________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૭. નાગકુમાર અને ચક્રવર્તી સગરરાજાના પુત્રો
ચક્રવર્તી સગર રાજાને સાઈઠ હજાર પુત્રો હતા. એક વાર તેઓ અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયા અને ૨૪ તીર્થકરોની સ્તવના કરી. તેઓ અષ્ટાપદની સુંદરતા જોઈને પ્રભાવિત થયા અને આવી કીમતી રત્નોથી બનેલું તીર્થ જોઈને એની સુરક્ષા અંગે તેઓને ભય ઊપજ્યો અને થયું કે સમય જતાં કદાચ આ નાશ પામશે. આ તીર્થની સુરક્ષા માટે પર્વતની આસપાસ ઊંડી ખાઈ ખોદાવી. આ ખોદતી વખતે દેવતાના આવાસમાં માટી ધસવા લાગી.
નાગકુમાર દેવ ઘણા રોષે ભરાયા અને આવેશમાં રાજકુમારો પાસે ગયા. રાજકુમારોએ નાગકુમાર દેવતાની માફી માંગી અને સમજાવ્યું કે તેઓ અષ્ટાપદ તીર્થની સુરક્ષા માટે ખાઈ ખોદી રહ્યા છે. નાગકુમારે તેઓને માફી આપી અને ત્યાંથી પોતાના આવાસે પાછા જતા રહ્યાં. બધા રાજકુમારોએ વિચાર્યું કે સમય જતાં તો આ ખાઈ પુરાઈ જશે, તેથી તેઓએ ગંગાના પવિત્ર જળથી ખાઈને પૂરવાનું નક્કી કર્યું. તે ખાઈ પૂરતા નાગકુમાર દેવતાના આવાસમાં ફરીથી માટી અને પાણી ધસી ગયા. તેથી ફરી છંછેડાયેલા નાગકુમારે અગ્નિની જ્વાળા દ્વારા ૬૦,૦૦૦ રાજકુમારોને ભસ્મીભૂત કરી દીધા. અને તેઓ તીર્થરક્ષાના મહાન સુકૃતના બળે મરીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ચક્રવર્તી સગર રાજાએ પોતાના ૬૦,૦૦૦ પુત્રોના નિધનના દુઃખદ સમાચાર જાણી દુન્યવી જીવનનો ત્યાગ કરી બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાન પાસે દીક્ષા લીધી.
૮. પ્રતિવાસુદેવ રાજા રાવણ અને વાલિ મુનિ
એક વાર રાજા રાવણ અષ્ટાપદ પર્વત પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમનું વિમાન અચાનક અટક્યું. આનું કારણ એ હતું કે એણે માર્ગમાં કાયોત્સર્ગ ધ્યાનસ્થ મુનિ વાલિને વંદન ન કર્યા. વિમાન માર્ગે આવતાં ત્યાગી મહાત્માને વંદન કરવા જોઈએ, તેની ઉપેક્ષા કરવાથી વિમાન અટકી જાય. પોતાની ભૂલ છતાં પૂર્વના વેરને યાદ કરીને રાજા રાવણ ઘણો ગુસ્સે થયો. એણે વાલિ મુનિને શિક્ષા કરવાનું નક્કી કર્યું. રાજા રાવણે વાલિ મુનિ સાથે આખો પર્વત સમુદ્રમાં નાખી દેવાના હેતુથી પર્વત ઊંચકવાની શરૂઆત કરી. વાલિ મુનિને પોતાના વિશિષ્ટ જ્ઞાન
40 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org