિ.મી. અથવા ગંગપોસંગલમ લાથી દક્ષિણ પશ્ચિમમાં ૨.૫ કિ.મીટર આવેલું છે. તે જગ્યાએ સેરલુંગ ચુકસમ લા અને ગંગ-પો સંગલમ લાથી સહેલાઈથી પહોંચી શકાય છે. 3 Barkha --- અષ્ટાપદની સંભવિત જગ્યાઓ Plain of (૧) કૈલાસ પર્વત (૨) કૈલાસ પર્વતની નજીક બોનારી (3) બર્બ્સ પ્લેઇન્સ (૪) ટાર્બોચે (૫) નંદી પર્વત (૬) સેર્લંગ ગોમ્પા અને જ્ઞાનડ્રેગ મોનાસ્ટ્રી વચ્ચેનો પર્વત (૭) જ્ઞાનડ્રેગ મોનાસ્ટ્રી (૮) ૧૩ ડ્રિગંગ કાંગ્યુ ચોર્ટેન (૯) અષ્ટાપદની સંભવિત 33 Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ જગ્યા જે ગોમ્બો જંગ અથવા ત્રિનેત્ર અથવા મહાકાલ તરીકે ઓળખાય છે. (૧૦) શ્રી પી. એસ. ઠક્કરે સેટેલાઈટ દ્વારા નક્કી કરેલી જગ્યા જે ધર્મ કિંગ નોર્સગ તરીકે ઓળખાય છે. ૯. ટૂંક સાર : અમે અષ્ટાપદ રિસર્ચ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની સ્થાપના કરેલ છે. આ સંસ્થાનું રજિસ્ટ્રેશન ભારત અને પરદેશ બંને જગ્યાએ થશે. અષ્ટાપદ રિસર્ચ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ભારત સરકાર સાથે અને ચીનના ભૌગોલિક પુરાતત્ત્વ અને અન્ય સંકળાયેલા વિભાગ સાથે સંકલન કરશે. તેઓ આ માટે બીજા સંશોધન સંસ્થાઓનો પણ સંપર્ક સાધશે. આ ટીમમાં ભૂસ્તરશાસ્ત્રીઓ અને પુરાતત્ત્વવિદો પણ જોડાશે. હવે પછીનું સંશોધન કઈ રીતે કરવું તે અંગે તેઓ સૂચન અને માર્ગદર્શન આપશે. નકશામાં બતાવેલી જગ્યા અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવા અમે સ્પેસ સેટેલાઇટ ડેટા મેળવવા પ્રયત્નશીલ છીએ. અમે અમારાં આ સંશોધનો પ્રકાશિત કરીશું. પરિણામે યુવાનવર્ગ, વ્યવસાયીઓમાં અને સંશોધકોમાં આ સંદર્ભે ઉત્સાહ જાગશે. આનાથી જુદી જુદી ગવર્નમેન્ટ એજન્સીઓ સુધી અમારી વાત પહોંચાડવામાં પણ સહાય થશે. આ માટે અમે સેમિનાર અને પ્રદર્શન પણ યોજીશું અને અવારનવાર અદ્યતન માહિતી આપીશું. આખરે સવાલ એ ઊભો થયો છે કે આપણા ગ્રંથો કહે છે તેમ જ્યારે શ્રી ગૌતમ સ્વામીએ ર૬૦૦ વર્ષ પહેલાં અષ્ટાપદની મુલાકાત લીધી પછી શું બન્યું ? એ સમયે ૧૫૦૩ તાપસો ચડવા માટે પ્રયત્ન કરતા હતા, પણ કેમ ચડી શક્યા નહીં ? એવો કોઈ મોટો ભૌગોલિક કે ઐતિહાસિક ફેરફાર થયો હશે કે જેથી તે અદૃશ્ય થઈ ગયો હોય ? આ એક ખુલાસો માગે તેવી મહત્વની વાત છે. સંશોધનની કેડીએ ચાલીને આપણે સહુ એનો ઉત્તર મેળવવા પ્રયાસ કરીએ અને આપણા પ્રાચીન તીર્થને પુનઃ પામવા ભાગ્યશાળી બનીએ. For Private 34rsonal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ પરિશિષ્ટ-૧ - અષ્ટાપદ સંબંધી કથાઓ ૧. શ્રી આદિનાથ અથવા ઋષભદેવ ભગવાન : ત્રીજા આરામાં ભરત ક્ષેત્રમાં નાભિકુલકરને ત્યાં મરૂદેવીની કુક્ષિમાં એક રાત્રિએ ભગવાન ઋષભદેવનો આત્મા સ્વર્ગમાંથી ચ્યવીને રાણી મરુ દેવીના ગર્ભમાં પ્રવેશ્યો. તે સમયે માતાએ ૧૪ સ્વપ્નો જોયાં અને ગર્ભકાળ પૂર્ણ થયા પછી ફાગણ વદ આઠમના દિવસે પુત્રરત્નને જન્મ આપ્યો. સૌધર્મ દેવલોકના અધિપતિ એવા સૌધર્મેન્દ્ર પાં ચરૂપ કરીને ભગવાનને મેરુપર્વત પર લઈ ગયા અને ત્યાં ચોસઠઇન્દ્રાદિએ જન્મ કલ્યાણકની ઉજવણી કરી. શ્રી નાભિકુલકરની આજ્ઞાથી પ્રથમ રાજા શ્રી ઋષભદેવ બન્યા. તેઓએ સારું રાજ્ય ચલાવ્યું અને લોકોને અસિ, મણિ, કૃષિ એટલે કે જુદી જુદી કલા, કારીગરી, ભાષા, વાણિજ્ય, ખેતી અને આત્મરક્ષણ શીખવ્યા અને સભ્યસમાજની સ્થાપના કરી. સમય પસાર થતાં તેમણે રાજ્યનો ત્યાગ કરતાં પૂર્વે એક વર્ષ સુધી દાન (વરસી દાન) આપ્યું. અને અંતે બે દિવસના ઉપવાસ કરી સર્વસંગનો ત્યાગ કરવા પૂર્વક કેશલોચન કર્યું અને મોક્ષ પામેલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી સાધુ બન્યા, તે વખતે ત્રણ જ્ઞાનના સ્વામી પ્રભુજીને મનઃપર્વવજ્ઞાન નામનું ચોથું જ્ઞાન પ્રગટ્યું. જન્મકલ્યાણક વરસીતપનું પારણું ૨. ભગવાન શ્રી ઋષભદેવનું વરસીતપનુ પારણું : સાધુ તરીકે શ્રી ઋષભદેવ ભગવાન સળંગ ૧૩ માસ સુધી ઘેર ઘેર ગોચરી (આહાર) વહોરવા માટે ગયા, પરંતુ લોકો આ વિશે અજાણ હતા. તેમને આહાર આપવાને બદલે સોનું, ચાંદી અને કીમતી વસ્તુઓ આપવા લાગ્યા, જે તેઓ 35 Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ જૈનધર્મના સાધુ હોવાના કારણે કંચન આદિના ત્યાગી હોવાથી સ્વીકારી શકે તેમ નહોતા. આખરે જ્યારે શ્રી ઋષભદેવ ભગવાન ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલા હસ્તિનાપુર નગરમાં પહોંચ્યા, ત્યારે શ્રેયાંસકુમારે તેઓને વંદન કર્યા અને ગોચરી માટે તાજો શેરડીનો રસ વહોરાવ્યો. શ્રેયાંસકુમારે શેરડીના રસના ૧૦૮ ઘડાની ભગવાન શ્રી ઋષભદેવની હથેળીમાં ધાર કરી અને ભગવાને રસનું એક પણ ટીપું ઢોળાય નહીં એ રીતે વાપર્યો. સમગ્ર સૃષ્ટિ પ્રભુજીનું પારણું થવાથી આનંદિત થઈ. તે વખતે દેવો પોકારી ઊઠ્યાં કે અહો દાનમ' અર્થાત ઉત્કૃષ્ટ દાન'. આ દિવસ અક્ષયતૃતીયા' તરીકે ઓળખાય છે. તે સમયથી વરસીતપની શરૂઆત થઈ અને તેના પારણાની ઉજવણીનો પ્રારંભ થયો. ૩. ભગવાન શ્રી ઋષભદેવનું કેવળજ્ઞાન અને નિર્વાણ : • ભગવાન ઋષભદેવે વર્ષો સુધી વિહાર કર્યો. ઉગ્ર તપસ્યા, સંયમી જીવન, ખુલ્લા પગે વિહાર અને પોતાની જાતને ધ્યાનમગ્ન રાખી. ભગવાન ઋષભદેવ સળંગ ત્રણ દિવસના ઉપવાસ (અઠ્ઠમ તપ) પછી જ્યારે વડના ઝાડ નીચે ઊંડા ધ્યાનમાં બેઠા હતા ત્યારે તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે ઇન્દ્ર અને બીજા દેવો ચોથા કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી માટે એકત્રિત થયા. તેઓએ ભગવાન શ્રી ઋષભદેવના પ્રથમ ઉપદેશ માટે દિવ્ય સમોવસરણની રચના કરી. ઘણા કાળ પછી જ્યારે ભગવાને જાણ્યું કે હવે તેમનો અંતિમ સમય આવી ગયો છે, ત્યારે ૧૦,૦૦૦ સાધુઓ સહિત અણસણ સ્વીકારવા (મૃત્યુ સુધી ઉપવાસ) માટે અષ્ટાપદ પર્વત પર પધાર્યા. છ દિવસના ઉપવાસ પછી ભગવાન નિર્વાણ પામ્યા, સિદ્ધ બન્યા. મોક્ષ પામી શુદ્ધ આત્મા બન્યા. ૪. રાજા ભરત ચક્રવર્તી : શ્રી ભરત ચક્રવર્તી એ શ્રી ઋષભદેવ ભગવાનના સહુથી મોટા પુત્ર હતા. ભગવાન શ્રી આદિનાથના નિર્વાણના સમાચાર સાંભળી તેઓને અંજલિ આપવા ભરત રાજા અષ્ટાપદ પર્વત પર પહોંચ્યા અને અગ્નિદાહ આપ્યો. અગ્નિસંસ્કારની વિધિ પછી શ્રી આદિનાથ ભગવાનની યાદગીરીમાં અષ્ટાપદ પર્વત પર રત્નમય (કીમતી For Private bersonal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ રત્નોથી જડેલું) મંદિર બનાવવાનું નક્કી કર્યું અને ભગવાન શ્રી ઋષભદેવે એમના ઉપદેશમાં વર્ણવ્યા પ્રમાણેના ૨૪ તીર્થકરોની મૂર્તિ પ્રસ્થાપિત કરી. ભરત ચક્રવર્તી અરીસા મહેલ ૫. રાજા ભરત અને અરીસા મહેલ : એક વાર રાજા ભરત ચક્રવર્તી મસ્તકથી પગ સુધી અલંકારોથી સુશોભિત થઈને પોતાના મહેલના અરીસામાં જોઈ રહ્યા હતા તેવામાં અચાનક એમના હાથમાંથી એક વીંટી નીચે પડી ગઈ. આ ખુલ્લી આંગળીએ એમને આશ્ચર્યચકિત કરી દીધા કે અલંકારો વગર એમનું શરીર કેવું દેખાય છે! પોતાના શરીર પરના તમામ અલંકારો દૂર કર્યા. એકાએક તેમને સમજાયું કે તેમના દેહની સુંદરતા અલંકારોને લીધે છે. તેમને લાગ્યું કે સાચી સુંદરતા ભૌતિક સુખમાં નહીં, પણ અંદર રહેલી છે. તેમને એમ પણ સમજાયું કે મેં મારી સુંદરતાની સંભાળ લેવામાં અને એને સુશોભિત કરવામાં ઘણાં વર્ષો બરબાદ કર્યા. હવે મારે દુન્યવી સુખો અને ઇચ્છાઓને છોડીને આંતરિક સુખને માટે કાર્યરત બનવું જોઈએ. આવા વિચારથી ધ્યાનની ઉચ્ચગતિ પ્રાપ્ત થતાં ઘાતકર્મથી મુક્ત થયા અને એ જ ક્ષણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારે ઇન્દ્ર દ્વારા અપાયેલ સાધુવેષનો સ્વીકાર કરી ઘણા કાળ સુધી પૃથ્વીતળ પર વિચર્યા. અન્ત, શ્રી અષ્ટાપદ પર્વત પર અણસણ સ્વીકારીને મોક્ષ પામ્યા. ૬. શ્રી ગૌતમસ્વામી : જ્યારે ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ચતુર્વિધ શ્રીસંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમાવેશ કરવામાં આવતો સમાજ)ની પાવાપુરીમાં સ્થાપના કરી, For Private 3 Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ત્યારે શ્રી ગૌતમસ્વામી ૫૦૦ શિષ્યો સાથે શ્રી મહાવીરસ્વામીના પ્રથમ ગણધર (શિષ્ય) બન્યા. એક વાર ભગવાન શ્રી મહાવીરસ્વામીએ દેવે પૂછેલા પ્રશ્નના જવાબ સ્વરૂપે દેશનામાં જણાવ્યું કે "જે વ્યક્તિ અષ્ટાપદ પર્વત પર જઈને ૨૪ તીર્થકરોને સ્તવે, તેને એ જ જન્મમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે." ગણધર શ્રી ગૌતમસ્વામીજીએ આ વાત દેવો પાસેથી સાંભળી ત્યારે મોક્ષ પામવાના ભાવથી તેમણે ભગવાન શ્રી મહાવીરસ્વામીની અનુમતિ માંગી. પ્રભુજીએ અનુમતિ આપતા શ્રી અષ્ટાપદતીર્થ તરફ પ્રયાણ કર્યું. જ્યારે ગણધર ભગવંતશ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વતની તળેટીમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે ત્રણ તપસ્વી સાધુઓ તેમના દરેકના ૫૦૦ શિષ્યો સાથે અષ્ટાપદ પર્વત ચઢવા પ્રયાસ કરતા હતા. એમાંનું એક જૂથ એક પગથિયા સુધી પહોંચ્યું હતું, બીજું જૂથ બે પગથિયા સુધી પહોંચ્યું હતું અને ત્રીજું જૂથ ત્રણ પગથિયાં સુધી પહોંચી શક્યું હતું. આનાથી આગળ કોઈ ચડી શક્યું નહોતું. સૂર્યનાં કિરણો અને આધ્યાત્મિક શક્તિ (આત્મ-લબ્ધિ)ની સહાયથી શ્રી ગૌતમસ્વામીજી અષ્ટાપદ પર્વત ચઢી ગયા. તેઓએ ત્યાં જઈ ૨૪ તીર્થકરોની સ્તુતિ કરી અને રાત્રિ પસાર કરી. અહીં તેઓએ જગચિંતામણિ સૂત્ર'ની પ્રથમ ગાથાની રચના પણ કરી. જગ-ચિન્તામણિ ચૈત્યવંદન ઇચ્છા-કારેણ સંદિસહ ભગવન્! ચૈત્ય-વન્દન કરૂં? ઇચ્છે. જગ-ચિન્તામણિ! જગ-નાહ! જગ-ગુરૂ! જગ-રખ્ખણ! જગ-બંધવ! જગ–સત્યવાહ! જગ-ભાવ-વિઅખૂણ! અદ્વાવય-સંકવિએ-રૂવ! કમ્પ-વિણાસણ! ચઉવીસ પિ જિણવર ! જયંતુ અ-પ્પડિય-સાસણ. ........ એ રાત્રિએ સ્વર્ગમાંથી વૈશ્રમણ (શ્રી વજૂસ્વામીજીનો પૂર્વભવ) નામના દેવ પણ ભક્તિ માટે ત્યાં આવ્યા. તેમણે શ્રી ગૌતમસ્વામીજીને જોયા. તેઓ ખૂબ સુંદર અને For Private 38 sonal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ સશક્ત દેખાતા હતા. તેઓ વિચારે છે કે આ સાધુ તપ કરવા છતાં આટલા તંદુરસ્ત કઈ રીતે છે ? શ્રી ગૌતમસ્વામીએ તેમના મનને વાંચી લીધું અને એમણે પુંડરિક અને કંડરિકની વાર્તા કહી અને સમજાવ્યું કે કૃશ શરીર એ તપનું સૂચક નથી, પરંતુ ઉચ્ચ ધ્યાન દ્વારા આત્માને કાબૂમાં રાખવો તે જ સાચું તપ છે. આ રીતે તેમણે સ્વર્ગમાંથી આવેલા દેવનો સંશય દૂર કર્યો અને પ્રતિબોધ કર્યો. બીજા દિવસે સવારે જ્યારે શ્રી ગૌતમસ્વામીજી નીચે પધાર્યા, ત્યારે તેમની આ સિદ્ધિથી પ્રભાવિત થયેલા બધા તાપસોએ તેમના શિષ્યો બનવાની ઇચ્છા વ્યક્ત કરી. શ્રી ગૌતમસ્વામીજીએ તેમને સૂચવ્યું કે તેઓ ભગવાન શ્રી મહાવીરસ્વામીના શિષ્ય બને. અંતે તેઓની તીવ્ર ઇચ્છા હોવાથી તેમણે તેઓને દીક્ષા આપી. આ બધા તપસ્વીઓને ત્રણ દિવસના ઉપવાસ હોવાથી શ્રી ગૌતમસ્વામીએ તેમના પારણાં માટે ખીર (દૂધમાં રાંધેલા ભાત) વહોરીને લાવ્યા. આ બધાને થઈ રહે તેટલી પૂરતી ખીર ન હોવા છતાં પોતાની લબ્ધિથી ખીરના પાત્રમાં અંગૂઠો રાખીને દરેકને ખીરનું પારણું કરાવ્યું. પારણા દરમિયાન ૫૦૧ તપસ્વી કેવળી બન્યા. શ્રી ગૌતમસ્વામી શ્રી ગૌતમસ્વામી અને નાગકુમાર અને તાપસ ખીરપારણું ચક્રવર્તી સગરના પુત્રો રસ્તામાં શ્રી ગૌતમસ્વામી શ્રી મહાવીરસ્વામીનું વર્ણન કરતા હતા તે સાંભળીને બીજા ૫૦૧ તાપસ કેવળી બન્યા. સમવસરણ પાસે આવતા ભગવાન મહાવીરસ્વામીને સમવસરણમાં જોતાં જ બાકીના ૫૦૧ તાપસ કેવળી બન્યા. એ સમયે ગૌતસ્વામીએ બધા તાપસોને બીજા સાધુઓ પાસે બેસવા જણાવ્યું, ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, "ગૌતમ, આ બધા કેવળીની આશાતના ન કરો." ત્યારે શ્રી ગૌતમસ્વામીને સમજાયું કે આ બધા તાપસ કેવળી બન્યા છે. 39 Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ૭. નાગકુમાર અને ચક્રવર્તી સગરરાજાના પુત્રો ચક્રવર્તી સગર રાજાને સાઈઠ હજાર પુત્રો હતા. એક વાર તેઓ અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયા અને ૨૪ તીર્થકરોની સ્તવના કરી. તેઓ અષ્ટાપદની સુંદરતા જોઈને પ્રભાવિત થયા અને આવી કીમતી રત્નોથી બનેલું તીર્થ જોઈને એની સુરક્ષા અંગે તેઓને ભય ઊપજ્યો અને થયું કે સમય જતાં કદાચ આ નાશ પામશે. આ તીર્થની સુરક્ષા માટે પર્વતની આસપાસ ઊંડી ખાઈ ખોદાવી. આ ખોદતી વખતે દેવતાના આવાસમાં માટી ધસવા લાગી. નાગકુમાર દેવ ઘણા રોષે ભરાયા અને આવેશમાં રાજકુમારો પાસે ગયા. રાજકુમારોએ નાગકુમાર દેવતાની માફી માંગી અને સમજાવ્યું કે તેઓ અષ્ટાપદ તીર્થની સુરક્ષા માટે ખાઈ ખોદી રહ્યા છે. નાગકુમારે તેઓને માફી આપી અને ત્યાંથી પોતાના આવાસે પાછા જતા રહ્યાં. બધા રાજકુમારોએ વિચાર્યું કે સમય જતાં તો આ ખાઈ પુરાઈ જશે, તેથી તેઓએ ગંગાના પવિત્ર જળથી ખાઈને પૂરવાનું નક્કી કર્યું. તે ખાઈ પૂરતા નાગકુમાર દેવતાના આવાસમાં ફરીથી માટી અને પાણી ધસી ગયા. તેથી ફરી છંછેડાયેલા નાગકુમારે અગ્નિની જ્વાળા દ્વારા ૬૦,૦૦૦ રાજકુમારોને ભસ્મીભૂત કરી દીધા. અને તેઓ તીર્થરક્ષાના મહાન સુકૃતના બળે મરીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ચક્રવર્તી સગર રાજાએ પોતાના ૬૦,૦૦૦ પુત્રોના નિધનના દુઃખદ સમાચાર જાણી દુન્યવી જીવનનો ત્યાગ કરી બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. ૮. પ્રતિવાસુદેવ રાજા રાવણ અને વાલિ મુનિ એક વાર રાજા રાવણ અષ્ટાપદ પર્વત પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમનું વિમાન અચાનક અટક્યું. આનું કારણ એ હતું કે એણે માર્ગમાં કાયોત્સર્ગ ધ્યાનસ્થ મુનિ વાલિને વંદન ન કર્યા. વિમાન માર્ગે આવતાં ત્યાગી મહાત્માને વંદન કરવા જોઈએ, તેની ઉપેક્ષા કરવાથી વિમાન અટકી જાય. પોતાની ભૂલ છતાં પૂર્વના વેરને યાદ કરીને રાજા રાવણ ઘણો ગુસ્સે થયો. એણે વાલિ મુનિને શિક્ષા કરવાનું નક્કી કર્યું. રાજા રાવણે વાલિ મુનિ સાથે આખો પર્વત સમુદ્રમાં નાખી દેવાના હેતુથી પર્વત ઊંચકવાની શરૂઆત કરી. વાલિ મુનિને પોતાના વિશિષ્ટ જ્ઞાન 40 Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ (અવધિજ્ઞાન)થી આની જાણ થઈ એટલે મંદિરના રક્ષણ ખાતર એમણે અંગૂઠાથી પર્વતને દબાવ્યો. અસહ્ય દબાણને કારણે રાજા રાવણ પર્વત નીચે દબાયો. જોરશોરથી રાડ પાડવા લાગ્યો, માંડ-માંડ તે સંકટથી બચી શક્યો અને તપસ્વી વાલિ મુનિની હાર્દિક ક્ષમાપના માંગી. ત્યાર પછી રાવણ પોતાની પત્ની મંદોદરી સાથે અષ્ટાપદ પર્વત પર ભક્તિ માટે ગયો. ખૂબ આનંદ સાથે મંદોદરી નૃત્ય કરવા લાગી અને રાવણ વીણા વગાડવા લાગ્યો. અચાનક વીણાનો તાર તૂટી ગયો, ત્યારે તેણે વિચાર્યું કે મંદોદરીના નૃત્યમાં વિક્ષેપ થશે એમ માનીને પોતાના જાંઘમાંથી લઘુ-લાઘવી વિદ્યાથી નસ ખેંચીને વીણામાં તૂટેલા તારની જગ્યાએ લગાવી અને વીણા વગાડવાનું ચાલુ રાખ્યું. આવી ભક્તિના પ્રભાવે રાજા રાવણે તીર્થંકર નામકર્મ નીકાચિત કર્યું. તેઓ ભવિષ્યની ચોવીસીમાં તીર્થકર થશે. અહીં રાજા રાવણને અષ્ટાપદના દર્શને આવેલા ધરણેન્દ્રદેવ મળ્યા. તેઓ એની સંગીતકલા અને ભક્તિથી ખૂબ પ્રભાવિત થયા, તેના ફળસ્વરૂપે વરદાન માગવા ખૂબ વિનંતી કરી. ત્યારે રાજા રાવણે ફળ સ્વરૂપે મોક્ષની માંગણી કરી. તે આપવા અસમર્થ ધરણેન્દ્ર દેવે ખૂબ આગ્રહ કરીને તેમણે વિજયા નામની અમોઘ વિદ્યાશક્તિ અર્પણ કરી. ૯. રાણી વીરમતી શ્રી દમયંતી રાણી એમના પૂર્વભવમાં વીરમતી રાણી હતાં. તેઓ એક વાર મમણ રાજા સાથે પ્રવાસ કરતાં હતાં, ત્યારે એક મુનિરાજ મળ્યા. મુનિરાજ દુન્યવી બાબતો ક્ષણભંગુર હોવાનો ઉપદેશ આપતાં મમ્મણ રાજાએ પશ્ચાત્તાપપૂર્વક મુનિરાજને નમન કર્યા. એમણે મુનિરાજને પૂછ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે? મુનિરાજે પ્રત્યુત્તર આપ્યો કે તેઓ અષ્ટાપદ તીર્થ પર ભક્તિ કરવા જઈ રહ્યા છે. રાણી વીરમતીએ પણ અષ્ટાપદ જઈ ભક્તિ કરવાનું નક્કી કર્યું. દીર્ધ તપશ્ચર્યાથી પ્રસન્ન થયેલાં શાસનદેવી એમને વિમાનમાં લઈને અષ્ટાપદ તીર્થ પર આવ્યાં. અહીં તેમણે ૨૪ તીર્થકરની સ્તુતિ કરી. પ્રત્યેક પ્રતિમાના મસ્તક ઉપર રત્નજડિત સુવર્ણ તિલક કર્યું. પરિણામે પછીના ભાવમાં રાણી દમયંતીના મસ્તક પર ચળકતા લાલ રંગવાળા માણેકની માફક એનું ભાલતિલક ચમકતું હતું. પૂર્વે દરેક તીર્થકરોને તેમણે ભાવપૂર્વક તિલક ચઢાવ્યા હતા, તેનું એ પરિણામ હતું. Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ૧૦. શ્રી મુનિસુવ્રત સ્વામી વીસમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામી તેમના શિષ્યો સહિત ધ્યાન અને તપ માટે અષ્ટાપદ પર્વત પર ગયા હતા. તિબેટના ધર્મગ્રંથો પ્રમાણે ભગવાન આદિનાથ પછી આ એક જ તીર્થકર એવા છે જે ધ્યાન અને તપ માટે અષ્ટાપદ ગયા હતા. ૧૧. શ્રી પાદલિપ્તસૂરિ શ્રી શત્રુંજય ગિરિરાજના સાન્નિધ્યમાં વસતા આચાર્ય પાદલિપ્તસૂરિજીએ ગિરનાર જવાનું નક્કી કર્યું, આ સમયે તેઓ આકાશગામી વિદ્યા (ઊડવાની શક્તિથી ભક્તિ માટે અષ્ટાપદ ગયા. પાલીતાણા નગરનું નામ આચાર્ય પાદલિપ્તસૂરિના નામ પરથી પડ્યું છે. પરિશિષ્ટ - ૨ મુખ્ય શહેરોમાં પ્રદર્શન અને સેમિનાર અષ્ટાપદ મૉડેલ અને ત્રણે ચોવીશી (તીર્થંકરની ૭ર પ્રતિમા) અને અન્ય પ્રતિમાઓનું ઘણાં નગરો અને મહાનગરોમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. આવું કરવાનું કારણ એ કે વિશાળ ધર્મપ્રિય જનસમૂહ આ ત્રણે ચોવીસીના દર્શનનો પાવન લાભ પામી શકે. આના કારણે દેશ-વિદેશમાં વ્યાપક જનસમૂહમાં અષ્ટાપદ તીર્થ વિશે જાગૃતિ આવી છે. અષ્ટાપદ તીર્થ વિશેનું સાહિત્ય અને અન્ય વિગતનાં પંદર વૉલ્યુમ પણ ઠેર ઠેર પ્રદર્શિત કરવામાં આવ્યા. કૈલાસ માનસરોવરની સંશોધન યાત્રાની સુંદર વિડિયોએ નવો ઉત્સાહ જગાડ્યો છે. અષ્ટાપદ તીર્થનું આ પ્રદર્શન મુંબઈ, ન્યૂયૉર્ક, સૂરત, એન્ટવર્પ, પાલીતાણા, અમદાવાદ, જયપુર, દિલ્હી, કોલકતા, ન્યૂજર્સી જૈના કન્વેન્થાન, તથા જીતો મુંબઈમાં, જીતો વડોદરામાં,તથા લૉસ એન્જલિસ વિગેરે શહેરોમાં દર્શાવ્યું છે, જેના દર્શનનો ધાર્મિક જનસમુદાયે મોટી સંખ્યામાં લાભ લીધો છે અને આ પ્રાચીન તીર્થના સંશોધન-કાર્યમાં ઊંડો રસ લીધો છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ મુંબઈમાં શ્રી અષ્ટાપદદર્શન (૨૦૦૩) I III JAAAAAAA સૂરતમાં શ્રી અષ્ટાપદદર્શન (૨૦૦૪) ન્યૂયોર્ક લઈ જવા પૂર્વે સુરતમાં લેવાયેલી રત્નો જડિત ૨૪ તીર્થકરોની પ્રતિમાઓ ન્યૂયોર્ક લઈ જતા પૂર્વે સૂરતમાં દર્શનાર્થે રાખવામાં આવેલી ૨૪ તીર્થકરોની રત્ન પ્રતિમાઓ પાલિતાણામાં શ્રી અષ્ટાપદદન (૨૦૦૫) For Priv43. Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ શ્રી અષ્ટાપદ તીર્થ અંગે અમદાવાદમાં આયોજિત પરિસંવાદ, ૨૦૦૫ ANKETA PE AMERIN ગુજરાત સમાચારમાં નોંધ - (૨૦૦૫) અષ્ટાપદ મહાતીર્થનું રહસ્ય ઉકેલવા વ્યાપક સંશોધનની જરૂર આદી તીર્થકર સષભદેવના પુત્ર ચક્રવર્તી ભરતે | અષ્ટાપદ સ્થાપ્યું હતું તિબેટના બરફમાં ૭૨ જિનાલયો દટાયેલા હોવાનું મનાય છે પ્રાચીન સુમેરુ મંદિરો અષ્ટાપદ તીર્થના વર્ણન સાથે મેળ ધરાવે છે For Private & Persée Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ અમદાવાદમાં શ્રી અષ્ટાપદદર્શન (૨૦૦૫) જયપુરમાં શ્રી અષ્ટાપદદર્શન (૨૦૦૫) દિલ્હીમાં અષ્ટાપદ અંગેનું પ્રદર્શન, પ્રવચનો અને ડીવીડીનું વિમોચન, (૨૦૦૬) For Privat45Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ કલકત્તામાં શ્રી અષ્ટાપદદર્શન (૨૦૦૧) જયપુરમાં શ્રી અષ્ટાપદ-દર્શન જયપુરમાં ક્વેલરી શો જિતો'ની કૉન્ફરન્સમાં અષ્ટાપદ દર્શન માટે ઉમટેલા ભાવિકજનો અને મુંબઈ સમાચારની નોંધ ૪ર દેશમાંથી એક લાખથી વધુ સંખ્યામાં હાજર જૈનોએ અભૂતપૂર્વ રસ દાખવ્યો 5 જેનોના ચારેય ફિરકાને એક થવાની મુનિશ્રી - નાયપાસાગરની અપીલ For Privatpersonal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ જૈના ન્યુજર્સી શ્રી અષ્ટાપદ દર્શન - ૨૦૦૭ લોસ એંજલીસમાં શ્રી અષ્ટાપદ દર્શન - ૨૦૦૭ For Privat] Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ જીતો મુંબઈ –શ્રી અષ્ટાપદ દર્શન - ૨૦૦૮ 48 Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ ધાનેરા શ્રી અષ્ટાપદ દર્શન - ૨૦૦૮ For Priv49& Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ La A - નું માર્ચ-નવા EUROVDU PARIS ANTITRE OF INDOLOGY Du AA જયપુર શ્રી અષ્ટાપદ દર્શન -૨૦૦૮ શ્રી અષ્ટાપદ મહાતીર્થ અમદાવાદમાં પરિસંવાદ - ૨૦૦૯ Ingine of ladelogy Bear on Ashtapad 50 Page #51 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૩ શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિમા એક જ સોડાલાઈટ સ્ટોનમાંથી બનેલી છે. ઊંચાઇ ૫૧ ઇંચ છે. અત્યારે ૧૦૨ ઇંચ ઊંચાઈવાળું સોડાલાઈટ સ્ટોનમાં કોતરણીયુક્ત પરિકર તૈયાર થઈ રહેલું છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈન સેન્ટર ઑફ અમેરિકા, ન્યૂયોર્ક 43-11 ઇથાકા સ્ટ્રીટ, એલ્મસ્ટ, ન્યૂયોર્ક 11373, યુ.એસ.એ. Tel. (718) -478-9141 Fax: (718) 478-9144 E-mail: info@nyjaincenter.org Web: www.nyjaincenter.org