________________
શ્રી અષ્ટાપદ મહાતીર્થ
૫.૩ સ્ફટિક અને કીમતી રત્નો (પથ્થર) :
30 ટન રફ સ્ફટિકના પથ્થરની આયાત કરવામાં આવી. તેના પર કરવામાં આવતી પ્રક્રિયા અને કોતરણી કર્યા પછી આ પર્વતનું કુલ વજન આશરે ૧૦ ટન જેટલું થયું. આ વજન ઝીલી શકે તે માટે ૧ ટનની સ્ટીલની ફ્રેમ બનાવવામાં આવી છે. વિશ્વના જુદા જુદા કલરના રત્નો જેમ સ્ટોન' આયાત કરવામાં આવ્યા અને તેમાંથી જુદા જુદા આકારની મૂર્તિઓ ઘડવામાં આવી. દરેક મૂર્તિ એક જ અખંડ રત્નમાંથી ઘડવામાં આવી. વળી આ દરેક રત્નો જેમોલૉજિકલ લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા. રત્નોમાંથી બનાવેલી આ મૂર્તિઓમાં કોઈ સાંધા નથી, એટલું જ નહીં, પરંતુ દરેક મૂર્તિ ધાર્મિક નિયમ અનુસાર અને નિશ્ચિત કરેલા માપ પ્રમાણે ઘડવામાં આવી. આ માટે વાપરવામાં આવેલા રત્નો સારી ગુણવત્તાવાળા હોય તે અંગે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. આ મૂર્તિઓ આ યોજનાનું અંતિમ સ્વરૂપ છે. આ માટે વપરાયેલા કેટલાક કીમતી રત્નોનાં નામ એમરલ્ડ, રૂબી, એમેથીસ્ટ, કુનઝાઈટ, રોઝ ક્વાર્ઝ, સોડાલાઈટ વગેરે છે. જેમાંથી મૂર્તિ બનાવવામાં આવી તેનો કાચો પથ્થર
કોરલ
ક્રાઈસોફેજ
જાસપર
RHODOCHROSITE
સોડાલાઈટ
ટાઈગર આઈ
રોડોક્રોસાઈટ
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org