________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૨૧. અભિધાન ચિંતામણિ પ્રમાણે કૈલાસ પર્વત રજતાદ્રિ, અષ્ટાપદ, સ્ફટિકાચલ,
હિરાદ્રિ, હિમવત અને ધવલગિરિ જેવાં નામોથી ઓળખાય છે. (૪-૯૪). ૨૨. પૂજ્ય સહજાનન્દઘનજી પોતાના પત્રોમાં લખે છે કે ૭૨ બિંબોની ત્રણ
ચોવીસીઓ અહીં બરફમાં દટાયેલી છે. તેઓ નોંધે છે કે કેટલાંક જિન બિમ્બો
બૌદ્ધ ભિક્ષુઓ પાસે છે. ૨૩. જૈન ગ્રંથો પ્રમાણે દરેક યુગમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ હોય છે અને
દરેક કાળમાં ૨૪-૨૪ તીર્થકરો થતા હોય છે. ભગવાન ઋષભદેવ વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થંકર છે. એમના જીવનનો ઉલ્લેખ જુદા જુદા ધર્મગ્રંથો, વેદ અને પુરાણમાં જોવા મળે છે. તેઓ એ ગૃહસ્થાવસ્થામાં અસિ (તલવાર વગેરે સાધનનો ઉપયોગ), મસિ (શાહી અને કલમ) અને કૃષિ (ખેતી) બતાવી હતી. તેઓ આ અવસર્પિણીના પ્રથમ રાજા અને પહેલા ભિક્ષુ
હતા. ૨૪. ઇતિહાસકારોના મત મુજબ પ્રાચીન સામાજિક સુધારણા દસથી બાર હજાર
વર્ષ જૂની છે. એમ.આઈ.ટી. અનુસાર માનવસભ્યતાનો પ્રારંભ તિબેટમાં થયો હતો. પશ્ચિમ તિબેટ, કાશમીર અને હિમાચલ પ્રદેશનો પ્રાચીન ઇતિહાસ આ
મંતવ્યનાં પ્રમાણો ધરાવે છે. ૨૫. ઈ. સ. પૂર્વે ૧૪૦૦માં જિયાના નામે ઓળખાતી સેમી તિબેટી પ્રજા શાંગ પ્રજા
સાથે ભળી ગઈ હતી. જિયાન શબ્દ 'જિન' (તીર્થંકર) એટલે કે વિજેતાના
પર્યાય રૂપે પ્રયોજાયો હોય. ૨૬. એક તિબેટના લેખ પ્રમાણે તીર્થકર ભગવાન મુનિસુવ્રતસ્વામીએ અષ્ટાપદ
તીર્થ પર તપ અને ધ્યાન કર્યા હતાં. ૨૭. એક મંગોલિયન ભિક્ષુના મત પ્રમાણે તીર્થકર શ્રી ઋષભદેવે અષ્ટાપદગિરિ
પર ધ્યાન અને તપ કર્યાં હતાં. આ ઉલ્લેખ કંજૂદ અને તંજૂદ પુસ્તકોમાં જોવા
મળે છે. ૨૮. તિબેટમાં આવેલા પોતાલા મહેલ (દલાઈ લામાનો પૂર્વ નિવાસ)માં કેટલાક
પ્રાચીન તાડપત્રીય ગ્રંથ છે, જેમાં ઋષભદેવના અષ્ટાપદ-કૈલાસ પરના નિર્વાણનું વર્ણન મળે છે.
Jain Education International
For Private & 14sonal Use Only
www.jainelibrary.org