________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
સશક્ત દેખાતા હતા. તેઓ વિચારે છે કે આ સાધુ તપ કરવા છતાં આટલા તંદુરસ્ત કઈ રીતે છે ? શ્રી ગૌતમસ્વામીએ તેમના મનને વાંચી લીધું અને એમણે પુંડરિક અને કંડરિકની વાર્તા કહી અને સમજાવ્યું કે કૃશ શરીર એ તપનું સૂચક નથી, પરંતુ ઉચ્ચ ધ્યાન દ્વારા આત્માને કાબૂમાં રાખવો તે જ સાચું તપ છે. આ રીતે તેમણે સ્વર્ગમાંથી આવેલા દેવનો સંશય દૂર કર્યો અને પ્રતિબોધ કર્યો.
બીજા દિવસે સવારે જ્યારે શ્રી ગૌતમસ્વામીજી નીચે પધાર્યા, ત્યારે તેમની આ સિદ્ધિથી પ્રભાવિત થયેલા બધા તાપસોએ તેમના શિષ્યો બનવાની ઇચ્છા વ્યક્ત કરી. શ્રી ગૌતમસ્વામીજીએ તેમને સૂચવ્યું કે તેઓ ભગવાન શ્રી મહાવીરસ્વામીના શિષ્ય બને. અંતે તેઓની તીવ્ર ઇચ્છા હોવાથી તેમણે તેઓને દીક્ષા આપી. આ બધા તપસ્વીઓને ત્રણ દિવસના ઉપવાસ હોવાથી શ્રી ગૌતમસ્વામીએ તેમના પારણાં માટે ખીર (દૂધમાં રાંધેલા ભાત) વહોરીને લાવ્યા. આ બધાને થઈ રહે તેટલી પૂરતી ખીર ન હોવા છતાં પોતાની લબ્ધિથી ખીરના પાત્રમાં અંગૂઠો રાખીને દરેકને ખીરનું પારણું કરાવ્યું. પારણા દરમિયાન ૫૦૧ તપસ્વી કેવળી બન્યા.
શ્રી ગૌતમસ્વામી શ્રી ગૌતમસ્વામી અને નાગકુમાર અને
તાપસ ખીરપારણું ચક્રવર્તી સગરના પુત્રો રસ્તામાં શ્રી ગૌતમસ્વામી શ્રી મહાવીરસ્વામીનું વર્ણન કરતા હતા તે સાંભળીને બીજા ૫૦૧ તાપસ કેવળી બન્યા. સમવસરણ પાસે આવતા ભગવાન મહાવીરસ્વામીને સમવસરણમાં જોતાં જ બાકીના ૫૦૧ તાપસ કેવળી બન્યા. એ સમયે ગૌતસ્વામીએ બધા તાપસોને બીજા સાધુઓ પાસે બેસવા જણાવ્યું, ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, "ગૌતમ, આ બધા કેવળીની આશાતના ન કરો." ત્યારે શ્રી ગૌતમસ્વામીને સમજાયું કે આ બધા તાપસ કેવળી બન્યા છે.
Jain Education International
39 For Private & Personal Use Only
www.jainelibrary.org